સડક પર શા માટે હોય છે રંગબેરંગી પથ્થર? જાણો દરેક રંગનો મતલબ

0
2112
views

શહેરના શોરગુલ થી દૂર પહોળા રસ્તા પર લોંગ ડ્રાઇવ પર જવાની એક અલગ જ મજા છે. પછી ભલે તમારી પાસે કાર હોય કે બાઇક હોય. મિત્રો, પરિવાર અથવા ગર્લફ્રેંડની સાથે હાઇવે પરની આવી સફર હંમેશા યાદગાર બની રહે છે. પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે હાઇવે પર ચાલતા સમયે રસ્તાના કિનારા પર લાગેલા માઇલસ્ટોન નાં કલર બદલાતા રહે છે. તો ચાલો જાણીએ કે શા માટે સડક પર અલગ અલગ રંગના માઇલસ્ટોન લગાવેલા હોય છે.

પીળા રંગનો માઇલસ્ટોન

રોડ પર મુસાફરી કરતાં સમયે જો તમને પીળા રંગનો માઇલસ્ટોન નજર આવે છે. એટલે કે માઇલસ્ટોનનો ઉપરનો ભાગ પીળા રંગથી રંગાયેલો હોય તો સમજી લો કે તમે કોઈ નેશનલ હાઇવે પર ચાલી રહ્યા છો. ખાસ વાત તો એ છે કે પીળા રંગના માઇલસ્ટોન ભારતમાં ફક્ત નેશનલ હાઇવે પર જ લગાવવામાં આવે છે.

લીલા રંગનો માઇલસ્ટોન

રોડ પર જ્યારે તમને માઇલસ્ટોન પર લીલા રંગની પટ્ટી દેખાઈ આવે તો જાણી લો કે તમે નેશનલ હાઇવે નહીં પરંતુ સ્ટેટ હાઇવે પર મુસાફરી કરી રહ્યા છો. દેશના કોઈપણ રાજ્ય દ્વારા બનાવવામાં આવેલી સડકો પર લીલા રંગની પટ્ટી વાળા માઇલસ્ટોન જ લગાવવામાં આવે છે અને સડકો સંપૂર્ણ રીતે રાજ્ય સરકારના કંટ્રોલમાં હોય છે.

કાળા રંગનો માઇલસ્ટોન

મુસાફરી દરમ્યાન જો તમને સડક પર કાળા રંગની પટ્ટી વાળો માઇલસ્ટોન દેખાઈ આવે તો સમજી જાઓ કે તમે કોઈ મોટા શહેર કે જિલ્લા તરફ આગળ વધી રહ્યા છો. સાથો સાથ એ સડક આવનારા જિલ્લાના નિયંત્રણમાં આવે છે. આ સડકની સંભાળ પણ એ શહેરનાં પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. ઘણી જગ્યા પર શહેર સીમામાં આવતી સડકોનાં કિનારે સંપૂર્ણ સફેદ રંગના માઇલસ્ટોન પણ લગાવેલા હોય છે.

નારંગી રંગનો માઇલસ્ટોન

દેશભરમાં ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતાં સમયે તમને તમામ સડકો પર નારંગી રંગની પટ્ટી વાળા માઇલસ્ટોન અથવા સાઇનબોર્ડ દેખાઈ આવશે. તેને જોઈને તમે સરળતાથી જાણી શકશો કે તે સડક પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here