વિશ્વમાં સૌપ્રથમ સુર્ય ક્યાં દેશમાં ઊગે છે? ૯૯% લોકો આ વાતથી અજાણ હશે

0
3427
views

શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી પહેલા સૂર્ય કયાં ઊગે છે? જો તમને ખબર ન હોય તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે મોટાભાગના લોકો જાણતા નથી. આમાંનો એક સૂર્યોદય પણ છે. આજે એવા ઘણા લોકો છે જે જાણતા નથી કે સૂર્યોદય સૌપ્રથમ કયા દેશમાં થાય છે. તેમ છતાં જે લોકોએ વિજ્ઞાન નો અભ્યાસ કર્યો છે તે આના વિશે જાણતા હશે. પરંતુ જે લોકોએ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો નથી તે તેના વિશે વધુ જાણતા નહી હોય. દરેકને ઉગતા સૂર્યને જોવાનું પસંદ છે. જો તમને સારા દિવસની શરૂઆત જોઈએ છે તો સૂર્યોદય જોવો જ જોઇએ. કારણ કે આના થી આખો દિવસ સ્વસ્થ અને તાજગીથી ભરેલો જાય છે.

વિશ્વમાં સુર્ય પ્રથમ કયાં દેશમાંથી નીકળે છે તે અહીં જાણો

ડોકટરો પણ લોકોને સૂર્યોદય જોવા અને સવાર ની સફર કરવાની ભલામણ કરે છે. કારણ કે આ સમયે વાતાવરણમાં તાજી હવા હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો કે આજની જિંદગીમાં વિશ્વમાં એવા ઘણા ઓછા લોકો છે કે જેઓ સવારનો સૂર્ય જોઈ શકતા નથી. કારણ કે લોકો કામના થાકને કારણે મોડા ઉઠે છે. સવારે જ્યારે સૂર્ય બહાર આવે છે ત્યારે કુદરતનો નજારો જોવા જેવો હોય છે. દરેકને સવારે લાલ સૂર્ય જોવાનું પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં સૂર્ય કયા દેશમાં પ્રથમ આવે છે. તો ચાલો જાણીએ તેનો જવાબ.

સૂર્ય વિશ્વમાં પ્રથમ ક્યાં દેશ માં ઉગે છે

જવાબ સરળ નથી, કારણ કે પૃથ્વી ફરતી હોય છે. આવી સ્થિતિમાં પૃથ્વીના કયા ક્ષેત્રમાં સુર્ય પ્રથમ આવે છે તે કહેવું એકદમ મુશ્કિલ છે. જો કે હવે મનુષ્યે પોતાને અનુસાર અક્ષાંશ, રેખાંશની દ્રષ્ટિએ પૃથ્વીનું વિભાજન કર્યું છે. આ સાથે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ માટે ચાર દિશા નિર્ધારિત કરવામાં આવી છે. જાપાનની મીનામી તોરીશિમા વિશ્વના પૂર્વમાં છે. તેથી ત્યાં પ્રથમ સૂર્યોદય થઈ શકે છે.

હમણાં સુધી, જાપાનને પૃથ્વી પરની પ્રથમ સૂર્યોદયની ધરતી માનવામાં આવતું હતું. પરંતુ બધા દેશોએ જીએમટી (ગ્રીનવિચ મીન ટાઇમ)નો સમય માન્યતા આપી છે. જેમાં ન્યુઝીલેન્ડ સૂર્યોદયની ભૂમિ બની ગયું છે. એક તરફ જ્યારે ન્યુઝીલેન્ડનો સમય GMT + 13 છે, બીજી તરફ જાપાનનો સમય GMT + 9 છે.

જ્યારે ન્યુઝીલેન્ડમાં સવારે 6 વાગ્યા હોઈ છે ત્યારે જાપાનમાં રાત્રે 2 વાગ્યા હોઈ છે. આ સિવાય જ્યારે પણ નવું વર્ષ આવે છે ત્યારે ન્યુઝિલેન્ડમાં પ્રથમ નવું વર્ષ ઉજવવામાં આવે છે. તે પછી તે ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં નવા ટાઇમ ઝોન મુજબ સૌ પ્રથમ ન્યુઝીલેન્ડમાં સૂર્ય ઊગે છે.

તેથી હવે તમે જાણતા જ હશો કે સૂર્ય વિશ્વમાં પ્રથમ ક્યાં ઊગે છે. પ્રાચીન સમયમાં, જાપાનને સૂર્યોદયની ભૂમિ તરીકે માનવામાં આવતું હતું. પરંતુ હવે નવા સમયગાળા GMT અનુસાર તે દેશ ન્યૂઝિલેન્ડ છે, જ્યાં પ્રથમ સૂર્યોદય થાય છે. ભારતની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશ એ રાજ્ય છે જ્યાં સૂર્યોદય પ્રથમ થાય છે. આ રાજ્યમાં સૂર્ય સૌપ્રથમ ડોંગ વેલીના દેવાંગ ખીણમાં ઉગે છે. આ જોવા માટે વિદેશી દેશોના પ્રવાસીઓ આવતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here