સેફ્ટી ટિપ્સ : દરેક છોકરીએ પોતાના પર્સમાં રાખવી જોઈએ આ ૩ વસ્તુઓ, તમારી સાથે કોઈપણ વ્યક્તિ ખોટું કામ નહીં કરી શકે

0
152
views

ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે હૈદરાબાદમાં બનેલ રાક્ષસી કૃત્ય વિશે તમે સાંભળ્યું જ હશે. આ ઘટનાએ ફરી એક વખત આખા દેશને હચમચાવી દીધેલ છે. લોકો હવે એ વિચારવા પર મજબુર થઈ ગયા છે કે શું મહિલાઓ આ દેશમાં સુરક્ષિત છે? સોશિયલ મીડિયા પર લોકોની માંગ છે કે મહિલાઓ સાથે ખોટા કામ કરવાવાળા અપરાધીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે. વળી બીજી બાજુ લોકોનું એવુ પણ કહેવું છે કે માતા પિતા એ નાનપણ થી જ પોતાના દિકરાઓને સારા સંસ્કાર દેવાની જરૂર છે અને મહિલાઓનું સમ્માન કરતા શીખવવાની જરૂર છે, જેથી ફ્યુચર જનરેશનની મહિલાઓ સુરક્ષિત રહી શકે.

હવે આ બધી વસ્તુ ક્યારે થશે અને કયા લેવલ પર થશે એનો કોઈને અંદાજો નથી. જ્યારે કોઈ મહિલા સાથે આવી દુર્ઘટના બને છે તો તેનું સૌથી વધારે દુઃખ તેના સગા સંબંધીઓને થાય છે. બીજા લોકો તો સોશિયલ મીડિયા ઉપર થોડાક દિવસ હોબાળો મચાવી પોતાના નીચે જીવનમાં પાછા વ્યસ્ત થઈ જતા હોય છે. પરંતુ જે પીડિતા અને તેનો પરિવાર હોય છે તેની સાથે આ યાદો જીવનભર રહી જાય છે.

એટલે સારું એ જ રહેશે કે આપણે પોતાની સેફ્ટી પોતાના હાથમાં લેવા તૈયાર થઈ જઈએ અને કંઈક ખાસ તૈયારી કરીએ. આ રીતે સમય આવવા પર આપણી છોકરીઓ કોઇ અનહોની નો શિકાર થતાં બચી બચી શકે છે. એટલે આજે અમે પણ એવી વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે તમારે તમારા પર્સમાં હંમેશા રાખવી જોઈએ, જેથી ઈમરજન્સી સિચ્યુએશનમાં એ તમને કામ લાગી શકે.

એક્સ્ટ્રા ફોન

સામાન્ય રીતે તો આજકાલ બધી છોકરીઓ પાસે પર્સમાં ફોન તો હોય જ છે પણ એ વાત સુનિશ્ચિત કરી લેવી જરૂરી છે કે ફોન ઘરથી બહાર નીકળતા પહેલા ફૂલ ચાર્જ હોય. અંતિમ સમયે તે સ્વીચ ઓફ ના થઈ જાય. સાથો સાથ જો સંભવ હોય તો એક એકસ્ટ્રા ફોન પણ સાથે રાખો. આ એકસ્ટ્રા બેટરી બેકઅપનું કામ તો કરશે જ પણ એની સાથે જ જો તમારો ફોન ખોવાય જાય, નેટવર્ક ના મળે, અથવા તો ચોરી થઈ જાય તો બીજા ફોનથી પણ મદદ માંગી શકાય છે.

પેપર સ્પ્રે

પેપર સ્પ્રેને મહિલાઓ હથિયારની જેમ વાપરી શકે છે. જ્યારે પણ લાગે કે કોઈ છોકરો તમારી સાથે છેડતી કરી રહ્યો છે અથવા તો પછી કાંઈ ખોટું કામ કરવાની કોશિશ કરી રહ્યો છે, તો તમે તરત પર્સમાંથી પેપર સ્પ્રે કાઢી તેની આંખ ઉપર છાટી દો. આમ કરવાથી તમને એ સ્થાનેથી ભાગવાનો સમય મળી જશે.

નાનો ચાકુ

તમે ઈચ્છો તો પર્સમાં એક નાનો ફોલ્ડીંગ ચાકુ પણ રાખી શકો છો. આ વાત ભલે તમને થોડીક વિચિત્ર લાગે પણ ઈમરજન્સી સિચ્યુએશનમાં તમારો જીવ અથવા તમારી આબરૂ બચાવવા માટે ખૂબ જ કામ લાગી શકે છે. આનાથી તમને ખરાબ પરિસ્થિતિમાંથી નીકળવાનો એક ચાન્સ તો મળી જ શકે છે.

અન્ય ટિપ્સ

કોઈ પણ વ્યક્તિ ઉપર સંદેહ અથવા તો પછી ક્યાંક એકલા ફસાઈ જવા પર તરત જ પોલીસને અથવા પોતાના કોઈ નજીકનાં સબંધીને ફોન કરો. આ બધાનો નંબર સ્પીડ ડાયલ ઉપર રાખવો, જેથી જલદીથી ફોન લાગી શકે. સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લો જેથી તમે પોતાની રક્ષા ખુદ કરી શકો. અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો ના કરો. કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં તરત જ બાજુના પોલીસ સ્ટેશન, હોટલ અથવા પબ્લિક પ્લેસ પર જાવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here