સુશાંતસિંહ રાજપૂતના નામ પર ફિલ્મ બનાવવાની તૈયારી : બોલીવુડ પ્રોડ્યુસરે પટનામાં કરી જાહેરાત

0
959
views

બિહારી બોયના નામથી મશહૂર બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ જ્યારે આખું બિહાર ગુસ્સે છે ત્યાં જ હવે ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા બોલીવુડની આ ચમકતી દુનિયાનું સત્ય બતાવવા માટે એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. આ ફિલ્મનું નામ સુશાંત હશે. આ ફિલ્મ સુશાંતના નામ પર જરૂર બની રહી છે પરંતુ સુશાંતસિંહ રાજપૂતની બાયોપિક નહિ હોય. આ ફિલ્મ તે તમામ લોકોની કહાનીઓ પર આધારિત હશે જેમને બોલીવુડમાં પરેશાનીના કારણે ખોટા પગલાં ભરવા પડ્યા છે.

ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા આ પહેલા પણ સંવેદનશીલ વિષયો પર ફિલ્મ બનાવી ચૂકયા છે. ફિલ્મની શૂટિંગ મુંબઈ અને બિહારમાં થશે. મુંબઈથી પટના સુશાંતના પરિવારને મળવા પહોંચેલ સનોજ મિશ્રા એ તેમના ઘરે જઈને તેમના પિતાનું દુઃખ શેર કર્યું હતું અને તેમને દિલાસો આપ્યો હતો. ફિલ્મને લઈને સનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે બોલીવુડના સુપ્રસિદ્ધ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું આવી રીતે દુનિયાને છોડીને ચાલ્યું જવું પૂરા દેશ માટે દુખદ છે.

સનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, બોલીવુડમાં ભાઈ ભત્રીજા વિવાદ અને પરદાની આગળની ચમકતી દુનિયાની પાછળના અંધારામાં ના જાણે કેટલા સુશાંતસિંહ રાજપૂત રોજ આત્મહત્યાના શિકાર બનતા હોય છે. કારણકે તે લોકો મોટા સ્ટાર કે સેલિબ્રિટી નથી હોતાં. જેને લીધે લોકો તેમની કહાનીઓ નથી જાણી શકતાં. તેમણે કહ્યું કે, સુશાંતસિંહ બોલીવુડ સિતારાઓમાં ખૂબ જ ઝડપી આગળ જવાની હોડની ખૂબ જ નજીક હતો. પરંતુ અચાનક જ તેમનું આત્મહત્યા કરી લેવું તે ખૂબ જ દુઃખદ બાબત છે. તેમની પાછળ જે કારણ છે અને બોલીવુડની જે જૂની પરંપરા છે. જેને માફિયા બહારના દેશોથી ચલાવે છે. તેવા લોકોના સંગઠન અને ગેંગનો પર્દાફાશ કરવા માટે “સુશાંત” ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે તે આ ફિલ્મ એટલા માટે બનાવવા માંગે છે કે તે ચહેરાઓ ખુલ્લા થઈ શકે જે પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તે લોકો તેમના અધિકાર માટે સતામણી કરે છે. સનોજે જણાવ્યું કે આ ફિલ્મ નવા લોકોની મુશ્કેલીઓ પર આધારિત હશે. ફિલ્મના કલાકારોની પસંદગી ઝડપથી થઇ રહી છે. સનોજ મિશ્રા એ જણાવ્યું કે અત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જ કોરોનાની મહામારી ના લીધે મુંબઈથી પાછા ફર્યા છે. તેવામાં આ સુંદર મોકો છે કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સિનેમા ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here