વાસ્તુશાસ્ત્રના આ સામાન્ય નિયમો બદલી દેશે તમારું જીવન, મહાલક્ષ્મીની કૃપાથી મળશે શુભ લાભ

0
196
views

મનુષ્યના જીવનને ખૂબ જ કઠિન માનવામાં આવે છે. ઘણી વાર એવું થતું હોય છે કે કોઈના કોઈ કારણના લીધે વ્યક્તિના જીવનમાં તણાવ ઉત્પન્ન થાય છે. ઘર પરિવારમાં કોઈપણ પ્રકારના વાદ-વિવાદ ચાલતો રહે છે. જેના કારણે સંબંધોમાં ખટાશ ઉત્પન્ન થાય છે. જ્યારે અત્યારના જીવનમાં સમસ્યાઓ આવે છે ત્યારે તેનું જીવન નિરાશાજનક વ્યતીત થાય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશી મેળવવા માગતો હોય છે પરંતુ વ્યક્તિની ઈચ્છા થી કંઈ નથી થતું. જેમ જેમ સમય ચાલે છે તેની અનુસાર વ્યક્તિનો જીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે.

તમે તમારા જીવનની સમસ્યાને વાસ્તુ ટિપ્સ થી દૂર કરી શકો છો. વાસ્તુના અમુક એવા નિયમ છે જેનું તમે પાલન કરો તો તેનાથી તમારા જીવનમાં ખુશી ભરપૂર રહે છે. આજે તમને વાસ્તુ ટિપ્સ જણાવીશું, જેનો તમે ઉપયોગ કરશો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર રહેશે અને તમારા જીવનમાં શુભ પરિણામ જોવા મળશે.

  • જો તમારા ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માંગતા હોય તો તેમાં તમારા ઘરમાં અઠવાડિયામાં એક વખત ગુગળનો ધૂપ અવશ્ય કરવો તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

  • જો તમારા ઘરમાં સરસવના તેલનો દિવો પ્રગટાવી અને તેમાં લવિંગ નાખવા તેનાથી શુભ પરિણામ મળે છે.
  • ગુરુવારના દિવસે તુલસીના છોડમાં દુધ અર્પણ કરવું તેનાથી જીવનમાં અનેક સમસ્યાઓ દૂર થશે.
  • જો તમે તવા ઉપર રોટલી શેકતા પહેલા તેની ઉપર દૂધના થોડા છાંટા કરો છો તો તે શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત તમારા ઘરમાં બનતી પહેલી રોટલી ગાય માતાને ખવડાવો, તેનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • તમારા ઘરમાં મંદિરમાં રોજ પૂજાપાઠ કરી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે જે ફૂલ તમે પૂજા સમયે કરો છો તે ફૂલને ઘરમાં ન રાખવા. એટલે કે સૂકા ફૂલને ઘરમાં રાખવા નહીં.

  • તમારા ઘરમાં એ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરમાંથી પાણી ટપકવું ના જોઈએ. કેમ કે તેનાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં કોઈપણ નળમાં પાણી ટપકતું હોય તો નળ ખરાબ થઈ ગયો હોય તો તેને જલ્દી ઠીક કરી દેવો તે ખૂબ જ સારું રહેશે. તેનાથી તમારા જીવનમાં પૈસાની કમી નો સામનો નહીં કરવો પડે.
  • જો તમે આર્થિક સ્થિતિ સારી બનાવવા માગતા હોય તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે વાસ્તુની સાથે આ નિયમો જરૂરથી અપનાવવા. એવું માનવામાં આવે છે કે ઉત્તર કે પૂર્વ દિશામાં કરવામાં આવેલું જળની નિકાસ આર્થિક દૃષ્ટિએ શુભ હોય છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન રાખવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here