અમ્પાયરો ની મોટી ભુલનાં કારણે સેમી ફાઇનલમાં રન આઉટ થયો ધોની

0
1042
views

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ના સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ એ ઇન્ડિયા અને ૧૮ રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ૨૩૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઇન્ડિયા ૨૨૧ રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. એક સમયે ઇન્ડિયા ૯૨ રનના સ્કોર પર પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સાતમી વિકેટની ભાગીદારી માટે એમએસ ધોની અને જાડેજા વચ્ચે ૧૧૬ રનની ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયાને ફરીથી મેચમાં જીવંત કર્યુ હતું.

જોકે ૪૮મી ઓવરમાં જાડેજા ૭૭ રનનાં વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા હતા અને ૪૯મી ઓવરમાં ધોની ૫૦ રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થઈ ગયા. વળી તમને જણાવી દઈએ કે ધોનીના આઉટ થવા પર એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ છે. જેના અનુસાર જે બોલ પર તે આઉટ થયા તે સમયે અમ્પાયરો થી એક મોટી ભૂલ થઈ હતી.

અમ્પાયરો થી થઇ મોટી ભૂલ?

૪૮ મી ઓવરમાં જ્યારે ધોની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ન્યૂઝીલેન્ડના 4 ખેલાડીઓની ૩૦ ગજ નાં સર્કલની અંદર હતા, પરંતુ ધોની જે બોલ પર રન આઉટ થયા તેના એક બોલ પહેલા ન્યૂઝીલેન્ડ દ્વારા ફિલ્ડિંગમાં બદલાવ કરવામાં આવ્યો અને ૩૦ ગજ નાં સર્કલ ની અંદર ફક્ત ત્રણ ખેલાડી જ રહી ગયા. જોકે કરવામાં આવેલ આ દાવાની કોઇ અધિકારીક પૃષ્ટિ નથી પરંતુ જે ફિલ્ડિંગનો ગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ છે તેના અનુસાર ૩૦ ગજના સર્કલની અંદર 3 જ ખેલાડી હતા.

જો આ વાત સાચી છે તો અમ્પાયરો થી મોટી ભૂલ થઈ ગઈ છે. જો અમ્પાયરોને આ વાતનું ધ્યાન હોત તો તે બોલ નો બૉલ ગણવામાં આવત અને ટીમ ઇન્ડિયાને ફ્રી હિટ મળી હોત. આવી પરિસ્થિતિમાં બની શકે છે કે ધોની તે બોલ પર બે રન લેવાનું જોખમ કરતા નહીં. જોકે એવું બન્યું નહીં અને ધોની દુર્ભાગ્યપૂર્ણ અંદાજ માં પોતાના ૫૦ રનનાં વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here