વિમાનમાં બેસતા જ ફોનને ફ્લાઇટ મોડમાં કરવાનું શા માટે કહે છે, આ છે તેનું સાચું કારણ

0
625
views

કોઈપણ સમયે આવતા અણગમતા ફોન કોલ્સ અને મેસેજથી બચવા માટે ઘણીવાર લોકો પોતાના સ્માર્ટફોનને ફ્લાઇટ મોડમાં લગાવી દે છે. ન રહેશે કોઈ સિગ્નલ અને ન આવશે કોઈ કોલ. સ્વિચ ઓફ કર્યા વગર ફોનની બધી જ કમ્યુનિકેશન સર્વિસિસ કરતો આ ફ્લાઇટ મોડ ઓપ્શન ખુબ જ શાનદાર છે. પણ તમને જણાવી દઈએ કે ફ્લાઇટ મોડનો ઓપ્શન તમને આવું કરવા માટે નથી દેવામાં આવ્યો, પરંતુ તેનો સાચો ઉપયોગ તો એરોપ્લેનમાં જ થાય છે.

થોડાંક વર્ષ પહેલાં સુધી વિમાનમાં સફર માટે ટેકઓફ અને લેંડિંગના દરમિયાન યાત્રીઓને પોતાનો ફોન બંધ કરી દેવાનો કહેવામાં આવતું હતું. પરંતુ જ્યારથી સ્માર્ટફોનમાં ફ્લાઈટ મોડ ઓપ્શન આવી ગયો છે ત્યાંર થી ફ્લાઇટના સફરના દરમ્યાન ફોન બંધ કરવો જરૂરી નથી. કારણ એ છે કે ફ્લાઇટ મોડ નો કોમ્યુનિકેશન સિસ્ટમ જેમકે વાઇફાઇ, જીએસએમ, બ્લુટુથ કામ કરવાનું બંધ કરી દે છે. ફ્લાઇટ મોડ નો ફીચરથી એરોપ્લેન માટે જરૂરી છે. ફ્લાઈટ મોડ વિમાન ની સફર માટે જ બનાવવામાં આવ્યો છે જેથી તમારો ફોન ફ્લાઇટના કામકાજ અને સિસ્ટમને ડિસ્ટર્બ ન કરી શકે.

તમારો ફોન ફ્લાઇટ અને કંટ્રોલ ટાવર ની વચ્ચે બની શકે છે દિવાર

એ વાત કદાચ તમને ખબર હશે કે એરોપ્લેન પોતાના હવાઇ સફર દરમિયાન લગાતાર કોઈને કોઈ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર થી જોડાયેલો રહે છે. જ્યારે પ્લેન ટેકઓફ કે લેન્ડ થાય છે તે દરમિયાન પાયલોટ અને કંટ્રોલ ટાવર ની વચ્ચે એક સેકન્ડનો પણ મિસકોમ્યુનિકેશન મોટા હાદસાનું કારણ બની શકે છે.

કારણ કે આ બંને પ્રક્રિયાઓ ખૂબ જ મુશ્કેલ અને તણાવ ભરેલી હોય છે. સ્માર્ટ ફોનમાં નેટવર્ક આવે તો પાયલોટ અને કંટ્રોલ ટાવર ની વચ્ચે વાતચીતમાં અવાજને ખરાબી આવી શકે છે. જો એવું થયું તો કન્ફ્યુઝન માં પ્લેનને ખતરો પેદા થઈ શકે છે. તે કારણ છે કે ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગ ના દરમ્યાન ફોનને ફ્લાઈટ મોડ પર રાખવો જરૂરી હોય છે.

કયારે ઓફ કરી શકો છો ફ્લાઈટ મોડ

તમે કેટલીક મિનિટો પછી કે પછી પ્લેન સ્ટાફને સૂચના દેવાના પછી તમે તમારા ફોનને ફ્લાઈટ મોડ ઓફ કરી શકો છો. પરંતુ યાદ રહે તેના પછી પણ સફર ના દરમિયાન તમે ફોન નો બધો કોમ્યુનિકેશન સિસ્ટમ વાપરી નથી શકતા. ફ્લાઇટ મોડ ને લઈને અલગ અલગ એરલાઈન્સના રૂલ પણ કેટલાક સરળ અને નોર્મલ હોઈ શકે છે. કેમેરો અને સાઉન્ડ રેકોર્ડર ના ફ્રી યુઝ પર કોઈ પાબંદી નથી. જે ડિવાઈસમાં વાઇફાઇ, ડેટા ટ્રાન્સફર ની સુવિધા નથી હોતી તેને તમે વિના કોઈ રોક-ટોક ના પ્લેનના સફરના દરમ્યાન યૂઝ કરી શકો છો.

કેમેરો, વિડીયો કેમેરા, સાઉન્ડ રેકોર્ડર, ઓછા સાંભળવા વાળા લોકો માટે ઉપકરણ વગેરે ને પ્લેનના દરમિયાન વિના બંધ કર્યા વાપરી શકો છો. બીજી તરફ વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીએસએમ, ઇન્ફરેડ વગેરે સિસ્ટમથી લેન્સ ડિવાઇસને પ્લેન ના સફરના દરમિયાન ફ્લાઇટ મોડમાં રાખવું પડે છે.

હવે તમે સમજી ગયા હશો કે તમારા ફોનને ફ્લાઈટ મોડ ઓપ્શન એરોપ્લેન ની સારી રીતે ઉડાન માટે કેટલું જરૂરી હોય છે. જોકે કોઈપણ ના ફોન કોલ થી બચવા માટે તમે ઘર પર પણ ફ્લાઇટ મોડ વાપરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here