યુવતીઓ કોલેજ જઈ શકે એટલા માટે પોતાના પીએફ એકાઉન્ટનાં પૈસાથી ખરીદી બસ

0
179
views

લગભગ બે વર્ષ પહેલા બાળકોના ડોક્ટર રામેશ્વર પ્રસાદ યાદવ ગાડી થી રાજસ્થાન માં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. અહીંયા રસ્તામાં તેમણે જોયું કે ચાર યુવતીઓ રોડની નજીક મુશળધાર વરસાદમાં પરેશાન થઈ રહી હતી. ડોક્ટરની પત્નીથી આ જોવાયું નહીં અને માનવતાની દ્રષ્ટિએ તેઓએ યુવતીઓને લિફ્ટ આપવા માટે કહ્યું. રસ્તામાં વાતચીત દરમિયાન યુવતીઓએ પતિ-પત્નીને જણાવ્યું કે તેઓ કોટપૂતળી સ્થિત કોલેજમાં અભ્યાસ કરે છે.

આ કોલેજ ગામથી લગભગ ૧૮ કિલોમીટર દૂર આવેલ છે. જેના કારણે યુવતીઓ કોલેજ પર સમયસર પહોંચી શકતી નથી. જેના લીધે કોલેજમાં તેમની જરૂરી હાજરી પણ ઉપલબ્ધ નથી. જોકે દેશના આ વિસ્તારમાં મોટાભાગે વરસાદ થતો રહે છે.

છતાં પણ આ યુવતીઓને કોલેજ જવાની બસ સુધી પહોંચવા માટે કાચા રસ્તા અને અસહ્ય તડકામાં ત્રણ થી છ કિલોમીટર જેટલું ચાલવું પડે છે. પરેશાનીઓનો સામનો કરીને બસ સુધી પહોંચે છે તો ત્યાં યુવકો તેમની સાથે ખરાબ વર્તાવ કરે છે. આ સમગ્ર વાત એક છાત્રાએ દંપતીને જણાવી.

આ સમગ્ર વાત જાણીને ડોક્ટરે જણાવ્યું કે છાત્રાની આ વાત સાંભળીને અમારું હૃદય પીગળી ગયું. ડોક્ટર રામેશ્વર પ્રસાદ કહે છે કે, “અમે ઘરે પહોંચ્યા ત્યારે પત્નીએ મને કહ્યું કે આપણે કંઈક કરી શકીએ છીએ?” મેં એક સવાલ સાથે તેનો જવાબ આપ્યો. પત્નીને કહ્યુ કે જો આપણે દીકરી આજે જીવતી હોત તો તેના અભ્યાસ અને લગ્ન પાછળ કેટલો ખર્ચો કર્યો હતો? પત્નીએ જવાબ આપો કે લગભગ ૨૦ લાખ રૂપિયા.

ડોક્ટર યાદવ કહે છે કે, “એ સમયે જ યુવતીઓની સુવિધા માટે મેં એક બસ ખરીદવાનો નિર્ણય કર્યો.” સરકારી ડોક્ટર પ્રસાદે બસ ખરીદવા માટે ૧૭ લાખ રૂપિયા પોતાના પીએફ ખાતામાં ઉપાડ્યા. આ રકમ તેમના પી.એફ ખાતાના 75 ટકા હતી. આ સિવાય બે લાખ રૂપિયા સામાન્ય બચતમાંથી એકઠા કર્યા અને લગભગ 19 લાખ રૂપિયાની સફેદ ટાટા સ્ટાર બસ ખરીદી.

હવે આ બસ સેન્ટ્રલ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ચૂરી, કયામપુરા બાસ, બન્નેથી ની છાત્રાઓને મફતમાં તેમના ઘરેથી કોલેજ સુધી લઈ જાય છે. ખાસ વાત એ છે કે વર્ષ 2016માં જ્યારે આ સેવાની શરૂઆત કરી ત્યારે તે ચાર યુવતિઓને ઉદઘાટન માટે આમંત્રણ આપેલ, જેમની આપવીતી સાંભળ્યા બાદ આ કાર્ય શરૂ કરવાની પહેલ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here