સ્ત્રીઓ નવરાત્રીના દિવસોમાં ના કરે આ કામ નહિતર તેના લીધે માતાજી થઈ શકે છે નારાજ

0
556
views

નવરાત્રિના શુભ દિવસો ખૂબ જ જલ્દી આરામ થવાના છે. આ વર્ષે નવરાત્રીનો પર્વ 29 સપ્ટેમ્બર 2019 અને રવિવારના દિવસે આરંભ થશે. આ દિવસોની અંદર લોકો પોતાના ઘરમાં કળશની સ્થાપના કરે છે અને નવ દિવસ સુધી માતાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રિના દિવસોમાં માતાની પૂજાની પુરી વિધિ-વિધાન સાથે શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. નવરાત્રી નો સમય સકારાત્મક અને ઊર્જાથી ભરપૂર રહે છે. માતાજીની પૂજાને લઈને નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જો તમે માતાજીની પૂજા કરી કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય તો નવરાત્રિના નવ દિવસોમાં અમુક ખાસ નિયમો બતાવવામાં આવ્યા છે.

વિશેષ રૂપમાં મહિલાઓએ આ દિવસોમાં ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે જો તમે આ નિયમોનું પાલન નથી કરતાં તો તેના લીધે તમારા જીવનમાં વિપરીત પ્રભાવ પડી શકે છે અર્થાત્ તમારા જીવનમાં પરેશાની ઉત્પન્ન થઇ શકે છે આ ખાસ નિયમો કયા છે તેના વિશે આજે તમને જણાવીશું.

મહિલાઓએ નવરાત્રીના દિવસોમાં કયા કામથી બચવું રહેશે

  • સૌથી પહેલી અને જરૂરી વાત આ ધ્યાનમાં રાખો કે તમે તમારા ઘરમાં નવરાત્રીના દિવસોમાં કળશની સ્થાપના કરો છો તો ત્યારબાદ તમારા ઘરને ક્યારેય ખાલી ના રાખવો. જો તમે કંઈપણ બહાર જઈ રહ્યા હોય તો ઘરનું કોઈપણ એક સદસ્ય ઘરમાં હોવું જરૂરી છે.
  • નવરાત્રિના નવ દિવસોમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેથી આ નવ દિવસોમાં સાફ મનથી અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું. નવરાત્રિ નવ દિવસોમાં માંસાહારી ભોજન લસણ અને પ્યાજ નું સેવન ભૂલથી પણ ના કરવું.
  • વિષ્ણુપુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવરાત્રીના દિવસોમાં જે લોકો વ્રત રાખે છે તે લોકોને દિવસના સમયે બિલકુલ સૂવું જોઈએ નહીં.
  • જો નવરાત્રીના દિવસોમાં મહિલાઓ માસિક ધર્મ હોય તો તે સમય દરમિયાન મહિલાઓ એ માતાજીની પૂજા ના કરવી માન્યતા અનુસાર સ્ત્રીઓને માસિક ધર્મના સાત દિવસ સુધી પૂજા કરવી જોઈએ નહીં.

નવરાત્રીના દિવસોમાં આ કામ કરવું

  • જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું હોય તો તમે વ્રતમાં કટ્ટુ નો લોટ, શિંગોડાનો, લોટ સાબુદાણા સેંધા મીઠું બટાકા અને મેવાનું સેવન કરી શકો છો.
  • માતાજીના જાપ માટે તુલસી, ચંદન અને રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો.
  • જો તમે નવ દેવીઓ અનુસાર તેમને ભોગ અર્પિત કરો છો તો તેમને પોતાનું ફુલ પણ ચઢાવવું. તેનાથી માતાજી તમારા પર પ્રસન્ન રહેશે અને તેમનો આશીર્વાદ તમારી ઉપર હંમેશા બની રહેશે.

અહીં જણાવેલા નવરાત્રીના અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે એવું ઇચ્છતા હોય કે તમારી પૂજા થી માતાની પ્રસન્ન થાય અને તેનું સારું ફળ તમને મળે તો આ વાતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. તેનાથી માતારાની તમારી પૂજાથી ખુશ થશે અને તમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે જેનાથી તમારું જીવન ખુશાલ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here