તો શું આ માટે થઈને ટોલ પ્લાઝા પર ૧૦ અને ૫ ના સિક્કા આપવામાં આવે છે !

0
96
views

તમે જોયું હશે કે ટોલ પ્લાઝા ઉપર પૈસા પાછા આપવાના સમયે કેશિયર દસ અને પાંચ રૂપિયાના સિક્કા જરૂર આપે છે. જેમાં દસ રૂપિયાના સિક્કા ની સંખ્યા વધુ હોય છે. તેના પાછળનું કારણ ગમે તે હોય પરંતુ હરિયાણા પોલીસે હમણાં નકલી સિક્કા બનાવવાની ફેક્ટરી પકડી છે સિક્કા બનાવવા વાળા અને બજારમાં વહેંચવા વાળા માણસો પણ પકડાઈ ગયા છે.

જાણકારી અનુસાર ફેક્ટરીમાં દસ અને પાંચ ના સિક્કા બનાવવામાં આવે છે. ફેક્ટરી ફરિદાબાદના બહાદુર ગઢમાં ચાલે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની સાથે એક મહિલાને પણ પકડવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે આ યુવતી તૈયાર સિક્કાનો માર્કેટિંગ કરે છે. યુવતીએ પંજાબ નેશનલ બેંક ના નામથી એક ફર્જી લેટરહેડ તૈયાર કર્યો છે. આ યુવતી જાતે સિક્કા ચલાવવા માટે બેંક દ્વારા નિયુક્ત કરી હોય તેવું બતાવવામાં આવ્યું છે. સિક્કા બનાવવા વાળા આ સિક્કાના પેકિંગ પછી તેની ઉપર ટકસાલની મોહર પણ લગાવતા હતા જેનાથી કોઈને શકના થાય.

ટોલ પ્લાઝા સોફ્ટ ટાર્ગેટ

આરોપી યુવતીના અનુસાર સિક્કા ચલાવવા માટે તેમનું ટોપ ટાર્ગેટ ટોલ પ્લાઝા હોય છે અહીં ખૂબ જ સરળતાથી ઘણા સિક્કા નીકળી જાય છે. તે ઉપરાંત બીજા શહેરમાં એવી મોટી દુકાનોની શોધ હોય છે કે જ્યાં ગ્રાહકોની ભીડ વધુ હોય.

વધુ કમિશન મેળવવાની લાલચ થી દરેક સિક્કા લેવા માટે તૈયાર થઈ જતું હતા. આરોપી 60 થી 70 રૂપિયામાં 100 રૂપિયાના સિક્કા આપતા હતા અને વધુ પૂછતાછમાં જણાતા હતા કે બેંક પાસે સિક્કા વધુ છે. અને ટાર્ગેટ ના હિસાબથી વેચવાના પણ છે તે માટે ઓફર ની સાથે વેચવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here