વિષ્ણુજીનાં પગ શા માટે દબાવે છે લક્ષ્મીજી? જાણો ગ્રહોના રહસ્યની સૌથી મોટી વાત

0
560
views

લક્ષ્મી પ્રાપ્તિ ની ઈચ્છા હરકોઈ હોય છે. લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી ખૂબ જ જરૂરી છે કેમ કે લક્ષ્મીજી તેમના ચરણોમાં રહે છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના કોઈપણ ફોટામાં જોવા મળશે કે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુના શરણમાં બેઠેલા અને તેમના પગ દબાવતા જ જોવા મળશે.

આના વિશે એક પૌરાણિક કથા છે. દેવર્ષિ નારદજીએ એક વખત ધનની દેવી લક્ષ્મી ને પૂછ્યું કે તમે હંમેશા શ્રીહરિ વિષ્ણુના ચરણ કેમ દબાવો છો? તેની ઉપર લક્ષ્મીજીએ કહ્યું કે ગ્રહોના પ્રભાવથી કોઈ અછૂતા નથી રહેતું તે ભલે મનુષ્ય હોય કે દેવી-દેવતા. મહિલાની સાથે દેવગુરુ બૃહસ્પતિ વાસ કરે છે અને પુરુષના પગમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. જ્યારે મહિલા પુરુષના પગ દબાવતી હોય છે ત્યારે દેવ અને દાનવ ના મળવાથી ધનલાભનો યોગ બને છે તેથી હું હંમેશા મારા સ્વામીના ચરણ દબાવું છું.

ભગવાન વિષ્ણુએ તેમના પુરુષાર્થના બળ પર જ વશમાં કરી રાખ્યા છે. લક્ષ્મી તેમના જ વશમાં રહે છે જે હંમેશા બધાના કલ્યાણ નો ભાવ રાખે છે. વિષ્ણુની પાસે જે લક્ષ્મી છે તે ધન અને સંપતિ છે. ભગવાન શ્રી હરિ તેનો ઉચિત ઉપયોગ જાણે છે. તેના લીધે મહાલક્ષ્મી શ્રી વિષ્ણુના પગમાં તેમની દાસી બનીને રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here