સીમકાર્ડનો એક ખુણો શા માટે કપાયેલો હોય છે? કારણ જરૂર જાણવું જોઈએ

0
1418
views

સીમકાર્ડ નો એક ભાગ કેમ કપાયેલો હોય છે આજે દેશ-દુનિયામાં મોબાઈલનો ઉપયોગ કરવા વાળાની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહી છે તેમ આજના સમયે મોબાઈલથી પૂરી દુનિયા કનેક્ટ થઈ ગઈ છે અને બીજી બાજુ આજ મોબાઈલ ના લીધે પર્યાવરણ ને ઘણું નુકસાન થાય છે. તો દરેક ચીજ ના બે ભાગ હોય છે જેમાં એક સારું તો બીજો ખરાબ હોય છે. મોબાઇલમાં સીમ લગાવતા સમયે તમારા મનમાં વિચાર જરૂરથી આવતું હશે અને હા તમે ઘણીવાર જાણવાના પ્રયત્નો પણ કર્યા હશે કે આ સીમ નો એક ભાગ કેમ કપાયેલો હોય છે? તેની પાછળ શું કારણ હોય છે ?

Image result for sim card

સીમકાર્ડ નો એક ભાગ કેમ કપાયેલો હોય છે

જ્યારે મોબાઈલ નો આવિષ્કાર થયો ત્યારે સીમકાર્ડ નો પ્રયોગ ચીપ દ્વારા થતો હતો એટલે કે સીમકાર્ડ અને મોબાઇલ માંથી ન કાઢી શકાતું ન હતું. વર્ષ 1991માં યુરોપિયન ટેલિકોમ કોમ્યુનિકેશન તેનો પહેલો ફોન રજૂ કર્યો ત્યારે તેમાં સીમકાર્ડ એક-ચીપ ના રીતે પ્રયોગ થતો હતો. તમને ખબર જ હશે કે ભારતીય રિલાયન્સ કંપની પોતાના શરૂઆતના દિવસોમાં  રીમ વાળા મોબાઈલ રજૂ કર્યા હતા જેમાં સીમકાર્ડ ને કાઢી શકાતું નહોતું. રીલાયન્સ આ રીમ વાળા મોબાઇલ તે સમયે ખૂબ જ લોકપ્રિય થયા હતા પરંતુ જેમ જેમ ટેક્નોલોજીમાં વિકાસ થયો તેની સાથે મોબાઈલ અને સીમમાં પણ જરૂરિયાત ની જેમ ઘણા પરિવર્તન કર્યા.

શરૂઆતમાં આપણે રીમવાળા મોબાઈલ યુઝ કરતા હતા પરંતુ હવે આપણે ટચ સ્ક્રીન વાળા મોબાઈલ યુઝ કરીએ છીએ જેમાં સીમ ને લગાવી અને કાઢી પણ શકાય છે. જ્યારે શરૂઆતના સમયે જરૂરત ને જોઈને મોબાઈલમાંથી સીમ ને અલગ કર્યું ત્યારે સીમ નો આકાર ચારેબાજુથી એકસરખો હતો. પરંતુ સીમના એક પ્રકારના આકારના લીધે ઘણી સમસ્યા જોવા મળતી હતી જેમકે એકસરખા આકારવાળા ના લીધે તે ખબર નહોતી પડતી કે સીમ સરખી સ્થિતિમાં છે કે નથી.

તે ઉપરાંત ઘણી વાર સીન અવળી રીતે લઈ જવાની પણ સમસ્યા જોવા મળતી હતી. તો આ જ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને સીમ કંપનીએ સીમ ના નવા ડિઝાઇન તૈયાર કર્યા. જેમાં આજનું સીમ પણ સમાવેશ છે. આજે આપણે જે સિમ નો ઉપયોગ કરીએ છીએ તેનો એક ખુણો કપાયેલો છે. તેની આ ડિઝાઇન એ અનેક પ્રકારની સમસ્યાઓનો હલ કરી દીધો છે. સીમકાર્ડ નો એક ખુણો કપાયેલો હોવાથી આપણે સીમકાર્ડ ને સાચી સ્થિતિમાં અને એકદમ ઓછા સમયમાં લગાવી શકીએ છીએ.

સીમના ઉંધા લાગવાની સમસ્યા થી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીએ સીમકાર્ડ નો એક ભાગ કાપી નાખ્યો હતો જે અત્યાર સુધી ચાલુ છે. તો આજે તમે જાણી લીધું હશે કે સીમકાર્ડ નો એક ખૂણો કેમ કપાયેલો હોય છે. પહેલાની તુલનામાં હાલ સીમકાર્ડ ની સાઇઝ ખૂબ જ નાની કરી દેવામાં આવી છે જેને આપણે માઈક્રો સીમ પણ કહીએ છીએ. આજના વધુ 4G મોબાઈલ માં માઈક્રો સીમ નો જ ઉપયોગ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here