વર્ષ ૨૦૨૦માં બની જશો માલામાલ, બસ કરી દો લાલ પુસ્તકમાં બતાવેલ સરળ ઉપાય

0
206
views

નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષમાં તમારું ભાગ્ય ચમકતો રહે અને તમને ધનની પ્રાપ્તિ થાય તેના માટે નીચે દર્શાવેલ ઉપાયો કરો. લાલ પુસ્તકમાં બતાવવામાં આવેલ ઉપાયો અચૂક છે અને તેને કરવાથી નવા વર્ષમાં તમે માલામાલ બની જશો. જો કોઈ ગ્રહ તમારી અનુકૂળ નથી તો તમે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ગ્રહ શાંત થાય છે અને તમને ધનનો લાભ થાય છે.

  • સૂર્ય ગ્રહ જે લોકોની કુંડળીમાં સૂર્ય ગ્રહની દશા યોગ્ય નથી ચાલી રહી, તે લોકો તાંબાના સિક્કાને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરવાથી સૂર્ય ગ્રહ શુભ ફળ આપે છે.
  • ચંદ્ર ગ્રહ – ચંદ્ર ગ્રહને શાંત કરવા માટે દૂધની અંદર ચાંદીનો સિક્કો નાખી દો. ત્યારબાદ આ દૂધ કોઈ વૃક્ષના ચડાવી દો. આ ઉપાય કરવાથી ચંદ્ર ગ્રહના પ્રકોપ માંથી તમારી રક્ષા થશે.
  • મંગળ ગ્રહ – મંગળવારના દિવસે લાલ રંગની ચીજોનું ધ્યાન કરો અને હનુમાનજીને લાલ રંગનું સિંદૂર અર્પિત કરો.
  • બુધ ગ્રહ – બુધ ગ્રહને શાંત કરવા માટે લીલા રંગની ચીજોનું દાન કરો અને માથા પર લાલ રંગનું સિંદૂર લગાવો.

  • ગુરુ ગ્રહ – ગુરુવારના દિવસે પીળી દાળનું દાન કરો અને હળદરનું તિલક પોતાના માથા પર લગાવો. તે સિવાય કેળાના વૃક્ષની પૂજા કરો.
  • શુક્ર ગ્રહ – શુક્રવારના દિવસે દૂધ અને દહીં નું દાન કરો.
  • શનિ ગ્રહ – શનિ ગ્રહને શાંત કરવા માટે તેલનું દાન કરો અને કાળા કલરનો ધાબળો કોઇ ગરીબ વ્યક્તિને દાન આપો.
  • રાહુ ગ્રહ – આ ગ્રહને પોતાને અનુકુળ કરવા માટે વહેતા પાણીમાં લોખંડની વસ્તુ ને પ્રવાહિત કરો અને મૂળાનું દાન કરો.
  • કેતુ ગ્રહ – કેતુ ગ્રહના પ્રકોપથી બચવા માટે સફેદ તલ વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

અન્નદાન

માલામાલ બનવા માટે લાલ પુસ્તકમાં દર્શાવેલ આ ઉપાયોનો પ્રયોગ કરો. આ ઉપાય અંતર્ગત રાતે સુતા સમયે પોતાના તકિયા ની પાસે એક વાસણમાં જવ રાખી દો. સવારે આ જવને ગાયને ખવડાવી દો. આ સિવાય તમે જ્યારે પણ ભોજન કરો તો તે ભોજનમાંથી થોડો ભાગ કાગડા, કુતરા અને ગાયને ખવડાવો. આ બંને ઉપાય કરવાથી તમને થોડા સમયમાં માલામાલ બની જશો.

ગોળની રોટલી ખવડાવો

ગુરુવારના દિવસે ઘઉં ના લોટ અને ગોળની રોટલી બનાવો અને આ રોટલીને સાંજના સમયે ગાયને ખવડાવો. સતત ૩ ગુરૂવાર સુધી આ ઉપાય કરવાથી ગરીબી દૂર થશે અને તમને ધનલાભ થશે.

લાલ રંગનું કપડું રાખો

લાલ રંગના કપડામાં એક લવિંગ, એલચી અને હળદર બાંધી દો અને આ કપડાને તિજોરીમાં રાખી દો. આવું કરવાથી લક્ષ્મી માતાજીની કૃપા તમારા પર વરસવા લાગશે અને તમને ધનલાભ થશે.

પીપળાના વૃક્ષની પૂજા

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને ઘીનો દીવો કરો. આ સિવાય વૃક્ષના મૂળમાં દૂધ અર્પિત કરો. હકીકતમાં પીપળાના વૃક્ષમાં વિષ્ણુજી અને લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે અને આ ઉપાય કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here