સુર્ય કરશે રાશિ પરીવર્તન, આ પાંચ રાશીઓનો થશે ભાગ્યોદય, ધન-સંપતિમાં થશે વધારો

0
629
views

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં નિરંતર બદલાવ થતા હોય છે. જેના કારણે મનુષ્યના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. બધા ગ્રહોમાં સૂર્ય દેવને રાજા માનવામાં આવે છે અને તેમને પંચદેવ પણ કહેવામાં આવે છે. કળિયુગમાં દ્રશ્ય દેવના રૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ ના સૂર્ય પોતાની રાશિમાં પરિવર્તન કરવાના છે. તે કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ૧૭ નવેમ્બર 2019 સુધી આ રાશિમાં રહેશે.

સૂર્યના આ પરિવર્તનને લીધે ૧૨ રાશિ પર કંઈક ને કંઈક પ્રભાવ જરૂર થી પડશે. સૂર્યનું પરિવર્તન તમારા જીવન પર કેવી અસર કરશે? આજે તમને રાશિ અનુસાર તેની જાણકારી આપીશું. સૂર્યની રાશિ પરિવર્તનના કારણે કઈ રાશિને મળશે સુખ તે આ લેખમાં તમને જણાવીશું.

મેષ

મેષ રાશિવાળા લોકોની રાશિમાં સૂર્ય સપ્તમ ભાવમાં રહેશે. જેના કારણે આ રાશિવાળા લોકોને સારું ફળ મળી શકે છે. જે લોકો અવિવાહિત છે તેમને વિવાહ નો સારો યોગ છે. વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં આ રાશિના લોકો પોતાની અલગ ઓળખાણ બનાવવામાં સફળ થશે. ભાગીદારીમાં કરેલો કારોબાર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘર પરિવારનું વાતાવરણ સારું રહેશે અને જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓનું સમાધાન થશે.

મિથુન

મિથુન રાશિવાળા લોકોની રાશિમાં સૂર્યદેવ પંચમ ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમને શુભ પરિણામ મળશે. ઘર-પરિવારમાં ખુશાલી બની રહેશે. જીવનસાથીનો સાથ તમને સારો સમય પસાર કરી શકશો. કોઈ વિશેષ વ્યક્તિ નો સહયોગ થી તમે તમારા કરિયરમાં આગળ વધી શકશો. પ્રેમ સંબંધો મજબૂત થશે શેરમાર્કેટ થી જોડાયેલા લોકોને સારો લાભ મળશે. કાર્યસ્થળમાં તમને ઉચ્ચ પદ મળશે. તમારા કામકાજની લોકો પ્રશંસા કરશે અને કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કર્ક

કર્ક રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય ચતુર્થ ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમને સુખ પ્રાપ્તિ થશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. સંપત્તિના કાર્યોમાં સારો ફાયદો મળશે. તમે દરેક કાર્ય બુદ્ધિમાન સાથે કરી શકશો. જુનુ કરેલ રોકાણનો સારું ફળ મળશે. તમે કોઈ સારી લાભદાયક યાત્રા પર જઈ શકો છો. તમારું સામાન્ય જીવન સારું રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધાર ના યોગ બની રહેશે. ભાઈ બહેન સાથે ચાલતા મતભેદ દૂર થશે અને તમે આર્થિક પક્ષ મજબૂત રહેશે.

ધન

ધન રાશિવાળા લોકોની રાશિમાં સૂર્ય એકાદશ ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને તમારા કામકાજમાં સારું ફળ મળશે. તમે વિચારેલા દરેક કાર્ય પૂરા થશે. સામાજિક ક્ષેત્રોમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે. તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારી તમને પૂરો સહયોગ આપશે. અચાનક તમને આમદની નો સ્ત્રોત પ્રાપ્ત થશે.

કુંભ

કુંભ રાશિ વાળા લોકોની કુંડળીમાં સૂર્ય દેવ નવમા ભાવમાં ગોચર કરશે. તેના કારણે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. કોઈ લાંબી યાત્રા દરમિયાન તમને ફાયદો મળશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. કાર્યક્ષેત્રમાં ચાલતી દરેક સમસ્યા દૂર થશે અને ધનનું રોકાણ કરવામાં સફળ થશો. ઘરનું વાતાવરણ સારું વ્યતીત થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here