શું તમે પણ તમારા સાથીનો મોબાઇલ છુપાઈને ચેક કરો છો? તો જાણો આ જરૂરી વાત, દરેક યુવાનોએ અવશ્ય વાંચવું

0
1726
views

મોર્ડન લાઈફ માં રિલેશનશિપ એક ટ્રેન્ડ બની ગયો છે. પ્રેમ માણસની ચાહત પણ છે અને જરૂરત પણ પરંતુ શું થાય જ્યારે આ સુંદર એહસાસ ગળાનો ફંદો બની જાય? પ્રેમના સંબંધમાં પોતાના સાથી પર પોતાનું મન લગાવવું અને તેનામાં સમર્પણ કરવું તે સૌથી અગત્યની વાત છે. પરંતુ ત્યારે જ્યારે કોઈ પોતાની જાતે કરવા માંગે. તમે જબરજસ્તી કોઈનો પ્રેમ કે વિશ્વાસ નથી મેળવી શકતા.

સ્વતંત્રતા દરેક માણસની જરૂરિયાત છે કોઇપણ સંબંધમાં આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે તમારા પાર્ટનરને પર્સનલ સ્વતંત્રતા નો સન્માન કરો છો? કે તેને ગેરહાજરીમાં તેનો મોબાઇલ લઇને કે તેના મિત્રો ના મેસેજ કે ફોટો ચેક કરો છો કે પછી તેનો સોશિયલ મીડિયા નો પાસવર્ડ લઈને તેની ચેક કરો છો. આ એક ખરાબ આદત છે જે તમારા સંબંધને તોડી નાખશે. એટલા માટે તમારા પાર્ટનર નો ફોન ચેક કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી  આ બાબતો.

કોઈ પણ નહી પર્સનલ જિંદગીમાં તેની ખબર રાખવી અને તેને પૂછ્યા વગર તેનો ફોન ચેક કરવો અને તેની સ્વતંત્રતા ના આપવી જ્યારે સંબંધમાં સ્વતંત્રતા નથી રહેતી. ત્યારે તે સંબંધ તૂટવા માટે મજબૂર થઈ જાય છે અને પ્રેમ વગર નો સંબંધ રહે છે. તેથી પોતાના પાર્ટનરને સ્વતંત્રતા નું સન્માન કરવું. વિચારો કોઈ તમારો ફોન લઈને તમારી પર્સનલ ચેટ વાંચે તો તમને કેવું ફિલ થશે. આ આદતો તમારા સંબંધ માટે ખતરનાક છે.

તમારા પાર્ટનરને ગેરહાજરીમાં તેનો ફોન ચેક કરવો કે સોશિયલ મીડિયા ના મેસેજ વાંચવા તે એ દર્શાવે છે કે તમારા સંબંધમાં વિશ્વાસ ની ઉણપ છે. યાદ રાખો કે વિશ્વાસ જ પ્રેમના સંબંધનું પહેલું પગથિયું છે અને જો આ જ કમજોર થઈ જાય તો તમે તેનો અંદાજો પણ નથી લગાવી શકતા કે તમારો સંબંધ પછી કેટલા સમય સુધી ટકશે. ભલે તમારો પાર્ટનર તેનું પાસવર્ડ તમારી સાથે શેર કરે પરંતુ તેની ગેરહાજરીમાં તેનો ફોન ક્યારેય ચેક કરવો નહીં તમારા પાર્ટનરના વિશ્વાસનો ક્યારેય ફાયદો ના ઉઠાવવો જોઈએ.

જો તમને એવું લાગે છે કે તમારો પાર્ટનર તમારી સાથે સારી રીતે નથી વર્તાવ કરતો તો તેનો ફોન ચેક કર્યા પહેલા તેની સાથે શાંતિથી બેસી અને તેના વિશે વાત કરવી. તમારા સંબંધને પ્રેમથી સંભાળવો પરંતુ જ્યારે તમને એવું લાગે કે તમારો પાર્ટનર તમારાથી દૂર જવા માગે છે તો તેને એવી રીતે જવા દેવો કે જેમ કોઈ પક્ષી ને પિંજરામાંથી બહાર કાઢે છે. વિશ્વાસ રાખવો કે થોડાક સમય તમને આ તકલીફ આપશે પરંતુ પાછળથી તમને ખૂબ જ સારું મહેસુસ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here