સુતા સમયે મોઢામાંથી શા માટે નીકળે છે લાળ? જાણો તેને રોકવા માટેના સચોટ ઉપાય

0
2865
views

ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે રાત્રે સૂતા સમયે મોઢામાંથી લાળ શા માટે પડે છે? તેના પર ડોક્ટરોનું કહેવું છે કે લાળ વહેવાની સમસ્યાને Sialorrhea કહે છે, જે મુખ્ય રૂપથી બાળકોમાં હોય છે જેઓને દાંત આવી રહ્યા છે. આ સિવાય આ સમસ્યા તે બાળકોમાં પણ હોય છે જેઓ ના સ્નાયુઓ અને તંત્રિકા સંબંધિત કોઇ પરેશાની હોય. સુતા સમયે શા માટે મોઢામાંથી લાળ પડે છે? તો જાણી લો તે થવાના કારણો અને તેને રોકવાના ઉપાયો.

સુતા સમયે મોઢામાંથી લાળ શા માટે પડે છે?

શરીરમાં લાળ બનાવતા ઘણા ગ્લેડ્સ મળી આવે છે અને જાગતા સમયની તુલનામાં સૂતા સમયે આ ગ્લેડ્સ વધારે લાળ બનાવે છે. જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે લાળ વહેતી નથી કારણ કે આપણે તેને ગળી જઈએ છીએ. પરંતુ સૂતા સમયે જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે શરીરના બધા જ અંગો આરામની અવસ્થામાં હોય છે અને આપણી ઇન્દ્રિયો લાળ ગળવાનું ભુલી જાય છે, જેને કારણે મોઢામાંથી લાળ વહેવા લાગે છે.

જ્યારે આપણે પડખું ફરીને શોધતા હોઈએ છીએ ત્યારે અથવા તો પેટ ઉપર સૂતા હોઈએ છીએ ત્યારે લાળ વધુ પ્રમાણમાં વહે છે. સીધા સુતા હોઈએ ત્યારે લાળ બહુ ઓછી માત્રામાં વહે છે. કારણકે સીધા સુતા હોવાના કારણે લાળ પોતાની જાતે જ ગળાની નીચે ઉતરી જાય છે. જ્યારે પડખું ફરીને સુતા હોય અથવા ઊંધા સુતા હોઈએ ત્યારે આવું થઈ શકતું નથી.

સુતા સમયે લાળ વહેવાના ઘણાં કારણોમાંનું એક કારણ એ પણ છે કે આપણે ઘણી વખત એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેના લીધે એલર્જી થઇ જાય છે અથવા તો અમુક એવી દવાઓ પણ કોઈ છે જેના લીધે મોઢામાં લાળનું નિર્માણ થાય છે. જેના કારણે સૂતા સમયે મોઢામાંથી લાળ પડવા લાગે છે અને આપણે ઇચ્છવા છતાં પણ કંઈ કરી શકતા નથી.

ઘણા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સંશોધનોમાં મળી આવ્યું છે કે પેટમાં એસિડિટી અથવા પેટ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓથી પણ મોઢામાં લાળનું નિર્માણ થાય છે. હવે આ લાળ જાગતા સમયે ઓછી અને સૂતા સમયે મોઢામાંથી વધારે નીકળે છે, જેના પર આપણો કોઈ કન્ટ્રોલ હોતો નથી.

સાઇનસ એક પ્રકારની શ્વાસ સંબંધી બીમારી હોય છે જે ઉપરની શ્વાસ નળીઓમાં મળી આવે છે. જેના લીધે વ્યક્તિને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. આ બીમારી હોવાને કારણે વ્યક્તિના મોઢામાંથી સૂતા સમયે લાળ નીકળે છે. કારણ કે આ દરમિયાન શ્વાસ લેવાના કારણે લાળ જમા થવા લાગે છે અને સૂતા સમયે તે વહેવા લાગે છે. આ સિવાય શરદી હોવા પર નાક બંધ થવાને કારણે જ્યારે આપણે મોઢાથી શ્વાસ લઈએ છીએ તો મોઢામાંથી લાળ વહેવા લાગે છે.

સુતા સમયે મોઢા માંથી પડતી લાળને રોકવાના ઉપાય

  • જો કોઈ વ્યક્તિને મોઢામાંથી સૂતા સમયે લાળ વહેતી હોય તો તેણે લાંબા સમયે પચતો ખોરાક લેવાનું બંધ કરવું જોઈએ, જેનાથી તેમનું પેટ સાફ રહે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તેઓએ દરરોજ બે થી ત્રણ તુલસીના પાનને ચાવીને પાણી પીવું જોઈએ.
  • સુતા સમયે લાળ વહેવાની સમસ્યાને રોકવા માટે તમારે પાણીમાં ફટકડી મિક્સ કરીને કોગળા કરવા જોઇએ. આવું કરવાથી તમને આ સમસ્યામાંથી છુટકારો મળી જશે.
  • લાળ વહેવાની સમસ્યા થવા પર તજ વાળી ચા પીવાથી પણ છુટકારો મળી શકે છે. તે સિવાય તજને પાણીમાં મિક્સ કરીને સારી રીતે ઉકાળી લેવા અને પછી ગાળીને તેને મધમાં નાખીને પી લેવું.

  • સુતા સમયે મોઢામાંથી લાળ પડવાની સમસ્યા થવા પર ભોજન લીધા બાદ તુરંત બાદ નવશેકા પાણીમાં આમળાનો પાવડર મિક્સ કરીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે અને લાળ પડવાની સમસ્યા દૂર થાય છે.
  • લાળ પડવાની સમસ્યા દૂર કરવા માટે ૫૦૦ મી.લી. પાણીમાં ૧૨૫ ગ્રામ સોડિયમ ટેટ્રાબોરેટ નાખીને કોગળા કરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here