શું તમે પણ ઓનલાઇન શોપિંગ માટે SALE ની રાહ જુઓ છો? તો ચેતી જજો

0
108
views

ઓનલાઇન શોપિંગની દુનિયા જેટલી રસપ્રદ છે, તેટલી જ ખલેલ પહોંચાડે છે. દર ૧૦ માં દિવસે એક સેલ ચાલતો હોય છે. ક્યારેક ક્લિયરન્સ સેલ તો ક્યારેક તહેવારની ડીલ વગેરે વગેરે. લોકો એકસાઈટેડ થઈ જાય છે. સામાન્ય રીતે ઓનલાઇન સેલ દરમ્યાન આપણે એવી પણ વસ્તુઓ ખરીદી લઈએ છીએ, જેની આપણે કોઈ વિશેષ જરૂરિયાત હોતી નથી. આનાથી બજેટ બગડે છે એટલું જ નહીં, ડોકટરો કહે છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.

ઓનલાઇન શોપિંગનું વ્યસન એ માનસિક બિમારી છે

હા, મનોચિકિત્સકો એટલે કે માનસ ચિકિત્સકો કહે છે કે ઓનલાઇન ખરીદી એક પ્રકારનું વ્યસન છે. એવું જ વ્યસન જેવુ વ્યસન જેવું દારૂ અને સિગારેટનું હોય છે. આ વ્યસન આપણા મગજ પર સીધી અસર કરે છે અને આપણને માનસિક બીમાર બનાવે છે.  ટાઇમ્સ યુકેના રિપોર્ટ અનુસાર મનોવૈજ્ઞાનિકો કહે છે કે ઓનલાઇન શોપિંગના એડિકશનને મેન્ટલ હેલ્થ કંડિશન માનવી જોઈએ.

જર્નલમાં પ્રકાશિત થયો રિપોર્ટ, ઇલાજની છે જરૂરિયાત

‘કોમ્પ્રિહેન્સિવ સાયકિયાટ્રી’ નામના જર્નલમાં એક અહેવાલ સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે ઓનલાઇન શોપિંગ લોકોને શોપિંગ ડિસઓર્ડર આપે છે. તેઓને માલ ખરીદવાની ટેવ પડે છે અને તેની સારવાર કરવી જોઇએ. જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં ડોકટરોએ દાવો કર્યો હતો અને માંગ કરી હતી કે શોપિંગ ડિસઓર્ડરને માનસિક આરોગ્ય વિકાર તરીકે માન્યતા આપવી જરૂરી છે.

ખરીદી-શોપિંગ ડિસઓર્ડરને કેવી રીતે ઓળખવું

સંશોધનકારોના જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં ૫% ટકા યુવા જનરેશન એવી વ્યક્તિ છે જે કંઇક વસ્તુ ખરીદવાની આદત ધરાવે છે. તેનું નામ બાઇંગ-શોપિંગ ડિસઓર્ડર (BSD) રાખવામાં આવ્યું છે. તે જર્નલમાં પણ વ્યાખ્યાયિત થયેલ છે. આ પ્રમાણે “બીએસડીમાં ઉપભોક્તાને સમાન ખરીદવાની ભુખ લાગે છે. તેની લાલસા વધે છે અને તે પ્રતિકાર કરી શકતો નથી. આ ડિસઓર્ડરથી પીડિત લોકો તેમના બજેટ કરતાં વધુ ખરીદી કરે છે. આટલું જ નહીં તે એવી વસ્તુઓ પણ ખરીદે છે જેનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. આમ કરવાથી તેઓ ભાવનાત્મક રૂપે પ્રભાવિત થાય છે. તેઓ ખરીદી દ્વારા વિચિત્ર રીતે રાહત મેળવે છે.

હતાશામાં જવાની સંભાવના વધારે છે

મનોવૈજ્ઞાનિક એમ પણ કહ્યું કે ઘણા લોકો પણ આ પ્રકારની સમસ્યાથી તેમને મળવા આવ્યા હતા. લોકો આ ડિસઓર્ડર થી જાતે પરેશાન છે. આવા લોકોને સારવાર અને જરૂરી પરામર્શની જરૂર હોય છે. જર્મનીના માનસ ચિકિત્સક ડો. એસ્ટ્રિડ મુલર દ્વારા આ દિશામાં એક અલગ શોધ કરવામાં આવી છે. તેમણે સમજાવ્યું કે બીએસડીથી પ્રભાવિત લોકો ડિપ્રેશનમાં જાય છે. જ્યાં સુધી તેઓ ખરીદી નથી કરતાં ત્યાં સુધી તેઓ પરેશાન રહે છે. જ્યારે ખરીદી કરે છે, ત્યારે બજેટ બગાડવાના કારણે અસ્વસ્થ થઈ જાય છે.

૧૨૨ લોકો પર અભ્યાસ કર્યો

સંશોધનકારોની ટીમે આ માટે ૧૨૨ લોકોનો અભ્યાસ પણ કર્યો. આ બધા લોકો નિયમિતપણે ઓનલાઇન ખરીદી કરે છે. તેમાંથી ૩૩.૬% લોકોએ બીએસડીના લક્ષણો દર્શાવ્યા હતા. સૌથી મોટી ચિંતા એ છે કે બાઈંગ-શોપિંગ ડિસઓર્ડરને લીધે, જ્યાં વ્યક્તિ પોતે ઉદાસીન થઈ જાય છે, ત્યાં પરિવારમાં ઝઘડામાં વધારો થાય છે. પૈસાની અછત થવા લાગે છે અને આ બધુ મળીને તે વ્યક્તિને હતાશા તરફ ધકેલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here