શ્રાવણ મહિનાની થોડા સમય બાદ થઈ રહેલ છે શરૂઆત, જાણો વ્રત વિધિ અને શિવજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

0
270
views

ભગવાન શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો થોડા સમય પછી આરંભ થાય છે. આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવાનો સૌથી સારા દિવસો ગણાય છે. શ્રાવણ મહિનામાં બધા ભોલેનાથ ની ભક્તિ માં લીન થઈ જાય છે. અને તેમને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ ની સાથે પાર્વતીજીની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભોલેનાથ અને પાર્વતીજીની પૂજા અર્ચના કરવાથી તેમની કૃપા દૃષ્ટિ સદાય બની રહે છે. શ્રાવણ મહિનામાં શિવજીના ભક્ત શિવજીને રુદ્રાભિષેક કરે છે અને અનેક આ પ્રકારની ચીજવસ્તુઓ તેમને અર્પિત કરે છે અને તેમને પ્રસન્ન કરવાના દરેક પ્રયત્નો કરે છે.

આ વર્ષે શ્રાવણ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે કેમકે શ્રાવણ મહિનાના ચાર સોમવાર હોય છે અને છેલ્લા સોમવાર 15 ઓગસ્ટના છે તે દિવસે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન પણ ઉજવવામાં આવશે. આજે તમને જણાવીશું કે ભગવાન શિવજીની પૂજા અર્ચના અને વ્રત કરવાની વિધિ અને કયા ઉપાયો કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે.

કઈ રીતે કરવું શ્રાવણ મહિનાનું વ્રત

શ્રાવણ મહિનો ભગવાન શિવજીની આરાધના માટે ઉત્તમ મહિનો કહેવાય છે. તમે શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવજીના મંદિરે જઈને શિવજીને ફળફૂલ દિપક અને ધૂપથી પૂજા કરવી અને પૂરા દિવસ ઉપવાસ કરવો. શ્રાવણ મહિનામાં શિવજીને બીલીપત્ર અર્પિત કરવા અને દૂધથી અભિષેક કરવો સાંજના સમયે મીઠું ભોજન કરવું. ભગવાન શિવજીની પૂજા દરમિયાન તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરવું.

જો તમે કોઈપણ પ્રકારનું સંકલ્પ લીધું હોય તો તે સંકલ્પનો પ્રમાણે ભગવાન શિવજીને ઉદ્યાપન કરવું જે ભક્ત પવિત્ર મન અને વિધિવિધાનપૂર્વક શિવજીને અર્ચના કરે છે તેને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જો તમે શ્રાવણ મહિનાનું વ્રત કરતા હો તો સફેદ વસ્ત્ર પહેરી અને સફેદ તિલકથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી અને દાન સફેદ વસ્તુઓ આપી શકો છો.

શ્રાવણના મહિનામાં મીઠાનો ઉપયોગ ના કરવો દૂધ, દહીં, ખીર, પૂરી અને ચોખાનો ઉપયોગ કરી શકો છો. જો તમે શ્રાવણ વ્રત કરો છો તો તેનાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. તમને તમારા વ્યાપારમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. અને તમારી મનોકામના પૂર્ણ થાય છે.

શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

  • જો કોઈ કન્યાકુમારી હોય કે તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે લગ્નમાં ટાઈમ લાગતો હોય તો શ્રાવણ મહિનામાં દૂધમાં કંકુ ઉમેરીને તે દૂધ ને રોજ શિવલિંગ પર અર્પિત કરવું તેનાથી તુરંત જ વિવાહના યોગ બનશે.
  • જો તમે શ્રાવણ મહિનામાં મહારાજ ને રોજ ઘાસચારો ખવડાવતા હોય તો તેનાથી ભગવાન શિવજી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
  • શ્રાવણના મહિનામાં તમે રોજ સવારે નાહીધોઈને ભગવાન શિવજીના મંદિરે જઈને જળાભિષેક કરવો જોઈએ તેની સાથે બિલીપત્ર,ભાંગ, ધતુરા, શમીપત્ર અને તલ વગેરેથી પૂજા-અર્ચના કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ભોલે ભંડારી તમારી ઉપર જલ્દી પ્રસન્ન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here