શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રહો છો તો આ ૧૦ નિયમોનું પાલન અવશ્ય કરો

0
409
views

પહેલી ઓગસ્ટ થી શરૂ થયેલા શ્રાવણ મહિનામાં આ વખતે ચાર સોમવાર છે. ઘણા લોકો આ સોમવાર ના દિવસે ભોળાનાથ ના વ્રત રહેતા હોય છે. આ વ્રત રહેવાથી ઘણા પ્રકારના લાભ પણ થાય છે. ઘણીવાર કુવારા લોકો ને પોતાનો મનપસંદ જીવનસાથી પણ મળી જાય છે. તમારા બગડેલા કામ પણ થઈ જાય છે. કોઈને નૌકરી અથવા તો બિઝનેસ માં લાભ પણ થતા હોય છે. ક્યારેક કોઈક દુર્ઘટના થવાથી પણ બચી શકાય છે અને ભાગ્ય નો ઉદય પણ થાય છે.

જો તમે પણ આ શ્રાવણ મહિનામાં વ્રત રહેવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની રાખવી પડશે. આ વ્રત ને રાખવાના થોડા નિયમ હોય છે. જેનું પાલન ભક્તોએ ચુસ્ત રીતે કરવું પડે છે. જો વ્યક્તિ તેનું પાલન નથી કરતો તો તેને ભગવાન શિવજી ના ગુસ્સા નો સામનો પણ કરવો પડી શકે છે. આમ તો આ નિયમ ફક્ત વ્રત રાખવા વાળા માટે જ છે પરંતુ બીજા લોકો પણ શિવજી ને ખુશ કરવા માટે આ નિયમોનું પાલન કરી શકે છે. અમારી તમને સલાહ છે કે તમે આ નિયમોનું પાલન ફક્ત સોમવારે જ નહિ પરંતુ પુરા શ્રાવણ મહિના માટે કરો. તેનાથી તમને વધારે લાભ મળશે.

  • શ્રાવણ મહિનામાં માંસ, મચ્છી અને ઈંડા જેવી વસ્તુ ખાવી ના જોઈએ. જો તમે આવી કોઈપણ વસ્તુનું સેવન કરો છો તો તમારું વ્રત વ્યર્થ જાય છે અને શિવજી ના રોષ નો પણ સામનો કરવો પડે છે. શ્રાવણ મહિનામાં દારૂ નું તો જરા પણ સેવન ના કરવું જોઈએ. જે લોકો શ્રાવણ મહિનો ના રહેતા હોય તેમણે પણ શ્રાવણ મહિનામાં દારૂ નું સેવન ના કરવું જોઈએ.
  • શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં રીંગણાનું શાક ના બનાવો. તેને ખાવું પણ શ્રાવણ મહિનામાં વર્જિત માનવામાં આવે છે.
  • શિવજી ને કાળુ મરચું શેરડી જેવી વસ્તું પસંદ નથી. એટલા માટે તમારે પણ શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ નું સેવન ના કરવું જોઈએ.

  • શ્રાવણ મહિનામાં સરસો નું તેલ શરીર પર ના લગાવવું જોઈએ. તેનું કારણ એ છે કે આ તેલ શનિદેવ ને ચઢાવવામાં આવે છે. તેને લગાવવાથી તમારો સ્વભાવ ચીડિયો બની શકે છે જ્યારે શિવજી તો શાંત સ્વભાવ ના દેવતા છે.
  • શિવજી ની પુજા દરમ્યાન હળદર ના લગાવવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરની પરેશાનીમાં વધારો થઈ શકે છે.
  • તમે જોયું હશે કે શ્રાવણ મહિનામાં ઘણા લોકો મૂંછ, દાઢી અને વાળ નથી કરાવતાં. તમારે પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ.
  • શ્રાવણ મહિનામાં દિવસે કોઈપણ વ્યક્તિએ સૂવું ના જોઈએ. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવજી ધરતી પર ચક્કર લગાવવા માટે નીકળે છે. આ સ્થિતિમાં જો તમે તેને સૂતા દેખાવ છો તો તેનું અપમાન માનવામાં આવે છે.

  • જો તમારે શિવજી ની કૃપા પ્રાપ્ત કરવી છે તો તમારા ઘરમાં ગંદકી ના હોવી જોઈએ. તેથી તમારા ઘરની સાફ સફાઈ માં વધારે ધ્યાન આપો. ગંદકી નકારાત્મક ઊર્જા ને વધારે છે. જ્યારે શિવજી ને તો ફક્ત સકારાત્મક વાતાવરણ જ પસંદ છે.
  • આ મહિનામાં વૃક્ષ કાપવાથી કોઈપણ હાલતમાં બચવું જોઈએ. આ મહિનામાં તમારા ઘરમાં જેટલા સદસ્ય હોય એટલા વૃક્ષ વાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પરિવારની તરક્કી થાય છે.
  • શ્રાવણ મહિનામાં ક્યારેય પણ કાવડ યાત્રીઓ સાથે ખરાબ વર્તન ના કરવું જોઈએ. આવું કરવાથી તમે પાપ ના ભાગીદાર બનો છો અને તમારું કોઈપણ કામ બન્યા પહેલા બગડી શકે છે.

અમે આશા રાખીએ છીએ કે તમે આ બધા નિયમોનું દિલ થી પાલન કરશો અને ભગવાન શિવજી ની પુજા નો લાભ ઉઠાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here