સપનામાં મળતા આ સંકેતો જણાવે છે કે તમે બહુ જલ્દી ધનવાન થવાના છો

0
1390
views

આ સંસારમાં દરેક માણસનો એ જ સપનું હોય છે કે તેને દરેક સુખ-સુવિધાઓ અને ધન લાભ મળે. દરેક પોતાનું જીવન સારું પસાર કરવા માંગે છે પરંતુ હરકોઈ ભાગ્યશાળી નથી હોતું. કોઈને તેના જીવનમાં દરેક ચીજ વસ્તુ મળી જાય તેવું કોઈ જ ભાગ્યશાળી હોય છે. ઘણા માણસો આવું જીવન જીવવાની કલ્પના કરીને જ પોતાનું જીવન પસાર કરી નાખે છે.

દરેક માણસ સુતા સમયે સપના જોવે છે અને ઘણાને તો પોતાના સપના યાદ પણ નથી રહેતા. આવા સપના માં ઘણા સપના એવા હોય છે કે જે તમારા ભાગ્ય ખુલી શકે છે અને તમને ધનવાન બનાવી શકે છે. દિનચર્યામાં એવા ઘણા સંકેત હોય છે  જેનાથી તમને ખબર પડશે કે તમારી ઉપર ધનની દેવી માતા લક્ષ્મી કૃપા કરશે.

લીલોતરી જોવા મળવી

જો કોઈ માણસ ને રાત્રે સપનામાં હર્યાભર્યા બગીચા જોવા મળે અને તેની ચારે બાજુ લીલાછમ ઝાડ જોવા મળે તો તેનો સંકેત એવો હોય છે કે તમને જલ્દી ધનની પ્રાપ્તિ થશે. જો તમને આ હરિયાળી વચ્ચે ભગવાન શિવ જોવા મળે તો તમે ખૂબ જ જલ્દી અમીર બનશો.

શંખનો અવાજ

જો તમે સપનામાં શંખનો અવાજ કે ઘંટડી સાંભળવામાં આવે તો તેનો સંકેત એ છે કે તમને ખૂબ જ જલદી ધનની પ્રાપ્તિ થશે તે ઉપરાંત જો તમે સપનામાં માતા લક્ષ્મીજીના વાહન ઘુવડ નજરમાં આવે છે તો તેનાથી પણ ધનની પ્રાપ્તિ  થશે.

સફેદ રંગનો સાપ જોવો

જો તમે સપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર બની. અને તમને જલ્દી મોટી સંપત્તિ પ્રાપ્ત થશે.

ખિસ્સા માંથી નીચે સિક્કા પડવા

જો તમે કોઇ કામથી બહાર જતા હોય અને તમારા ખિસ્સામાંથી અચાનક સિક્કા નીચે પડે તો તમારું કામ જરૂરથી સફળ થાય છે.

કળશની સાથે કન્યા

જો તમને શુક્રવારના દિવસે કળશની સાથે કન્યા જોવા મળે છે અને તે કળશ પાણી થી ભરેલો હોય છે તો  ધન સંબંધિત શુભ સંકેત માનવામાં આવે છે. અને જો કદાચ ખાલી હોય તો ધન સંબંધી પરેશાનીનો સામનો કરવો પડે છે.

ઘુવડ જોવા મળવું

જો તમે માતા લક્ષ્મીજીનું વાહન ઘરની બહાર કે ઓફિસની બહાર જોવા મળે છે તો આ એ વાતનો સંકેત આપે છે કે તમને ધન પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here