શું “સેના જળ” ખરીદીને શહીદોના પરિવારની મદદ કરી શકાય છે?

0
161
views

સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે તમે ખિસ્સામાંથી છ રૂપિયા કાઢીને તમે સેનાનાં જવાનોની મદદ કરી શકો છો. પણ કેવી રીતે? “સેના જળ” ખરીદીને. તો શું તમે કરી શહીદોના પરિવારની મદદ? સોશિયલ મીડિયામાં એવું પણ કહેવામા આવી રહ્યું છે કે વિદેશી કંપનીની બોટલનુ પાણી શા માટે પીવું જોઈએ? જો ભારતીય સેના સેના જળ બનાવતી હોય તો અપિલની સાથે સોશિયલ મીડિયા સેના જળ ના સમર્થન માં જોડાઈ ગઈ છે.

વાયરલ મેસેજ અનુસાર સેના જળની અડધા લીટર ની બોટલ કિંમત રૂપિયા છ છે અને એક લીટર પાણીની કિંમત દસ રૂપિયા છે જેમકે બોટલ બંધ પાણી ની કિંમત રૂ  20 હોય છે તેથી સેના જળની બોટલ ખરીદવાથી સેનાની મદદ થશે અને પુણ્ય પણ મળશે અને તમને ખર્ચા પણ નહીં થાય.

હવે સવાલ એ છે કે શું સાચે સરકાર તરફથી સેના જળ નામનું કોઈ બોટલ બંધ પાણી ચાલુ કર્યું છે? બોટલના વેચાણથી મળતા પૈસા શું શહીદ થયેલા જવાનોના મદદમાં આવશે?

આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિએશન ભારતીય જવાનોના કલ્યાણ માટે કામ કરે છે અને સેના જળ વિશે જાણકારી મેળવવા માટે AWWA વેબસાઇટ પર ગયા અને ત્યાં સંસ્થા તરફથી સેના જળના લોન્ચિંગની ફોટા મળ્યા પરંતુ તેની આગળ સેના જળ વિશે વેબસાઈટ પર કોઈ જાણકારી નથી.

વાયરલ મેસેજ વિશે જાણકારી મેળવવા માટે હવે રક્ષા મંત્રાલય સંપર્ક કર્યો અને રક્ષા મંત્રાલય દ્વારા સેનાના ઘણા કાર્યક્રમોમાં પાણીની જરૂરિયાત હોવાથી આર્મી વાઈવ્સ વેલફેર એસોસિયેશન તરફથી ગયા વર્ષે ઓક્ટોબરમાં સેના જળની શરૂઆત કરી છે.

સેના જળની 250 ml bottle છ રૂપિયા અને 500 ml ની બોટલ આઠ રૂપિયાની છે અને આ બોટલ થી થતી કમાણી સેના, વીર નારી  રીટાયર્ડ  જવાનોના કલ્યાણ માટે થશે પરંતુ આ પાણી માત્ર સેનાના જવાનો માટે છે સેના જળ નું પાણી બીજા માટે નથી.

વાયરલ મેસેજ સાચો છે કે સેના જળ ચાલુ થયું છે પરંતુ તે આમ નાગરિકો માટે નથી. એટલે તમે બજારમાં જઈને સેના જળ નથી ખરીદી શકતા. તેની સાથે સેના જળની બતાવેલી કિંમત પણ અલગ છે News 18 ઇન્ડિયામાં સેના જળ ખરીદીને શહીદ જવાનોની મદદ કરતાં સમાચાર ખોટા સાબિત થયા છે કે અમારા અને તમારા જેવા કોઈ બીજા સામાન્ય માણસ માટે સેના જળ ખરીદવાની સુવિધા નથી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here