શુ તમે પ્લાસ્ટિકનાં ચોખા તો નથી ખાતા ને, તમે બનાવટી ચોખાની ઓળખ કેવી રીતે કરશો

0
1356
views

નકલી ચોખાની જેમ આજે બધી વસ્તુઓ ની નકલ કરવામાં આવી રહી છે, તમારા ખોરાક ની વસ્તુ પણ બાકાત નથી. હા, ભારતીય માર્કેટમાં ઘણી નકલી ખાદ્ય ચીજો છે, જે ભારતના લોકો માટે જોખમી છે. આમાં નકલી ચોખા, બનાવટી ઇંડા અને નકલી કોબી શામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બનાવટી વસ્તુ ઓ ચીનથી ભારત આવી રહી છે. વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં ભારતને સસ્તી ખાવાની વસ્તુઓ સપ્લાય કરી રહયા છે.

જો તમે પણ ચોખા  ખાતા હોવ તો સાવચેત રહો કારણ કે નકલી ચોખા બજારમાં આવી ગયા છે જે તમારું સ્વાસ્થ્ય જોખમમાં મુકી શકે છે. અહેવાલો અનુસાર, આ ચોખામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. નકલી ચોખાનો બાઉલ એક બેગ પોલીથીન જેટલો સમાન થાય છે. જે કોઈપણ વ્યક્તિને બીમાર બનાવવા માટે પૂરતો છે.

બનાવટી ચોખા એક વાસ્તવિક ભાત જેવા લાગે છે અને તેને રંધાયા પછી પણ તે નકલી  છે એની ખબર પડતી નથી, અને  તેના આકાર અને રંગ તમે અલગ નહિ લાગે. તો આજે અમે તમને નકલી ચોખાને  કેવી રીતે ઓળખવા જણાવી રહ્યા છીએ.

  • નકલી ચોખા વાસ્તવિક ચોખા કરતા વધારે ચમકીલા હોય છે. તેથી જ્યારે તમે દુકાન પર જાઓ છો, ત્યારે જુદા જુદા ચોખા તપાસી ને ખરીદો.
  • જ્યારે તમે એકસાથે ચોખાના બે દાણા જોશો, તો તમે જોશો કે ચોખાની લંબાઈ એક સરખી હશે અને તેમની બનાવટ  લગભગ સરખી હશે.

  • નકલી ચોખા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે, જ્યારે સાચા ચોખાના કેટલાક દાણા પાણીમાં ઉપર તરતા હોય છે.
  • જ્યારે ચોખા રંધાતા હોય  ત્યારે એની સુગંધ પ્લાસ્ટિકની સુગંધ જેવી આવે છે.
  • જ્યારે તમે બનાવટી ચોખા રાંધતા હોય, ત્યારે તેની ઉપર એક સફેદ પડ આવી જાય છે.
  • કાચા ચોખા બિલકુલ રાંધતા નથી, તેથી જો ખાતી વખતે  ચોખા થોડા કાચા લાગે તો તરત જ લાડુ બનાવી લો. જો લાડુ બની જાય, તો પછી તમે તેને જમીન પર પછાડી જોવો. જો ચોખાનો લાડુ જમીન ઉપર ઉછળે, તો આ ચોખા સંપૂર્ણપણે બનાવટી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here