કોરોના કાળમાં ખુબ જ ઉપયોગી છે ભગવાન શ્રીકૃષ્ણનાં ૪ અદ્ભુત મંત્ર, તેનો જાપ કરવાથી બીમારીઓ રહેશે હંમેશા દુર

0
277
views

હાલનાં સમયમાં દેશનું વાતાવરણ ખુબ જ નેગેટીવ બની ગયું છે. કોરોના ને લીધે દરેક લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. દરેક વ્યક્તિના મનમાં ડર અને નેગેટિવિટી છવાયેલી છે. તેવામાં ભગવાનનું નામ લઈને આપણે પોતાના મનને પોઝિટિવ રાખવું જોઈએ. જો તમારી વિચારસરણી હકારાત્મક રહેશે, તો શરીર પણ સ્વસ્થ રહી શકે છે. તેવામાં આજે અમે તમને અમારા આર્ટિકલમાં ભગવાન શ્રીકૃષ્ણનાં અમુક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુનાં આઠમાં અવતાર પણ કહેવામાં આવે છે. તેમની લીલાઓ દુનિયાભરમાં મશહુર છે. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની ભક્તિ કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ પળવારમાં દુર થઈ જતી હોય છે. એટલા માટે જો તમે સાચા મનથી આ મંત્રનો જાપ કરશો તો તમારા જીવનમાં તમને ઘણા બધા સકારાત્મક બદલાવ જોવા મળશે. સાથોસાથ તમે પોતાના જીવનના દરેક પ્રકારના દુઃખોમાંથી પણ છુટકારો મેળવી લેશો.

हे कृष्ण द्वारकावासिन् क्वासि यादवनन्दन। आपद्भिः परिभूतां मां त्रायस्वाशु जनार्दन।।

આ મંત્ર તમારા જીવનમાં ચાલી રહેલી મુસીબતોને દુર કરશે. આ મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો જોઈએ. તેનો જાપ કરતા સમયે પોતાના મનને શુદ્ધ અને શાંત રાખવું જરૂરી છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા હોવી જોઈએ, ત્યારે જ તમે આ મંત્રનો લાભ અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવી શકશો.

नमो भगवते तस्मै कृष्णाया कुण्ठमेधसे। सर्वव्याधि विनाशाय प्रभो माममृतं कृधि।।

કોરોના કાળમાં આ મંત્ર ખુબ જ કામમાં આવી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી ભય, સંકટ અને બીમારીઓ દુર કરી શકાય છે. તમારા જીવનમાં ગમે તેટલી અડચણ આવી રહી હોય તમે આ મંત્રનો જાપ કરીને તેને ખતમ કરી શકો છો. આ મંત્રનો જાપ દરરોજ સવારે આંખ ખુલતાની સાથે જ કરવો જોઈએ. સવારે ૩ વખત દરરોજ આ મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ તમારાથી દુર રહેશે.

नमो भगवते श्री गोविन्दाय

જો તમે પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે આ મંત્રના જાપ શરૂ કરી દેવા જોઈએ. તેને તમે દિવસમાં કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ મનમાં જાપ કરી શકો છો. તેનાથી તમારું ભાગ્ય ચમકી જશે અને જીવનમાં સુખનું આગમન થશે.

कृं कृष्णाय नमः

જો તમારા જીવનમાં ધન સંબંધિત કોઇ સમસ્યા રહેલી છે, તો આ મંત્ર તમને ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ મંત્રનો જાપ શ્રીકૃષ્ણની પ્રતિમાની સામે બેસીને કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા સમયે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરો કે તમારી ધન સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરે. તેનાથી તમને ક્યારેય પણ જીવનમાં પૈસાની કમી થશે નહીં, સાથોસાથ ઘરમાં સુખ શાંતિ પણ જળવાઇ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here