જાણો S અક્ષરથી શરૂ થતાં નામવાળા લોકો માટે ૨૦૨૦નું વર્ષ કેવું રહેશે

0
340
views

નવું વર્ષ આવતા જ લોકોના મનમાં અનેક સપનાઓ જાગતા હોય છે અને તે જાણવા માટે ઉત્સુક હોય છે કે નવું વર્ષ તેમનો કેવું રહેશે. જ્યોતિષની પ્રમુખ વેબસાઈટ એસ્ટ્રોસેજના આ રાશિફળથી જેમનો પહેલો અક્ષર S અક્ષર છે તેમના વિશે જાણીએ. ચાલ્ડિયન ન્યૂમરોલોજીના આધાર પર S અક્ષર ત્રીજા સ્થાન પર આવે છે. ૩ નંબર ન્યૂમરોલોજીમાં બૃહસ્પતિનો હોય છે. તેનો મતલબ એ થયો કે S અક્ષરવાળા લોકો ૨૦૨૦ માં બૃહસ્પતિના યોગ અને પ્રતિયોગીથી અલગ-અલગ પ્રકારના ફળ મળશે. તો આજે જણાવીશું કે તમારા માટે ૨૦૨૦ કેવું રહેશે.

કરિયર અને વ્યવસાય

તમને તમારા કામ અને વ્યવસાયમાં ખૂબ જ વૃદ્ધિ થશે. આવું એટલા માટે બનશે કેમ કે ગુરુ ગ્રહ ગ્રોથ અને સક્સેસ આપવાવાળો માનવામાં આવે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને વર્ષની શરૂઆતથી જ ગ્રોથ જોવા મળશે. જો તમે તમારો વ્યવસાય ચાલુ કરવા માંગો છો તો નોકરીની સાથે સાથે તમે તેને પણ સરળતાથી કરી શકો છો.

તમારા માટે વિદેશી પ્રોજેક્ટ લેવા અને દેવા ખૂબ જ લાભકારી સમય છે. તમારા કામમાં પાછલા વર્ષે જે સમસ્યાઓ આવી હતી તે આ વર્ષે દુર થશે. કાર્યક્ષેત્રમાં તમારે નરમ વલણ રાખવું પડશે. આ વર્ષે જુલાઈ મહિનો નવી નોકરી માટે સારો સાબિત થશે.

વૈવાહિક જીવન

તમારું દાંપત્ય જીવન આ વર્ષે ખૂબ જ સારું રહેશે. તમને તમારા પાર્ટનરથી તારો પ્રેમ મળશે અને સહયોગ પણ મળશે. આ વર્ષ જટિલ દેખાઈ રહેલા દરેક પ્રોબ્લેમ દૂર થઈ જશે. આ વર્ષે તમારા બંને વચ્ચે એક અલગ બોન્ડીંગ બની જશે જે તમે જીવનમાં પહેલી વખત મહેસૂસ થશે.

તમે તમારા સાસરિયાં પક્ષમાં પણ વધુ નજીક થઈ જશો અને તે જ કારણને લીધે તમારો પાર્ટનર તમારાથી ખૂબ જ ખુશ થશે. આ વર્ષે તમારી જિંદગીમાં એક નવું મહેમાન પણ આવી શકે છે. બાળકના જન્મ પછી તમે તમારા કામમાં પણ સફળતા પ્રાપ્ત થશે.

શિક્ષણ

શિક્ષા ક્ષેત્રમાં તમારા માટે અનેક ઉપલબ્ધિ આ વર્ષે આવશે. તમે શિક્ષણના ક્ષેત્રમાં સારું રિઝલ્ટ મેળવી શકશો. કેમકે જ્ઞાનના દેવતા ગુરુ તમારા પર વિશેષ દ્રષ્ટિ કરશે. તમારી એકાગ્રતા આ વર્ષે ખૂબ જ પ્રબળ રહેશે, જેનાથી તમને અભ્યાસમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. શિક્ષક દ્વારા પણ આ વર્ષ ખૂબ જ સહયોગ મળશે જેના લીધે તમે દરેક સવાલ ઉકેલી શકશો.

વિદેશ જઇને શિક્ષા પ્રાપ્ત કરવાના અવસર મળી શકે છે જો કે તમારે ધ્યાન આપવું પડશે કે તમારે ત્યાં સુધી કઈ રીતે પહોંચવું છે. શિક્ષા માટે જો તમને લોન નથી મળી રહી તો આ વર્ષના પુનઃ પ્રયાસ કરવાથી તમને મળી જશે. જેનાથી તમને તમારા અભ્યાસ ના સપના પૂરા કરી શકશો.

પ્રેમ જીવન

પ્રેમી કપલ માટે આ વર્ષ ખૂબ જ ખુશનુમાં રહેશે. તમને તમારા સંબંધમાં તમારા પાર્ટનરનો સાથ દરેક સમય પર મળશે. જો તમારાથી કોઈ ભૂલ પણ થઈ જાય તો તમારો પાર્ટનર તમને સમજશે અને તમારાથી દૂર નહીં થાય. તેનો એવો મતલબ નથી કે તમે જાણી જોઈને ભૂલ કરો અને તમારા પાર્ટનરના સારા વર્તનો ફાયદો ઉઠાવો.

આ વર્ષે તમે તમારા દિલના રહસ્યો તમારા પાર્ટનરને બતાવી શકો છો. કોઈ પણ ધાર્મિક યાત્રા પર તમે અને તમારા પાર્ટનર જઈ શકે છે અને આ યાત્રાથી તમારા સંબંધોમાં અલગ પ્રકારની મજબૂતી આવશે જે ફક્ત મહેસુસ કરી શકશે. લોકોને તમારા સંબંધોથીથી ઈર્ષા થશે. જેના લીધે તમારા સંબંધમાં ખટાશ કરવાના પ્રયત્નો પણ કરશે, તો તમારે ડરવાની જરૂર નથી કારણ કે આ વર્ષે તમારું કોઈ કંઈ નહિ બગાડી શકે.

આર્થિક સ્થિતિ

તમારા આર્થિક જીવનમાં આ વર્ષે સારો ઉછાળો જોવા મળશે. દરેક કામમાં તમને ફાયદો મળવાની આશા છે. તમે કોઈપણ નવા કામની શરૂઆત કરવા ઈચ્છો છો તો કરી શકો છો કારણ કે આ વર્ષે તમે જે કંઈ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. આવું પણ બની શકે છે કે તમને શરૂઆતમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડે પરંતુ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમને ફાયદો જરૂરથી મળશે.

તમને પ્રમોશન મળવાના ચાન્સ પણ આ વર્ષે બની રહ્યા છે પરંતુ તેના માટે તમારે બોસ અથવા પોતાના સિનિયર્સ સાથે મતભેદ સુધારવા પડશે. જો તમે શેર માર્કેટમાં પૈસા લગાવો છો તો તમને ફાયદો મળશે. ગરીબ લોકોને સહાય કરો તે તમારા માટે લાભકારી છે.

સ્વાસ્થ્ય

ગુરૂ તમારા માટે આ વર્ષને તમારા માટે ખૂબ જ રાહત ભરેલું બનાવી દેશે. કારણ કે ગુરુ જ્યોતિષમાં દરેક રીતે સારા ગ્રહ માનવામાં આવે છે છતાં પણ તમારે અમુક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. તમારે તમારા પગનું અને ખાસ કરીને તળિયાનું આ વર્ષે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણકે તેનાથી જોડાયેલી કોઇ સમસ્યા તમને આવી શકે છે. તમને ઘૂંટણની સમસ્યા પણ આવી શકે છે. આ વર્ષે ખાવા-પીવામાં તમારે વધારે ધ્યાન રાખવું પડશે. આ વર્ષમાં તમને કિડની ઇન્ફેક્શન થવાની પણ સંભાવના છે. તેથી સારી દિનચર્યા અપનાવો તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here