શું તમે પણ પેકેટવાળા દુધનો ઉકાળીને ઉપયોગ કરો છો? તો આ લેખ જરૂરથી વાંચજો

0
1280
views

વધી રહેલા શહેરીકરણને કારણે ઓછી થતી જગ્યાને લીધે ફક્ત જંગલ જ પ્રભાવિત નથી થયા પરંતુ ઘરોએ પણ એપાર્ટમેન્ટનું રૂપ લઈ લીધેલ છે. ઓછી થતી જતી જગ્યાને કારણે હવે શહેરમાં રહેતા લોકો મોટા ભાગે દૂધ માટે ગૌશાળા પર નિર્ભર નથી રહેતા. દૂધ માટે તેઓ બજારમાં પેકિંગમાં મળતા દૂધ પર વધારે ભરોસો કરે છે. પેકિંગમાં મળતું આ દૂધ પોઇશ્ચરાઈજેશન હોય છે. જેનો મતલબ થાય છે કે આ દૂધને પહેલા જ  ગરમ કરી ઠંડુ કર્યા બાદ પેકેટ માં ભરવામાં આવે છે. ત્યારબાદ આ દૂધ પેકેટમાં ભરી ને માર્કેટ માં સપ્લાય કરવામાં આવે છે. તેને પોઇશ્ચરાઈજેશન કહેવામાં આવે છે.

આવું એટલા માટે કરવામાં આવે છે કે દૂધ લાંબો સમય સુધી ખરાબ ન થાય અને તેમાં કોઈ બેક્ટેરિયા ઉત્પન્ન ન થાય. પરંતુ જ્યારે આપણે માર્કેટમાંથી દૂધ ખરીદીએ છીએ ત્યારે તેને ગરમ કર્યા બાદ જ ઉપયોગ કરીએ છીએ જેથી દૂધ ખરાબ ન થાય. પરંતુ શું આવું કરવું યોગ્ય છે? આવો જાણીએ પેકેટના દૂધને ઉપયોગ કરવાની સાચી રીત.

જાણકારો અનુસાર પેકેટના પોઇશ્ચરાઈજેશન દૂધને ઉકાળવાની કોઈ જરૂરિયાત હોતી નથી. હકીકતમાં આ દૂધના પેકિંગ પહેલાં જ તેને પોસ્ટ કરીને બેક્ટેરિયા ફ્રી કરવામાં આવે છે જેથી દૂધ લાંબા સમય સુધી ચાલે. આ દૂધને જ્યારે તમે બીજી વાર ઉકાળો છો ત્યારે તેમાં મળી આવતા પોષક તત્વ નષ્ટ થઇ જાય છે અને દૂધ એટલું ફાયદાકારક નથી રહેતું જેટલું પહેલા હોય છે.

પેકેટના દૂધને લાંબો સમય સુધી ઉપયોગમાં લેવા માટે જો તેને ૪ ડીગ્રી તાપમાનમાં રાખવામાં આવે તો એક સપ્તાહ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. પેકેટના દૂધની ખરીદતા પહેલા ધ્યાનથી તેના પેકેટ પર એક્સપાયરી ડેટ જોવાનું ન ભૂલવું. એક્સપાયરી ડેટ બાદ પેકેટ ન ખરીદો. તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ ઉપર આધારિત છે. લાગણીનો સંબંધ તેની પુષ્ટિ નથી કરતો. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરી લેવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here