આ કારણોને લીધે નાની ઉંમરમાં થઈ જાય છે સફેદ વાળ, જાણો સફેદ વાળને કાળા કરવાનો ઉપાય

0
963
views

ઘણા લોકોને નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે અને વાળ સફેદ થવાના કારણે તેમની ઉંમર પણ વધારે દેખાય છે. હકીકતમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવા માટેના ઘણાં કારણો હોય છે. જેમ કે ખરાબ શેમ્પૂનો ઉપયોગ કરવો, ખાવા-પીવાની ખોટી આદતો, વધારે પડતો તણાવ, સ્મોકિંગ અને વગેરે. આ સિવાય ઘણી વાર શરીરમાં વિટામિનની ઉણપને કારણે પણ વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવા પાછળના કારણો હોય છે અમે તમને અહીં જણાવીશું.

વિટામિનની ઉણપ

વાળ સફેદ થવા પર કરવામાં આવેલ શોધ અનુસાર જાણવા મળ્યું કે ઘણીવાર આપણા શરીરમાં વિટામિનની ઊણપ થઈ જાય છે અને આ ગુણોને કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. જે લોકોને બી-૬, બી-૧૨, વિટામિન-ડી અથવા વિટામીન-ઈ ની ઉણપ હોય છે, તેમને વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો તમને વાળ સફેદ થઈ રહ્યા છે તો વિટામિનનો રિપોર્ટ જરૂર કરાવો.

વારસાગત

ઘણીવાર વાળ સફેદ થવાની પાછળ વારસાગત એટલે કે અનુવાંશિક કારણ હોય છે. જો આપણા પરિવારમાં કોઈ વ્યક્તિને વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે, તો આપણને પણ જલ્દી વાળ સફેદ થવાની સંભાવના રહેલી છે. વર્ષ ૨૦૧૩ માં પ્રકાશિત ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલૉજિસ્ટ, ન્યુરોલોજી અને લેપ્રોલોજી અનુસાર વારસાગત કારણોને લીધે પણ આપણા વાળ પર અસર પડે છે. જો આપણા પરિવારના કોઈ સભ્યને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે તો આપણા વાળને પણ સફેદ થવાનો અને ખરવાનો ખતરો રહે છે.

તણાવ રહેવો

તણાવને કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થાય છે. વધુ પડતો તણાવ હોવાને કારણે વ્યક્તિના મગજ પર પણ ખરાબ અસર પડે છે. વળી અમુક લોકોને વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે. હકીકતમાં આપણે જ્યારે વધુ પડતો તણાવ લઈએ છીએ ત્યારે આપણા બ્રેઈન સેલ્સ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે અને વાળ કમજોર થવા લાગે છે.

તેલ ન લગાવવું

તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે. તેથી વાળ પર તેલ ઓછું હોવાને કારણે વાળ કમજોર થવા લાગે છે અને ઘણી વખત સફેદ પણ થવા લાગે છે. એટલા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળને તેલથી માલિશ જરૂર કરવું.

સફેદ વાળને આ રીતે કરો કાળા

આજકાલ યુવાનો સફેદવાળને પરેશાનીથી ખૂબ જ પરેશાન છે અને પોતાના વાળને કાળા કરવા માટે તેના પર હેર કલરનો પ્રયોગ કરે છે. હેર કલર નો ઉપયોગ કરવાથી વાળ કાળા તો જરૂર થાય છે પરંતુ કમજોર થઈને ખરવા લાગે છે. એટલા માટે પોતાના વાળને ફરીથી કાળા કરવા માટે તેમના પર હેર કલરનો પ્રયોગ કરવાથી બચો અને હેર કલર ની જગ્યાએ નીચે બતાવેલા ઉપાયોનો જરૂર ઉપયોગ કરીને જુઓ. આ ઉપાયોને અજમાવવાથી વાળ કાળા થવા લાગશે અને સફેદ વાળની સમસ્યામાંથી પણ રાહત મળશે.

  • આમળા વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે અને આમળાનો પાવડર વાળ પર લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.
  • કુદરતી રીતે પોતાના વાળને કાળા કરવા માટે તેમના પર મહેંદી લગાવી શકો છો. વાળ પર મહેંદી લગાવવાથી વાળ કાળા થાય છે અને ઘાટા અને મજબૂત પણ બને છે. વાળમાં મહેંદી લગાવવા માટે તમે તેમાં ચાનું પાણી સારી રીતે ઉકાળીને તે પાણીમાં મહેંદી મિક્સ કરી દેવી. પછી આ મહેંદીને બે કલાક સુધી રાખી મૂકવી. ત્યારબાદ તેને પોતાના વાળમાં લગાવી લો અને જ્યારે તે સુકાઈ જાય તો વાળને પાણીની મદદથી સાફ કરી લો.
  • તમે પોતાની ડાયટમાં બીન્સ અને અન્ય પ્રકારના લીલા શાકભાજી શામેલ કરો. આ પ્રકારના શાકભાજી ખાવાથી શરીરમાં વિટામિનની ઉણપથી થતી નથી અને સફેદ વાળ પણ કાળા બની જાય છે.
  • કેમિકલવાળા શેમ્પુ અથવા હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ ન કરો અને પોતાના વાળમાં સરસવનું તેલ જરૂર લગાવો.
  • યોગાસન કરવાથી પણ વાળને કાળા કરી શકાય છે એટલા માટે દરરોજ યોગ જરૂર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here