સવારે ઊઠીને અરિસામાં જોવાથી આવો પ્રભાવ પડે છે તમારા જીવન પર, જાણો શું કરવું જોઈએ

0
256
views

સવારે ઊઠીને ઘણા લોકોને દર્પણમાં પોતાનો ચહેરો જોવાની આદત હોય છે અને પોતાનો ચહેરો જોઈને પછી તે દિવસની શરૂઆત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે સૌથી પહેલા પોતાનું મોઢું અરીસામાં જોવુ શુભ નથી હોતું. એવું કહેવામાં આવે છે કે તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધારે છે. તેથી જો તમે પણ સવારે ઊઠીને કાચમાં તમારો ચહેરો જોવાની આદત હોય તો તે આદત ને બદલી દેવી. સવારે ઊઠીને કાચમાં ના જોવું પોતાનું મોઢું તેનાથી જીવનમાં ખરાબ અસર પડે છે

નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે

વાસ્તુ વિજ્ઞાન અનુસાર આપણે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા શરીરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે અને તે જ કારણને લીધે આપણા ચહેરાને કાચમાં જોવું શુભ નથી માનવામાં આવતું. એવું કહેવામાં આવે છે કે નકારાત્મક ઉર્જાનો સૌથી વધારે પ્રભાવ આપણા ચહેરા પર જોવા મળે છે. તેથી જ્યારે આપણે આપણો ચહેરો જોઈએ છીએ ત્યારે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે.

દિવસ ખરાબ જાય છે

એવું પણ માનવામાં આવે છે કે જે લોકો સવારે ઊઠીને પોતાનો ચહેરો કાચમાં જુએ છે તેનો દિવસ સારો નથી જતો. તેમને પૂરા દિવસ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કાર્યમાં સફળતા નથી મળતી

જે લોકો સવારે ઊઠીને સૌથી પહેલા પોતાના ચહેરાને કાચમાં જ હોય છે તેમને કાર્યમાં સફળતા નથી મળતી. તેથી જે લોકોને સવારે ઊઠીને કાચમાં જોવાની આદત છે તો તે આદતને બદલવી.

ક્યારે જોવું કાચમાં

કાચને તમે મોઢું ધોયા પછી જોઈ શકો છો. વાસ્તવમાં ચહેરાને ધોઈને સાફ કરીએ તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ચહેરા ઉપર સકારાત્મક ઉર્જા આવી જાય છે.

સવારે ઊઠી અને કરવું જોઈએ આ કામ

  • સવારે ઊઠીને નીચે બતાવેલા કાર્યો કરવા. આ કાર્યો કરવાથી તમારો દિવસ સારો પસાર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.
  • સવારે ઊઠીને સૌથી પહેલાં ધરતી માતાને નમસ્કાર કરવા અને તેમના આશીર્વાદ લેવા. ત્યારબાદ બંને હાથ જોડીને પોતાના હાથની રેખાઓને જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હાથની રેખાઓ જોવાથી દિવસની શરૂઆત સારી થાય છે.
  • મોઢાને ઠંડા પાણીથી ધોવો અને સ્નાન કરવું.

  • સ્નાન કર્યા પછી પૂજા કરવી અને સૂર્યદેવને અર્ધ્ય જરૂર આપવો. તુલસી માતાની સામે દીવો પ્રગટાવવો.
  • જો તમારા ઘરમાં કોઈ મોટું સદસ્ય હોય તો તે સદસ્યની પગે લાગવું અને તેમના આશીર્વાદ લેવા.
  • રોજ સવારે ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી વ્યાયામ કરવું અથવા મોર્નિંગ વોક પર જવું.
  • સવારે નાસ્તામાં માત્ર પૌષ્ટિક ખોરાક લેવો.

રાત્રે ઊંઘતા પહેલા કરવા આ કામ તેનાથી ઊંઘ સારી આવશે

  • રાત્રે ઊંઘતા પહેલા ભગવાનને યાદ કરવા અને ભગવાનને કોઈ પણ ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગવી.
  • સુતા પહેલા ધ્યાન પણ જરૂર કરવો ધ્યાન કરવાથી દિવસભરનો તણાવ દૂર થઈ જાય છે અને આરામથી ઊંઘ આવે છે.
  • ઊંઘતા પહેલા ગરમ દૂધ પીવો દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here