ટીમ ઈન્ડિયાનાં કોચ પદ માટે આ ૪ વ્યક્તિઓ વચ્ચે રહેશે હરીફાઈ, ૩૦ જુલાઇ આવેદન માટેની છેલ્લી તારીખ

0
281
views

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે ૩૦ જુલાઇ સુધી આવેદન મંગાવેલ છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રી નો કાર્યકાળ વર્લ્ડકપ બાદ સમાપ્ત થઈ ગયેલ હતો. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સુધી તેમનો કાર્યકાળ વધારવામાં આવેલ છે. રવિ શાસ્ત્રીએ આવેદન કરવાનું રહેશે નહીં, તેઓ સીધા ઇન્ટરવ્યુ જ આપશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિ શાસ્ત્રી સાથે ટીમ ઇન્ડિયાના કોચની રેસમાં ગેરી કર્સ્ટન, મહેલા જયવર્દને, ટોમ મુડી અને વિરેન્દ્ર સહેવાગ પણ છે. ગેરી કર્સ્ટનની કોચિંગમાં ભારતીય ટીમ ૨૦૧૧ માં વર્લ્ડકપ જીતી હતી. મહિલા જયવર્દનેની કોચિંગ માં મુંબઇ ઇન્ડિયન્સ બે વખત અને ટોમ મુડી સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ એક વખત આઈપીએલ ચેમ્પિયન બનેલ છે.

મહેલા જયવર્દને

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ હજારથી પણ વધારે રન બનાવી ચૂકેલા જયવર્દને શ્રીલંકાની ટીમના કેપ્ટન હતા. તેઓ ૨૦૧૫ માં ઇંગ્લેન્ડની ટીમના બેટિંગ સલાહકાર હતા. ત્યારબાદ ૨૦૧૭ માં તેઓને મુંબઈ ઈન્ડિયન્સના કોચ બનાવવામાં આવેલ. તેમની સાથે ટીમ ૨૦૧૭ અને ૨૦૧૯ માં ચેમ્પિયન બની. જયવર્દને ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી કિંગ્સ ઇલેવન પંજાબ, ૨૦૧૧ માં કોચી ટસ્કર્સ કેરલા અને ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી દિલ્હી ડેરડેવિલ્સ માટે આઈપીએલમાં રમેલ હતાં.

ગેરી કર્સ્ટન

બ્રેક ચેપલની કોચિંગમાં ૨૦૦૭ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ૨૦૦૮ માં ગેરી કર્સ્ટને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવામાં આવેલ હતા. તેઓએ ૨૦૦૮ થી ૨૦૧૧ સુધી ટીમને કોચિંગ આપેલ હતું. પારિવારિક કારણોને લીધે તેઓએ પોતાનો કરાર આગળ વધારે ન હતો. ભારત બાદ તેઓએ બે વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા ટીમને કોચિંગ આપેલ હતું. ત્યારબાદ ૨૦૧૪ થી ૨૦૧૫ સુધી દિલ્હી ડેરડેવિલ્સના કોચ રહેલ હતા. તેઓ 2018 થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ છે. હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે પણ ગેરી કર્સ્ટન નું નામ સામે આવેલ હતું.

ટોમ મુડી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મુડી ૨૦૦૫ માં જોન રાઈટ બાદ ભારતીય ટીમના કોચ બનવા ના દાવેદાર હતા, પરંતુ ગ્રેગ ચેપલને આ જવાબદારી આપવામાં આવી. ત્યારબાદ ટોમ મુડી શ્રીલંકા ટીમના કોચ બન્યા. તેમની કોચિંગમાં શ્રીલંકા ૨૦૦૭ વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચી. તેઓએ ૨૦૦૭ માં બિગ બૈશમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને કોચિંગ આપેલ હતી. ત્યારબાદ આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ના પણ કોચ રહેલ છે. તેમની કોચિંગ માં જ સનરાઇઝર્સ ની ટીમ 2016માં ચેમ્પિયન બની હતી. તેઓને હાલમાં જ સનરાઇઝર્સ ના કોચ પદેથી હટાવવામાં આવેલ છે.

વીરેન્દ્ર સેહવાગ

અનિલ કુંબલેએ જ્યારે ૨૦૧૭ માં કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારે સહેવાગ તેના મુખ્ય દાવેદાર માનવામાં આવતા હતા. ઇલેક્શન દરમિયાન સેહવાગની કેઝ્યુઅલ અપ્રોચ ને ધ્યાનમાં રાખીને ક્રિકેટ એડવાઇઝરી કમિટિએ તેઓને કોચ બનાવેલ ન હતા. સેહવાગ ૨૦૧૬ માં કિંગ્સ ઇલેવન પંજાબ ના મેન્ટર હતા. તેઓએ ૩૦ થી વધારે ટેસ્ટ અને ૫૦ થી વધારે વન-ડે રમેલ છે પરંતુ તેમની પાસે કોચિંગ નું કોઈ સર્ટિફિકેટ નથી. કોચ પદ માટે બીસીસીઆઇ દ્વારા બે વર્ષનો અનુભવ માંગવામાં આવેલ છે.

રવિ શાસ્ત્રીની કોચિંગમાં ભારતીય ટીમ ૪ માંથી 3 મોટી ટૂર્નામેન્ટ હારી

૫૭ રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીની પસંદ હતા. રવિ શાસ્ત્રીને કોચ તરીકે પોતાને સાબિત કરવા માટે ૪ મોટા અવસર મળેલ હતા. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ અને પછી વર્લ્ડકપ, પરંતુ આ ૪ માંથી ૩ માં તેઓ અસફળ રહેલ હતા. ટીમ ઈંડિયા દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી શકેલ ન હતી. પાછલા દિવસોમાં પૂર્ણ થયેલ વર્લ્ડ કપ ના ફાઇનલમાં પણ ટીમ જગ્યા બનાવી શકેલ ન હતી. તેમની એક મોટી ઉપલબ્ધિ ઓસ્ટ્રેલિયામાં તેમને પ્રથમ વખત ટેસ્ટ સીરીઝમાં જીત અપાવવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here