યુવકનાં કાનમાં રહેતો હતો હંમેશા દુખાવો, ડોક્ટરોએ કાનમાં ચેક કર્યું તો અંદરનું દ્રશ્ય જોઈને હેબતાઈ ગયા

0
1711
views

વ્યક્તિના કાન એ એકદમ સંવેદનશીલ અવયવ છે. તેમાં થોડી પણ હલચલ થાય તો માથું દુખવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો કાન ની અંદર કોઈ નાનો કણ પણ જતો રહે તો વ્યક્તિ બેચેન થઈ જાય છે. આમાં જરા વિચારો જો તમારા કાનમાં ફક્ત એક કે બે નહીં પરંતુ પુરે પૂરું કોકરોચ પરિવાર જ તમારા કાનની અંદર રહેતું હોય તો? આ વિશે વિચારતાની સાથે જ આપણા શરીર માં ધ્રુજારી છૂટવા માંડે છે. ખરેખર આવી જ એક ઘટના ચીનમાં રહેતા એલવી ​​નામના વ્યક્તિ સાથે બની છે. આ માણસના કાનની અંદરનું દ્રશ્ય જોઈ ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ચાલો વિગતવાર જાણીએ કે આખો મામલો શું છે.

કાનમાં થયો અસહ્ય દુખાવો

હકીકતમાં એક રાત્રે ચાઇનાના ​​નિવાસી એલ્વિનને કાનમાં ખૂબ જ તીવ્ર પીડા થવાની શરૂઆત થઈ. તે ખૂબ પીડા સાથે બેચેન થઈ ગયો. તેની હાલત જોઇને પરિવારના સભ્યોએ તેના કાનમાં ટોર્ચ રાખી જોયું. તેને બતાવ્યું કે એલવીના કાનમાં કોઈ વિચિત્ર હરકત થઈ રહી  છે. આવી સ્થિતિમાં તેઓ તાત્કાલિક એલવીને હોસ્પિટલમાં લઈ ગયા. અહીં એલવીની તપાસ જોન યજીન દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેણે તેના ઉપકરણ વડે કાનની અંદર જોયું ત્યારે તેના પણ હોશ ઊડી ગયા હતા.

કાનમાંથી નિકળા ૧૦ વંદા

ડોક્ટરને જાણવા મળ્યું કે ૧૦ કોકરોચ એલવીના કાનની અંદર રહે છે. આ તેમનો આખો પરિવાર છે. ડોક્ટરે સ્થાનિક મીડિયાને માહિતી આપી કે દર્દીના કાનમાં વંદાના ૧૦ નાના બચ્ચા છે. એટલું જ નહીં આ બાળકોની માતા પણ તેના કાનમાં રહેતી હતી. જોકે સદભાગ્યે, એલવીની ઈયરની કેનાલને કોઈ નુકસાન થયું નથી.

વંદા કાનમાં કેવી રીતે આવ્યા?

એલવીના કાનની અંદર આ વંદા ક્યારે અને કેમ આવ્યા તે વિશે ચોક્કસ કઈ શકાય નહીં. જો કે ડોક્ટર મુજબ કદાચ એલવીએ તેના પલંગની બાજુમાં થોડું અધૂરું ખાવાનું છોડી દીધું હશે. આવી સ્થિતિમાં તેમાં કોકરોચ થયા હશે અને ત્યાંથી તેઓએ એલવીના કાનમાં પ્રવેશ કર્યો હશે. ડોક્ટરે તેના સાધનોની મદદથી એલવીના કાનમાંથી બધા કોકરોચ બહાર કાઢ્યા. અત્યારે એલવીની હાલત સારી છે. તે કાન દ્વારા સામાન્ય રીતે સાંભળી શકે છે. પીડા પણ હવે નથી.

આ ઘટના સાંભળીને તમે પણ બોધપાઠ લઈ શકો છો. સૌ પ્રથમ તમે જ્યાં સુવો છો ત્યાંની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. જો કોઈ ખાવાનું પડે અથવા ભૂલી જાય, તો તેમાં કીડા પેદા થઈ શકે છે, જે તમારા કાનમાં પણ પ્રવેશી શકે છે. બીજી વસ્તુ એ છે કે સૂતા પહેલા તમારા પલંગને સારી રીતે સાફ કરો. બેડરૂમમાં જંતુઓ જેવી વસ્તુઓને ઘટાડવાનો પ્રયાસ કરો. જો તમે જમીન પર સૂવો છો તો પછી કાનમાં રૂઈ નાખીને સુવો. તમારી સલામતી તમારા હાથમાં છે. તમારે ફક્ત સાવચેત રહેવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here