“વિક્સ વેપોરબ” ફક્ત શરદીમાં જ નહીં પરંતુ આ બધી સમસ્યાઓમાં પણ છે ઉપયોગી, જેનાથી તમે હજુ અજાણ છો

0
483
views

શરદી અને તાવ થવા પર વિક્સ લગાવવામાં આવે તો શરદીમાં રાહત મળે છે. શરદી થવા પર લોકો વિક્સને પાણીમાં નાખીને નાસ (વરાળ) લે છે અથવા નાક અને છાતી પર લગાવે છે. વિક્સ લગાવવાથી નાક તરત ખુલી જાય છે અને જુકામ દૂર થાય છે. શરદી ભગાડવાની સાથે વિક્સની મદદથી બીજી ઘણી તકલીફોમાં પણ રાહત મળે છે. તો આવો જાણીએ તેની મદદથી શરીરને લગતી કઈ પરેશાનીથી છુટકારો મળી શકે છે.

સ્ટ્રેચમાર્ક

પ્રેગ્નન્સી દરમ્યાન સ્ટ્રેચ માર્ક થવા સામાન્ય વાત છે. સ્ટેચમર્ક્સથી બચવા માટે મહિલાઓ ઘણા પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તો પણ પેટ પર સ્ટ્રેચ માર્ક થઈ જાય છે. જો કે પ્રેગ્નન્સી વખતે પેટ પર વિક્સ લગાવવામાં આવે તો પણ સ્ટ્રેચમાર્ક્સ  નથી થતા. વિક્સમાં નિલગિરીનું તેલ, દેવદારના પત્તાનું તેલ, કપૂર જેવી વસ્તુઓ વપરાય છે. આ બધી વસ્તુઓ ત્વચા માટે ઉત્તમ છે અને તેના મદદથી સ્ટ્રેચમાર્ક થતા રોકી શકાય છે અને નિશાન હોય તો ઓછા કરી શકાય છે.

વાઢીયા

વિક્સ ફાટેલી એડીને માટે પણ લાભકારક હોય છે. ફાટેલી એડીને સારી કરવા માટે રોજ રાતે સૂતા પહેલા એડી પર વિક્સ લગાવો અને મોજા પહેરી લો. બે દિવસમાં ફાટેલી એડી સારી થઈ જશે અને નરમ બની જશે.

કાનનો દુખાવો

ઘણા લોકોને કાનના દુખાવાની ફરિયાદ હોય છે. કાનના દુખાવા થવાથી કોઈપણ પેઈન કિલર ખાવા કરતા તે જગ્યા પર વિક્સ લગાવી લો. રૂ પર થોડું વિક્સ લગાવીને બંને કાનમાં રાખી દો. વિક્સ સાથે જોડાયેલા આ ઉપાય કરવાથી કાનના દુખાવામાં રાહત થશે.

વાગેલો ઘાવ સારો થાય છે

જો તમને કાંઈ વાગ્યું હોય તો તેની પર વિક્સ લગાવી લો. વિક્સ લગાવવાથી ઘાનો દુખાવો દૂર થશે અને ત્વચામાં ગરમાહટ રહેશે. એટલું જ નહીં લોહીનું પરિભ્રમણ પણ સારું થશે.

સનબર્ન

સનબર્નથી ત્વચા કાળી થઈ જાય છે. સનબર્નથી બચવા માટે તડકામાં જતાં પહેલાં વિક્સ લગાવી લો. એકદમ હલકી પરત ત્વચા પર લગાવી લેવાથી ત્વચા સનબર્નનો શિકાર નહીં થાય અને કાળી નહિ પડે.

સ્ક્રેચ

કોઈપણ પ્રકારનાં સ્ક્રેચ પર વિક્સનો પ્રયોગ કરો. વિક્સ લગાવવાથી સ્ક્રેચ સારા થઈ જાય છે. તમે થોડા વિક્સમાં થોડું નમક ભેળવીને સ્ક્રેચ ની જગ્યાએ લગાવી દો.

માથનો દુખાવો અને માઇગ્રેન

માથાના દુખાવા અને માઈગ્રેનના દર્દમાં પણ વિકસને ફાયદાકારક માનવામાં આવે છે. વિક્સ લગાવવાની સાથે જ દુખાવો એકદમ દૂર થઈ જાય છે. માથામાં દુખાવો હોય તો માથા પર વિક્સ સારી રીતે લગાવી અને માથાને કપડાથી બાંધી દો દુખાવો તરત જ મટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here