ટુથપેસ્ટમાં રહેલા કલર કોડ શું સુચવે છે? કલરકોડનું રહસ્ય જાણીને ચોંકી જશો

0
1955
views

બજારમાં ઘણા પ્રકારના ટુથપેસ્ટ મળી આવે છે જેના રંગબેરંગી કલર જોઈને ઘણા લોકો ખુબ જ આસાનીથી આકર્ષિત થઇ જાય છે. તેવામાં તમે ટૂથપેસ્ટ ખરીદતા સમયે એવું ક્યારેય વિચાર્યું છે કે ટૂથપેસ્ટ અને નીચેના ભાગમાં અલગ અલગ કલરની પટ્ટી શા માટે હોય છે? અથવા તો આ અલગ-અલગ કલરની પટ્ટી રાખવા પાછળનું કારણ શું હોય છે? મોટાભાગના લોકો તેને ટૂથપેસ્ટ અને આકર્ષિત કરવાની એક કળાના રૂપમાં જુએ છે. જો તમે પણ એવું જ વિચારું છું તો બિલકુલ ખોટી વાત છે.

બજારમાં મળતાં ટુથપેસ્ટ માં નીચેના ભાગે આવતી કાળા, લાલ, લીલા અને વાદળી રંગની પટ્ટી વિશે સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલે છે. આવી પોસ્ટમાં કહેવામાં આવે છે કે ટૂથપેસ્ટ ખરીદતા સમયે આ રંગની પટ્ટી ને જરૂરથી જોવાનું ન ભૂલવું કારણ કે આવું કરવાથી તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ રંગો વિશે શું માન્યતા રહેલ છે અને તેની હકીકત શું છે.

કાળો મતલબ સૌથી વધારે કેમિકલ

તમે ટૂથપેસ્ટ અને નીચેના ભાગમાં કાળા રંગની જો કોઈ પટ્ટી જોઇ છે તો તે ટૂથપેસ્ટ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. કારણકે કાળા રંગની પટ્ટી વાળા ટૂથપેસ્ટમાં કેમીકલની માત્રા સૌથી વધારે હોય છે.

લાલ રંગમાં ઓછું કેમિકલ

ટુથપેસ્ટ માં નીચેના ભાગમાં જો લાલ રંગનો પટ્ટી હોય તો તેનો મતલબ થાય છે કે તે કાળા રંગની પટ્ટી વાળા ટુથ પેસ્ટ કરતા થોડું વધારે સારું છે. મતલબ કે તેને બનાવવામાં પ્રાકૃતિક ચીજોની સાથોસાથ કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે.

વાદળી મતલબ પ્રાકૃતિક અને મેડિકેશન

જોધપુર ટેસ્ટમાં વાદળી રંગની પટ્ટી બનેલ હોય તો તે ટૂથપેસ્ટ તમારા માટે મોટાભાગે સુરક્ષિત છે. વાદળી રંગના પટ્ટી વાળા ટુથપેસ્ટ નો મતલબ છે કે તેમાં પ્રાકૃતિક તત્વોની સિવાય તેમાં મેડિકેશન પણ સામેલ છે.

લીલો રંગ સ્વાસ્થ્ય માટે સૌથી સારો

લીલા રંગની પટ્ટી પેસ્ટ સ્વાસ્થ્ય માટે સૌથી સારા માનવામાં આવે છે. લીલા રંગ વાળા માર્ક નો મતલબ છે કે અલ્પેશ બનાવવામાં ફક્ત પ્રાકૃતિક તત્વો નો જ ઉપયોગ કરવામાં આવેલ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ જ સુરક્ષિત છે.

હવે આ બધી ચર્ચાઓ તો સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલ છે પરંતુ હકીકત તેનાથી બિલકુલ અલગ છે. આ રંગ કોડ ની વાત બિલકુલ ખોટી છે કે ટુથપેસ્ટ માં દર્શાવેલ રંગો તેની કુદરતી અને કેમિકલ ઘટકો વિષેનો તફાવત દર્શાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વિશ્વની દરેક વસ્તુ ટેકનિકલ રીતે કેમિકલ જ છે. કુદરતી તત્વો પણ એક પ્રકારનું કેમિકલ જ છે.

હકીકતમાં તો ટૂથપેસ્ટ શેમાંથી બને છે તે બધી જ માહિતી ટૂથપેસ્ટ પર દર્શાવેલી હોય છે એટલા માટે આ કલર કોડ પર ધ્યાન ન આપો તો વધારે સારું રહેશે. હવે તમને પ્રશ્ન થશે કે તો પછી આ કલર કોડ શેના માટે છે? તો તમારા પ્રશ્નનો જવાબ આપી દઈએ કે આ કોડ ટૂથપેસ્ટના તળિયે એટલા માટે કરવામાં આવે છે કે જેથી ટુથપેસ્ટ તૈયાર કરવા માટે વપરાતી મશીન ને જાણ થાય કે ટૂથપેસ્ટની ટ્યૂબને કઈ જગ્યા પરથી કાપવાની છે અને તેને કઈ જગ્યા પર સીલ મારવાનું છે. ટુથપેસ્ટ શેમાથી બને છે એ જાણવા માટેનું સરળ રસ્તો એ છે કે તમને આ માહિતી સામાન્ય રીતે ટૂથપેસ્ટના પેકિંગ પર અથવા તો ટૂથપેસ્ટના બોક્સ પર મળી આવશે. દુર્ભાગ્ય આપણે ટુથપેસ્ટ ના તળિયા માં આવેલા કલર કોડ કશું જ જણાવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here