ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસ શું છે? જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે

0
1809
views

કોરોના વાયરસ ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના બે સંદિગ્ધ મામલા સામે આવ્યા છે. બંને સંદિગ્ધને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસથી ચીનમાં ૨૬ લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે ૮૩૦ લોકો સંક્રમિત છે. તો ચાલો આપણે જાણીએ કે કોરોના વાયરસ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

હકીકતમાં ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, મુંબઈ અને કલકત્તા એરપોર્ટ પર ચીનથી આવનાર આંતરરાષ્ટ્રીય પર્યટકોની સાવચેતી માટે થર્મલ સ્કેનર દ્વારા તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સંબંધમાં વિમાનોમાં પણ ઘોષણા કરવામાં આવી રહી છે. ચીન જતા લોકો તથા ત્યાંથી આવનારા યાત્રિકો માટે સૂચના જાહેર કરવામાં આવી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા પર જલ્દી નિર્ણય લેવામાં આવશે. કારણ કે આ પ્રકારની જાહેરાત થવા પર કોરોના વાઈરસના પ્રકોપમાં થી બચવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો ઝડપી બનશે.

કોરોના વાયરસ શું છે

કોરોના એક વાયરસનો પ્રકાર છે. આ વાઇરસ ઊંટ, બિલાડી અને ચામાચીડિયા સહિત ઘણા પશુમાં પ્રવેશ કરી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ સી-ફૂડ સાથે જોડાયેલ છે.

તેના લક્ષણો શું છે

કોરોના વાઈરસના દર્દીને તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા શરૂઆતી લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ આ લક્ષણો ન્યુમોનિયામાં બદલી જાય છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે. ફેફસામાં ગંભીર પ્રકારનું સંક્રમણ થઈ જાય છે.

હજુ સુધી આ વાયરસ સાથે લડવા માટે કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી.પરંતુ તેના લક્ષણોના આધાર પર જ ચિકિત્સકો તેના ઈલાજ માટે અન્ય જરૂરી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે હવે તેની દવા પણ શોધવામાં આવી રહી છે.

તેનાથી બચવાના ઉપાય

  • પોતાના હાથ સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલ યુક્ત હેન્ડ રબ થી સાફ કરો.
  • ઉધરસ ખાતા સમયે અથવા છીંક આવે ત્યારે ટિસ્યુ અથવા રૂમાલથી મોઢાને ઢાંકો.
  • જેમને શરદી અથવા ફ્લુ જેવા લક્ષણો હોય તેમની સાથે સંપર્ક બનાવવાથી બચવું.
  • તે સિવાય ખોરાકને સારી રીતે પકાવવો, મટન અને ઈંડાને પણ પકાવીને ખાવા. જાનવરોના સંપર્કમાં પણ ઓછું રહેવું.

એક રિપોર્ટ અનુસાર જર્મનીના અમુક વૈજ્ઞાનિકોએ તેની વેક્સિન બનાવવા માટેના ફોર્મ્યુલાનું પહેલું ચરણ પાર કરી દીધું છે. ખૂબ જ જલ્દી તેની અધિકારીક દવાનું એલાન પણ કરવામાં આવી શકે છે. ભારતના સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદને જણાવ્યું હતું કે ડબલ્યુએચઓ ના પરામર્શ અનુસાર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વાઇરસનું મનુષ્ય થી મનુષ્ય પર સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછું છે. એટલા માટે સીમિત મનુષ્યથી મનુષ્ય સંક્રમણના તથ્યોને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here