સ્વસ્થ રહેવું હોય તો નવા વર્ષમાં એકદમ છોડી દો જંક ફૂડ (ફાસ્ટ ફૂડ), જાણો કેવી રીતે આપે છે તમને ગંભીર બીમારીઓ

0
294
views

જો તમે નવા વર્ષમાં સ્વસ્થ રહેવા નો સંકલ્પ લઇ રહ્યા છો તો સૌથી પહેલા જંક ફૂડ ખાવાનું છોડી દો. નવા વર્ષમાં તેણે પોતાની જીવનશૈલીમાં બદલાવ કરતા સૌથી પહેલા બહારનું ખાવાનું છોડી દો જેથી તમને પેટ અને અન્ય પ્રકારની સમસ્યાઓ ના થાય. જંક ફૂડ તમને અનેક પ્રકારથી બીમાર કરે છે, કારણ કે તેનાથી ચરબી વધે છે અને સાથોસાથ ટ્રાન્સફેટ વધારે થવાને કારણે તમને હૃદયની બીમારી પણ થઈ શકે છે.

જંક ફૂડ ખાવાને કારણે તમે સ્થૂળતાનો શિકાર થઈ શકો છો. ફક્ત એટલું જ નહીં પરંતુ ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જંકફૂડ ખાવાને કારણે ડાયાબિટીસની બીમારી પણ થાય છે. આ સિવાય જંકફૂડ ખાવાથી શરીરમાં વિટામિનની કમી પણ થવા લાગે છે અને સાથોસાથ દાંત અને લિવર પણ ખરાબ થવા લાગે છે. જંક ફૂડ પાચનક્રિયાને ખરાબ કરે છે અને તમને પેટ સંબંધિત રોગો જેવાકે ગેસ અને કબજિયાત થઈ શકે છે. એટલા માટે નવા વર્ષમાં પીઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાય તથા અન્ય પ્રકારના જંક ફૂડ ખાવાનું છોડી દો.

જંકફૂડ ખાવાથી કમજોર થાય છે મગજ

વધારે જંકફૂડ ખાવાવાળા આ વાત સાંભળીને પોતાની જ ફૂડ ખાવાની આદત બદલી લે. હકીકતમાં જંક ફૂડ તમારા મગજની કાર્યક્ષમતાને કમજોર બનાવે છે અને અલ્ઝાઇમર ની બીમારી થઇ શકે છે. એક શોધમાં આ જાણકારી આપવામાં આવેલ છે. આ શોધમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ જંકફૂડ ખાય છે તેમના મગજ પર તેની નકારાત્મક અસર પડે છે.

મસ્તિષ્ક ની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. એટલે સુધી કે તમારી યાદશક્તિ પણ કમજોર બની શકે છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર નિકોલસ ચેરૂબીન નું કહેવું છે કે શોધમાં સાબિત થઈ ચૂક્યું છે કે ફાસ્ટફુડ ખાવાવાળા લોકોને ટાઇપ-૨ ડાયાબિટીસ થઈ શકે છે અને તેમના મસ્તકની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. આવા લોકો ડિમેન્શિયાનો શિકાર થઇ શકે છે.

જંક ફૂડ તમારા શુક્રાણુઓને સંખ્યાને પણ ઓછી બનાવી શકે છે અને સંતાન પેદા કરવામાં તમને પરેશાની થઇ શકે છે. આ વાત થોડા સમય પહેલાં જ એક શોધમાં કહેવામાં આવી હતી. આ શોધમાં કહેવામાં આવ્યું હતું કે પીઝા, બર્ગર અને હાઈ એનર્જી ડ્રિંક્સ પીવાવાળા લોકોના શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે. જંક ફૂડ પુરુષોના ટેસ્ટીકલ ફંકશન ને પ્રભાવિત કરે છે.

તમને જણાવી દઈએ કે જંક ફૂડમાં સ્વાદ લાવવા માટે ઘણી કૃત્રિમ સામગ્રીઓ નાખવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જંકફૂડ ખાવાથી તમને તણાવ થઈ શકે છે અને ગેસ તથા પાચન સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ જો જંકફૂડ ખાય છે તો બાળકના વિકાસમાં પણ અવરોધ ઊભો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here