વોટ્સઅપનું નવું ફીચર : તમે કરેલો મેસેજ જાતે જ થઈ જશે ગાયબ, જાણો કેવી રીતે

0
1264
views

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ Whatsapp પોતાના યુઝર્સના અનુભવને વધારે સારો બનાવવા માટે કામ કરી રહ્યું છે. તેના માટે તે અવારનવાર અપડેટ લાવી રહ્યું છે. હવે કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જેમાં કરવામાં આવેલ મૅસેજ પાંચ સેકન્ડમાં ગાયબ થઈ જશે. આવું ફિચર્સ સ્નેપચેટમાં પણ ઉપલબ્ધ છે. WABetaInfo ના એક રિપોર્ટમાં માનવામાં આવે તો કોઈપણ યુઝર પોતાના મેસેજનો એક્સપાયર થવાનો સમય જાતે નક્કી કરી શકશે.

જાણો Whatsapp ના નવા ફીચર ની માહિતી

મેસેજને એક્સપાયર થવા માટે યુઝર પાંચ સેકન્ડ થી લઈને એક કલાક સુધીનો સમય પસંદ કરી શકશે. હાલમાં આ ફીચર ટેસ્ટિંગ પર ચાલી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ ગ્રુપ મેસેજ માટે ચાલી રહ્યું છે. તેને વ્યક્તિગત મેસેજ માટે પણ તૈયાર કરવામાં આવશે કે નહીં તેની કોઈ જાણકારી હાલમાં મળી રહી નથી. જ્યારે યૂઝર્સ આ ફિચરને ઇનેબલ કરી દેશે ત્યારબાદ મોકલવામાં આવેલ દરેક મેસેજ પર આ ફીચર એપ્લાય થશે. જેનો સીધો મતલબ છે કે આ ફીચર કોઈ એક મેસેજ પર કામ નહીં કરે.

WABetaInfo પર આપવામાં આવેલ જાણકારી મુજબ, જો મેસેજ એકવાર ગાયબ થઈ જાય છે તો તે પૂર્ણ રીતે ગાયબ થઈ જશે. ત્યારબાદ મેસેજ નહીં કોઈપણ વ્યક્તિ ટ્રેસ નહીં કરી શકે. મેસેજ ડિલીટ થયા બાદ તેની જગ્યા પર This message was deleted લખેલું આવશે.

જાણો ક્યારે થશે આ ફીચર લોન્ચ

આ ફિચરને લોંચ થવામાં હજુ થોડો સમય બાકી છે. કંપની તેને પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે કરવા માંગે છે. આ ફિચરને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેનો સમય જણાવવામાં આવેલ નથી. આ ફીચર હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં ચાલી રહ્યું છે. મતલબ કે વોટ્સએપ દ્વારા આ ફીચર પર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ ફીચર યુઝરના અનુભવને એટલો સારો બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here