શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે કરી લો આ ૧૦ માંથી કોઈપણ એક ઉપાય, મહાદેવની કૃપા વરસવા લાગશે

0
837
views

થોડા દિવસો બાદ શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર આવશે. આ દિવસે ભોલેનાથને વિશેષ ચીજવસ્તુઓ આપીને વ્યક્તિ કાર, બંગલા સહિતની બધીજ મનૌકામના પ્રાપ્ત કરી શકે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિના નુ વિશેષ મહત્વ છે. તેથી, શુભ સમયમાં કરવામાં આવતી પૂજા નું ફળ બમણું થઈ શકે છે.

  • જેમની પાસે પૈસા નથી અથવા હંમેશા રોકડ રકમ ની તંગી  હોય છે, તેઓએ શ્રાવણ મહિના ના અંતિમ સોમવારે શિવલિંગ પર મુઠ્ઠીભર કાચા ચોખા અર્પણ કરવા જોઈએ. આ કરવાથી, નાણાકીય સમસ્યા દૂર થઈ શકે છે.
  • જેમને વાહન સુખ પામવું હોય તે લોકોએ આ દિવસે ભોલેનાથને ચમેલીનું ફૂલ ચઢાવવુ જોઈએ.

  • જેમને બાળકનૂ સુખ જોઈએ છે તેઓએ શ્રાવણ મહિના ના અંતિમ સોમવારે શિવલિંગ  ઊંપર ઘઉં ચઢાવવા જોઈએ. પતિ અને પત્ની ને સાથે મળીને આ કાર્ય કરવું જોઈએ.
  • પંડિત રવિ દુબેના જણાવ્યા મુજબ, જે ઘરોમાં હંમેશાં અણબનાવની લાગણી થતી હોય તો આ દિવસે ગૌમૂત્રનો છંટકાવ કરવો સારો રહે છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ મળશે.
  • શિવપૂજા માટેનો શ્રેષ્ઠ સમય આજે સાંજના 6.59 થી 9.10 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન, કોઈ પણ સિદ્ધ મંત્રનો જાપ 108 વાર કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે.
  • ઝડપી બુદ્ધિમતા મેળવવા માટે, ખાંડ મિશ્રિત દૂધ થી શિવલિંગ નો અભિષેક કરવો. આ સિવાય જવ ચઢાવવાથી પણ ફાયદો થાય છે.

  • જે લોકો શિવલિંગને આખા મહિના દરમિયાન બિલીપત્ર ચડાવી શક્યા નથી. તેને આજે 30 કે 31 બીલીપત્રો લઈ શિવનું ધ્યાન કરી અને શિવલિંગને અર્પણ કરવું. આખા મહિના નું ફળ તમને આ પૂજા થી મળશે.
  • ધન અને અનાજની પ્રાપ્તિ માટે શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરો. આ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરશે.
  • મુક્તિની પ્રાપ્તિ માટે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવુ આ ખુબજ શુભ માનવામાં આવે છે.
  • શ્રાવણ મહિનાં ના અંતિમ સોમવારે શિવ મંદિરમાં મનપસંદ નોકરી મેળવવા માટે ખીર અર્પણ કરો. તેમજ ભક્તોને પ્રસાદ વહેંચવાથી પણ લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here