શિવજીના આ મંદિરનું થયું હતું એક જ રાતમાં નિર્માણ, જળ ચઢાવ્યા બાદ જ પુરી થાય છે ચારધામની યાત્રા

0
143
views

દેશભરમાં ભગવાન શિવજી ના ઘણા મંદિર આવેલા છે. જેના પ્રત્યે લોકોની આસ્થા જોડાયેલી છે. એવું જ એક રહસ્યમય મંદિર મધ્યપ્રદેશ ના રિવા ગામમાં આવેલ છે. જેને દેવતાલાબ શિવ મંદિર ના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવ નું આ મંદિર લોકો માટે આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર બની ગયું છે.

આ મંદિર વિશે એવું જાણવા મળ્યું છે કે, ભગવાન શિવજી ના આ મંદિરનું નિર્માણ રાતો રાત કરવામાં આવ્યું હતું. આ મંદિર નું નિર્માણ સ્વયં ભગવાન વિશ્વકર્મા એ કર્યું હતું. આમ તો આ મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ શ્રાવણ મહિનામાં અહીંયા લોકોની ભારે ભીડ જોવા મળે છે. લાખો ની સંખ્યામાં લોકો દૂર દૂર થી આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને ભગવાન શિવ ની પૂજા અર્ચના કરે છે.

દેવતાલા બ મંદિર ની માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ રાતોરાત થયું હતું. એવું જણાવવામાં આવે છે કે સવારના સમયે જ્યારે લોકોએ જોયું તો અહીંયા વિશાળ મંદિર બની ગયું હતું. પરંતુ આ મંદિર નું નિર્માણ રાતોરાત કેવી રીતે થયું ? એ કોઈપણ વ્યક્તિએ જોયું નથી. લોકોનું એવું કહેવું છે કે આ મંદિરની સાથે અહીંયા અલૌકિક શિવલિંગ પણ ઉત્પન્ન થયું હતું.

એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે શિવલિંગ છે તે રહસ્યમય છે. આ શિવલિંગ ને રહસ્યમય એટલા માટે કહેવામાં આવે છે કે કારણકે તે શિવલિંગ દિવસમાં ચાર વાર પોતાનો રંગ બદલે છે. આ મંદિર ની નીચે શિવજી નું એક બીજું પણ મંદિર આવેલું છે અને આ મંદિર ની અંદર ચમત્કારિક મણી આવેલી છે. આ મંદિર વિશે પણ કહેવામાં આવે છે કે વર્ષો પહેલા મંદિરના ભોંયરા માંથી સતત સાપ અને વીંછી નીકળતા હતાં. જેના કારણે આ મંદિરનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ મંદિર ની સામે એક ગઢી પણ હતી. આ શિવલિંગ ની સાથે સાથે રિવા રિયાસત ના મહારાજા એ અહીંયા બીજા ચાર મંદિર પણ બનાવ્યા હતાં. માન્યતા મુજબ દેવતાલાબ મંદિર ના દર્શન થી ચારધામ ની યાત્રા સફળ ગણાય છે. આ મંદિરમાં લાખો લોકો દૂર દૂર થી દર્શન માટે આવે છે.

શ્રદ્ધાળુઓ ચાર ધામ ની યાત્રા કર્યા બાદ જ્યાં સુધી દેવતાલાબ શિવ મંદિરમાં જળ અર્પિત નથી કરતા ત્યાં સુધી ચારધામ ની યાત્રા પુરી નથી ગણાતી. શ્રદ્ધાળુઓ ચારધામ ની યાત્રા કર્યા બાદ આ મંદિરમાં ભગવાન શિવ ને જળ અર્પિત કરે છે. દેશના દરેક ખુણે થી ભક્તો અહીંયા ભગવાન ભોળાનાથ ની પુજા કરવા માટે આવે છે. શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. દેવતલાબ મંદિર ની આસપાસ ઘણા તળાવ આવેલા છે. આ શિવ મંદિરમાં જે તળાવ આવેલું છે તેને શિવ કુંડ કહેવામાં આવે છે.

આ મંદિરની અંદર ઘણા તળાવ હોવું તેની એક ખાસિયત છે. અહીંયા ના લોકોનું કહેવું છે કે, શિવ કુંડ માંથી પાંચ વાર જળ લઈને ત્યાં આવેલા પાંચેય મંદિર માં જળ અર્પણ કરવામાં આવે છે.  આ દેવતાલાબ મંદિર લોકો માટે આસ્થા નું કેન્દ્ર બની ચૂક્યું છે. આસ્થા ના લીધે જ લોકો અહીંયા દૂર દૂર થી દર્શન માટે આવે છે અને અહીંયા ભગવાન શિવ ની પૂજા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here