શ્રાવણ મહિનામાં આ રંગનાં કપડા પહેરીને કરો ભગવાન શિવજી ની પુજા, તમારી બધી મનોકામના થશે પુરી

0
469
views

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખુબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનો ચાલુ થતા જ ભોળાનાથ નો જયજય કાર ગુંજી ઊઠે છે. શ્રાવણ ના આ પવિત્ર મહિનામાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથ ના દર્શન માટે મંદિરો માં પહોચી જતા હોય છે અને અભિષેક કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ ના પવિત્ર મહિનામાં જો ભગવાન શિવ ની આરાધના કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને પુજા નું ફળ ખુબ જ જલ્દી મળે છે.

ઘણા લોકો શ્રાવણ મહિનામાં વ્રત પણ રાખે છે અને પોતાના જીવનમાં રહેલી પરેશાનીને દુર કરવા માટે ભગવાન ભોળાનાથ ને પ્રાથના કરે છે. જે ભક્ત પોતાના સાચા મનથી ભગવાન ભોળાનાથ ને પ્રાથના કરે છે તેની ઈચ્છા ભગવાન અવશ્ય પુરી કરે છે.

જો તમે પણ શ્રાવણ મહિનામાં વ્રત રહો છો તો તમારે થોડી બાબતોમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં લીલા કલર ને શુભ માનવામાં આવે છે. તેથી જો શ્રાવણ મહિનામાં લીલા કલર ના કપડા પહેરવામાં આવે તો નસીબમાં બદલાવ આવી શકે છે.

જો તમે તમારી મનની ઈચ્છા પુરી કરવા માંગો છો તો શ્રાવણ મહિનામાં લીલા કલર ના કપડા પહેરીને ભગવાન શિવજી ની પુજા કરવી જોઈએ. તેનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થશે. તેનું કારણ એ છે કે ભગવાન શિવજી ને પ્રકૃતિ સાથે ખુબ જ લગાવ છે. તેથી જો શિવ ભક્ત પોતાને પ્રકૃતિને અનુરૂપ પોતાને ઢાળી લે તો તેની ઉપર ભગવાન શિવજી ની કૃપા દૃષ્ટિ રહે છે અને ભગવાન તેના ભક્તના જીવનમાંથી કષ્ટો દુર કરે છે.

જે મહિલા પરણેલી છે જો તે શ્રાવણ મહિનામાં લીલા કલર ની બંગડીઓ પહેરે છે તો તેના ઉપર ભગવાન વિષ્ણુ જી ની કૃપા રહે છે. તેથી પરણેલી મહિલાઓએ શ્રાવણ મહિનામાં લીલા કલર ની બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી ભગવાન શિવ તમારા પતિની પણ રક્ષા કરે છે. આ સિવાય જ્યોતિષ ના જાણકારો ના કહેવા મુજબ લીલા કલર ના કપડા પહેરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

શ્રાવણ મહિનામાં લીલા કલરના કપડા પહેરવાથી ભગવાન શિવજી ની પુજા કરવાનું શુભ માનવામાં આવે છે પરંતુ શ્રાવણ મહિનામાં કાળા રંગનાં કપડાં પહેરીને ક્યારેય પણ ભગવાન શિવજી ની પુજા ના કરવી જોઈએ. કાળા રંગના કપડા પહેરીને ભગવાન શિવ ની પુજા કરવાથી તમને અશુભ ફળ ની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ ભગવાન ભોળાનાથ ને બિલકુલ પસંદ નથી. તેથી જો તમે કાળા રંગના કપડા પહેરીને પુજા કરો છો તો ભગવાન શિવજી તમારાથી નારાજ થઈ શકે છે જેના લીધે તમને ભગવાન શિવજી ની કૃપા ને બદલે તેના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બાબતનું પુજા કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here