રામાયણ : આ કારણથી સતત ૧૪ વર્ષો સુધી સુતા રહેલા લક્ષ્મણની પત્ની ઉર્મિલા

0
3742
views

રામાયણ અનુસાર રામજી અને સિતાજીને વનવાસ મળ્યો હતો, ત્યારે તેમના નાના ભાઈ લક્ષ્મણ એ પણ વનવાસમાં સાથે જવા માટે જીદ કરી હતી. લક્ષ્મણજી ની આ જીદને રામજી માની લીધી હતી. અને પોતાની સાથે લક્ષ્મણજીને લઈ જવા માટે તૈયાર થઈ ગયા હતા. લક્ષ્મણ ની પત્ની ઉર્મિલા ને પણ જ્યારે લક્ષ્મણને વનવાસ જવાની વાત ખબર પડી ત્યારે તેમણે પણ લક્ષ્મણ સાથે વન વાસ જવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ લક્ષ્મણે ઉર્મિલા ને પોતાની સાથે લઈ જવા માટે ના પાડી દીધી. પરંતુ વનવાસ ગયા વગર ઉર્મિલાએ રાવણ સાથેના યુદ્ધમાં પોતાનું યોગદાન આપ્યું અને રામજીને આ યુદ્ધ જીતવામાં સહાયતા કરી.

૧૪ વર્ષ સુધી નથી સુતા લક્ષ્મણ

રામાયણ અનુસાર ૧૪ વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ એક મિનિટ માટે પણ નથી ઉંઘ્યા. એવું કહેવામાં આવ્યું છે કે વનવાસ ના પહેલા દિવસે જ્યારે રામજી અને સીતાજી આરામ કરી રહ્યા હતા. ત્યારે લક્ષ્મણ તેમની દેખરેખ કરી રહ્યા હતા અને તે સમયે લક્ષ્મણ ને ઊંઘ આવવા લાગી અને ત્યારે લક્ષ્મણે નિંદ્રા દેવીને પ્રાર્થના કરી અને કહ્યું કે તેમના ભાઈ અને ભાભી ની રક્ષા વનવાસ દરમિયાન કરવાની છે તેથી ઊંઘ તેમનાથી દૂર રહે અને નિંદ્રા દેવી લક્ષ્મણની આ પ્રાર્થનાને સ્વીકાર કરી લીધી અને ૧૪ વર્ષ સુધી તેમને ઊંઘ ના આવવા માટે આશીર્વાદ આપ્યા.

પરંતુ નિદ્રાદેવીએ લક્ષ્મણની પૂછ્યું કે તેમની ઊંઘ તે કોને આપે? ત્યારે લક્ષ્મણે નિંદ્રાદેવીને કહ્યું કે તે પોતાની ઉંઘ તેમની પત્ની ઉર્મિલા ને આપે. ત્યારબાદ નિંદ્રા દેવી ઉર્મિલા પાસે ગયા અને ઉર્મિલા એ તેમના પતિની આજ્ઞાને માનીને તેમની ઉંઘ પણ સ્વીકાર કરી લીધી. અને વનવાસના ૧૪ વર્ષ સુધી ઉર્મિલા ઊંઘતી રહી. ઉર્મિલા ના ૧૪ વર્ષ ઊંઘતા રહેવાના લીધે લક્ષ્મણજી રામજી ની રક્ષા કરવામાં લાગી રહ્યા હતા અને તે દરમિયાન લક્ષ્મણજી ને  થોડો પણ થાક નહોતો લાગ્યો. અને તે રીતે લક્ષ્મણ થી દૂર હોવા છતાં ઉર્મિલા એ પોતાનો પત્ની ધર્મ નીભાવ્યો.

ઉર્મિલા ના લીધે જ કરી શક્યા મેઘનાથ નો વધ

રાવણના પુત્ર મેઘનાથ અને બ્રહ્માજી થી વરદાન મળ્યું હતું. અને આ વરદાન અનુસાર મેઘનાથ નો વધ તે જ માણસ કરી શકે તેમ હતો જે ૧૪ વર્ષ સુધી ઊંઘ ના કરી હોય. અને મેઘનાથ ને એમ લાગતું હતું કે આ યુગમાં એવું કોઈ નથી જેને ૧૪ વર્ષ સુધી ઊંઘ ના કરી હોય અને મેઘનાથ ને પૂરો વિશ્વાસ હતો કે તેને કોઈ મારી નહીં શકે.

મેઘનાથ જ્યારે રામજી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા ત્યારે રામજી ને મેઘનાથ ના વરદાન વિશે ખબર પડી ગઈ. અને રામજી ને ખબર પડી ગઈ કે મેઘનાથ નો વધ માત્ર લક્ષ્મણના હાથે જ થઈ શકે છે કેમકે લક્ષ્મણ ૧૪ વર્ષ સુધી ઊંઘ નથી કરી અને લક્ષ્મણની ઉંઘ તેમની પત્ની ઉર્મિલાએ લીધી છે. અને તેવી રીતે લક્ષ્મણજી મેઘનાથ નો વધ કરવામાં સફળ થયા અને ઉર્મિલા ના કારણે જ મેઘનાથ નુ મૃત્યુ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here