રાશિ અનુસાર ક્યાં દેવી-દેવતાની પુજા કરવાથી તમને મળશે ઈચ્છા અનુસાર ફળ

0
1866
views

મનુષ્યના મગજમાં વારંવાર વિચાર આવે છે કે કઇ દેવી કે ભગવાનની પૂજા ફળદાયી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુદી જુદી રાશિના જાતકોના દેવતાઓ અલગ છે. રાશિ પ્રમાણે તેમની પૂજા કરવાથી ફાયદો થાય છે અને દેવકૃપા પણ રહે છે. પ્રત્યેક દેવી દેવતા કોઈ ને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોઈ છે, તેથી જો કોઈ પણ દેવી દેવતા જાતક ની કુંડળી સાથે મેળ નથી ખાતું તો તે વ્યક્તિ પૂજાના અનુકૂળ પરિણામ પ્રાપ્ત કરશે નહીં. ઘણી વખત તો ગ્રહ દશાની વિપરીત દેવી દેવતા પસંદ કરીને જાતકને પણ નુકસાન સહન કરવું પડે છે.

એવું માનવામાં આવે છે કે તમારી કુંડળીના ગ્રહોની સ્થિતિ અનુસાર દેવની પસંદગી કરવુ  શ્રેષ્ઠ છે. માન્યતા છે કે પોતાની કુંડળીની ગ્રહ સ્થિતિ અનુસાર દેવી-દેવતા ની પસંદગી કરવી શ્રેષ્ટ છે. કુંડળી અનુકૂળ દેવી દેવતા જાણવા માટે મૂળ જન્માક્ષરના પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવથી પસંદ કરવુ શ્રેષ્ઠ છે.

મેષ લગ્ન

આ લગ્નનાં પ્રથમ ભાવમાં મેષ રાશિ, પંચમ ભાવમાં સિંહ રાશિ અને નવમાં ભાવમાં ધન રાશિ હોય છે. જેથી આ રાશિના જાતકો માટે હનુમાનજી, સૂર્ય દેવ, શ્રી રામ અને વિષ્ણુ ભગવાનની ઉપાસના ઉત્તમ અને ફળદાયી હોય છે.

વૃષભ લગ્ન

​​આ લગ્નના પ્રથમ ઘરમાં વૃષ રાશિ, પંચમ ભાવ માં કન્યા રાશિ અને નવમાં ઘરમાં મકર રાશિ છે, તેથી આ રાશિના જાતકો માટે માતા લક્ષ્મી, ગણેશ અને માતા દુર્ગાની પૂજા સારી અને ફળદાયી છે.

મિથુન લગ્ન

આ વ્યક્તિના પહેલા ભાવમાં મિથુન  હોય છે, પાંચમા ભાવમાં તુલા રાશિ હોય છે અને નવમા ભાવમાં કુંભ હોય છે. આ લોકો માટે ગણેશ, માં લક્ષ્મી, માં કાલી અને શનિદેવની ઉપાસના ઉત્તમ અને ફળદાયી છે.

કર્ક લગ્ન

આ લોકોના પહેલા ઘરમાં કર્ક રાશિ છે, પાંચમા ઘરમાં વૃશ્ચિક રાશિ છે અને નવમા ઘરમાં મીન રાશિ છે, તેથી ભગવાન, શિવ, હનુમાન અને વિષ્ણુની પૂજા આ આ રાશિના જાતકો માટે લાભકારી અને ફળદાયી છે.

સિંહ લગ્ન

આ લોકોના પહેલા ઘરમાં સિંહ રાશિ છે, પાંચમા ઘરમાં ધનુ રાશિ અને નવમાં માં મેષ રાશિ હોય છે. તેથી સૂર્ય ભગવાન, વિષ્ણુ અને હનુમાનજીની પૂજા આ આ રાશિના જાતકો માટે સારી અને ફળદાયી છે.

કન્યા લગ્ન

​​આ રાશિના પહેલા ઘરમાં કન્યા રાશિ હોય છે, પાંચમા ઘરમાં મકર રાશિ હોય છે અને નવમા ઘરમાં વૃષભ હોય છે. તેથી ગણેશ, માતા દુર્ગા અને લક્ષ્મીજીની પૂજા આ આ રાશિના જાતકો માટે સારી અને ફળદાયી છે.

તુલા લગ્ન

આ લોકોના પ્રથમ ઘરમાં તુલા રાશિ હોય છે, પાંચમાં ઘરમાં કુંભ હોય છે અને નવમા ઘરમાં મિથુન રાશિ હોય છે. તેથી આ રાશિના જાતકો લોકો માટે માતા લક્ષ્મી, માતા કાલી, માતા દુર્ગા અને ગણેશની પૂજા શ્રેષ્ઠ અને ફળદાયી હોઈ છે

વૃશ્ચિક લગ્ન

આ લગ્નના પ્રથમ ભાવમાં વૃશ્ચિક રાશિ, પંચમ ભાવમાં મીન રાશિ અને નવમાં ભાવમાં કર્ક રાશિ હોય છે. જેથી આ લોકો માટે હનુમાનજી, વિષ્ણુ ભગવાન તથા શિવની ઉપાસના સારી અને ફળદાયી માનવામાં આવે છે.

ધન લગ્ન

આ લગ્નનાં લોકોના પ્રથમ ભાવમાં ધન રાશિ, પાંચમા ભાવમાં મેષ અને નવમા ભાવમાં સિંહ રાશિ હોઈ છે. તેથી તેમના માટે વિષ્ણુ ભગવાન, હનુમાનજી,  સૂર્ય અને શ્રી રામની પૂજા ઉત્તમ ફળ આપનારી હોય છે.

મકર લગ્ન

​​આ લગ્ન પ્રથમ ભાવમાં મકર રાશિ, પાંચમા ભાવમાં વૃષભ અને નવમા ભાવમાં કન્યા રાશિ છે. તેથી આ રાશિના જાતકો માટે શનિદેવ, હનુમાનજી, માં દુર્ગા, લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા સારી અને ફાયદાયક છે.

કુંભ લગ્ન

​​આ લગ્નના પહેલા ભાવમાં કુંભ, પાંચમા ભાવમાં મિથુન રાશિ અને નવમાં ભાવમાં તુલા રાશિ હોય છે. તેથી આ રાશિના જાતકો લોકો માટે શનિદેવ, માં કાળી, ગણેશજી, માં દુર્ગા અને માતા લક્ષ્મીની પૂજા શ્રેષ્ઠ છે અને ફાયદાકારક છે.

મીન લગ્ન

આ રાશિના પહેલા ઘરમાં મીન રાશિ, પાંચમા ઘરમાં કન્યા રાશિ અને નવમા ઘરમાં મકર રાશિ છે. તેથી માતા લક્ષ્મી, ગણેશજી અને માતા દુર્ગાની પૂજા આ રાશિના જાતકો માટે સારી અને ફળદાયી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here