સુરત : યુવતીનાં શરીરમાં આત્માએ કર્યો પ્રવેશ અને યુવતી રસ્તા પર ઉંધી દોડવા લાગી, લોકોમાં ફેલાયો ડર અને ફફડાટ

0
699
views

સુરત શહેરનો એક અજીબો ગરીબ કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહેલ છે. આ વિડીયો સુરત શહેરના અડાજણ વિસ્તારમાં હોવાનું માનવામાં આવે છે. વીડિયોને જોઈને લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોમાં એક યુવતી રસ્તા પર આગળની સાઈડ દોડવાને બદલે ઉલટી દિશામાં એટલે કે પાછળની સાઇડ દૂરથી જોવા મળી રહી છે.

સાથોસાથ તે વિચિત્ર પ્રકારના અવાજ પણ કાઢી રહી હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયેલો છે. તે યુવતીની આજુબાજુ રહેલા લોકો તેના આવા ભયાનક વર્તનને કારણે નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે. જોકે આ વિડીયો સુરતનો છે કે અન્ય કોઈ શહેરનું તેની હાલમાં કોઈ પુષ્ટિ થઇ શકી નથી.

યુવતીના આ ભયાનક વર્તનને કારણે લોકોમાં ભય અને ફફડાટની વ્યાપી ગયેલું જોવા મળે છે. કોઈ વિચિત્ર પ્રકારની શક્તિ તે યુવતીના શરીરમાં પ્રવેશી ગઈ હોય તેવી હરકતો અને અવાજ તે યુવતી કરી રહી હતી, જેને જોઈને બધા જ ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ વિડીયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ વીડિયોને પુષ્ટિ અમે કરતા નથી.

મોટાભાગે આવા દ્રશ્યો આપણને કોઈ ફિલ્મમાં અથવા ટીવી સિરિયલોમાં જોવા મળતા હોય છે. પરંતુ શહેરમાં રાતના સમયે આવા દ્રશ્યો સર્જાતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા તથા તેની આજુબાજુ રહેલ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. વીડિયોમાં જોવાથી એવું લાગતું હતું કે કોઈ શક્તિ તેના શરીરમાં પ્રવેશ કરી ગઈ હોય તેવી રીતે તે ઉલટી દિશામાં દૂરથી દેખાય આવી રહી હતી.
થોડું અંતર દોડ્યા બાદ યુવતી રસ્તા પર ફસડાઈ ને પડી ગઈ હતી. આ વિડીયો ક્યાંનો છે તથા તેની સત્યતા શું છે તે જાણવા માટે સૌ કોઈ આતુર છે. શું હકીકતમાં તે યુવતીના શરીર માં કોઈ શક્તિ પ્રવેશ કર્યો હતો કે પછી હાલના સમયમાં યુવાનો દ્વારા કરવામાં આવતો કોઈ પ્રેંક (Prank) હતો, તેનો જવાબ આવે જાણવા માટે લોકો ખૂબ જ આતુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here