વાઇરલ થઈ રહેલ છે હરણનાં બચ્ચાને સ્તનપાન કરાવતી મહિલાની તસ્વીર, જાણો કારણ

0
261
views

એક માં ની મમતાની કોઈ સીમા નથી હોતી. તેના માટે બધા જ બાળકો એક સમાન હોય છે. જ્યારે પણ કોઈ બાળક મુસીબતમાં હોય છે અથવા તો ભૂખ લાગેલી હોય તો માં નું હૃદય સૌથી પહેલા પીગળી જાય છે. અમુક મામલામાં તો બાળક કોઈ પણ ન હોય પરંતુ એક માં બધા માટે હાજર રહે છે. માં ની મમતા સાથે જોડાયેલી એક આવી જ તસવીર હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહેલ છે.

આ તસવીરમાં એક મહિલા હરણના માસૂમ બચ્ચાં અને સ્તનપાન કરાવતી નજર આવે છે. વળી તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે આ તસવીર મૂળરૂપથી સેફ વિકાસ ખન્ના એ વર્ષ 2017માં શેર કરી હતી. એ સમય દરમ્યાન તેઓએ ફોટો પર કેપ્શન આપેલ હતું, “માણસાઈ નું સૌથી મોટું રૂપ – દયા”.

જોકે આ તસવીર એકવાર ફરીથી વાઈરલ થઈ રહી છે. આ તસવીરને હજારોની સંખ્યામાં લાઇક અને શેર મળી રહેલ છે. જે કોઈ પણ વ્યક્તિ આ તસવીરને જોવે છે તેનું દિલ પીગળી જાય છે. માં ની આ અનોખી મમતા દરેક વ્યક્તિને પસંદ આવી રહી છે. તસવીરમાં દેખાય રહેલ મહિલા બિશનોઈ સમુદાયની છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બીયાબાન રણમાં રહેતાં આ બિશનોઈ સમાજના લોકો વન્ય પ્રાણીઓ અને વૃક્ષોના રક્ષક માનવામાં આવે છે. તેમની લાગણી અને પ્રેમ નો અંદાજ જો તમે એ વાતથી લગાવી શકો છો કે આ સમાજના લોકો અહીંયાના જાનવરો અને વૃક્ષોને બચાવવા માટે પોતાનું જીવન પણ કુરબાન કરી દે છે. વળી રાજસ્થાન સિવાય આ સમુદાયના લોકો તમને હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી આવે છે.

એવું માનવામાં આવે છે કે આ સમાજ ના લોકો જાનવર ના બચ્ચા ને પણ પોતાના જ બચ્ચા માને છે. આ તસવીર વિશે જણાવવામાં આવે છે કે આ હરણ નું અનાથ બચ્ચું છે. જોધપુરમાં રહેતા એક બિશનોઈ સમાજના પરિવારને આ ઘવાયેલ હાલતમાં મળેલ હતું. તેવામાં આ બચ્ચાની ભૂખ સંતોષવા અને જીવ બચાવવા માટે આ બિશનોઈ મહિલાએ તેને પોતાનું સ્તનપાન કરાવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here