રેલ્વે સ્ટેશન પર અવાર નવાર સાંભળતો અવાજ “યાત્રીગણ કૃપયા ધ્યાન દે” કોનો છે?

0
871
views

ભારતીય રેલ્વે એ ભારતના પરિવહનનું એક મુખ્ય સાધન છે. ટ્રેનના કારણે ભારતનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ટ્રેનને કારણે ઘણાં લોકો ખૂબ જ લાંબી મુસાફરી એકસાથે જ કરી શકે છે અને પાછું  તેનું ભાડુ પણ ઓછું છે. ટ્રેનમાં એક વિશાળ એન્જિન લાગેલું હોઈ છે જે ખૂબ શક્તિશાળી હોય છે. ટ્રેન ઘણા કોચને એક સાથે ખેંચી શકે છે અને ખૂબ જ ઝડપથી દોડી શકે છે.

આ ટ્રેનનો ઉપયોગ માત્ર મુસાફરોની અવરજવર માટે જ નહીં પરંતુ ભારે માલસામાન ને એક જગ્યા એ થી બીજી જગ્યા એ પોહચડાવા માટે પણ કરવામાં આવે છે. હવે ટ્રેનમાં લોકો આરામ થી મુસાફરી કરે છે. જુના જમાનામાં જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અઠવાડિયા લાગતા હતા. હવે ટ્રેનના કારણે થોડા કલાકોમાં જ તે અંતર કાપી શકાય છે.

ટ્રેનને કારણે જ ઘણા ગામો અને શહેરો એક બીજા સાથે જોડાઇ શક્યા છે. ભારતની પ્રગતિમાં આ ટ્રેનનું મહત્વનું યોગદાન છે. ટ્રેનમાં મુસાફરી કરવી એ એક અલગ જ મજા છે. પરંતુ, રેલવે સ્ટેશન પર આપણને સૌથી વધુ એક અવાજ સાંભળવા મળે છે તે હોય છે એનાઉન્સમેન્ટ કરનારી મહિલા નો ‘યાત્રીગણ કૃપીયા ધ્યાન દે’.

ટ્રેનની માહિતી આપતી વખતે, દરેક સ્ટેશન પર આપણે એક મહિલાનો અવાજ સાંભળીએ છીએ જે કહે છે કે ‘યાત્રીગણ કૃપીયા ધ્યાન દે’, યાદ છે? આ અવાજ દરેક સ્ટેશન પર એકજ હોય છે. આપણે વર્ષોથી આ મહિલાનો અવાજ સાંભળીએ છીએ. છેવટે દરેક સ્ટેશન પર એકજ અવાજ કેમ હોય છે?

તો તમને જણાવી દઇએ કે તે જુદી જુદી મહિલાઓનો નહીં પરંતુ તે એક જ મહિલાનો અવાજ છે જે છેલ્લા ૨૦ વર્ષથી એનાઉન્સમેન્ટ કરતી આવી રહી છે. આ સ્ત્રી કોણ છે જેનો અવાજ વર્ષોથી આપણા કાનમાં ગૂંજી રહ્યો છે. ચાલો આજે તમને જણાવીએ. રેલવે પર એનાઉન્સમેન્ટ કરતી વખતે આપણે જે મહિલા નો અવાજ સાંભળી એ છીએ તેમનું નામ સરલા ચૌધરી છે.

સરલા છેલ્લા ૨૦ વર્ષથી રેલ્વેમાં એનાઉન્સમેન્ટ કરી રહી છે. ૧૯૮૨ માં સરલાએ રેલ્વે એનાઉન્સમેન્ટ પોસ્ટ માટે પરીક્ષા આપી હતી. પરીક્ષા પાસ કર્યા પછી તેમને મધ્ય રેલ્વેમાં દૈનિક વેતન પર રાખી લેવામાં આવ્યા હતા. તે પછી વર્ષ ૧૯૮૬ માં તેમની મહેનત અને અવાજ ના લીધે તેમને કાયમી પદ પર રાખી લેવામાં આવ્યાં. પહેલાના સમયમાં ઘોષણા કરવી એટલી સરળ નહોતી. તે સમયે દરેક સ્ટેશન પર જઇને એનાઉન્સમેન્ટ કરવી પડતી હતી.

એક ઇન્ટરવ્યુમાં સરલાએ કહ્યું હતું કે પહેલાના સમયમાં કમ્પ્યુટર્સ ન હોવાને કારણે તેમણે એનાઉન્સમેન્ટનું કામ જાતે દરેક સ્ટેશનમાં જઈ ને કરવું પડતું હતું. તેમણે  જણાવ્યું હતું કે તે અગાઉ ઘણી વાર વિવિધ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરી ચુકી છે. તેઓને આ એનાઉન્સમેન્ટને રેકોર્ડ કરવામાં ૩ થી ૪ દિવસનો સમય લાગતો હતો. પરંતુ બાદમાં રેલ્વે સ્ટેશનની તમામ એનાઉન્સમેન્ટ નિયંત્રિત કરવાની કામગીરી ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમને આપી દેવામાં આવી હતી.

આ વિભાગ એ સરલાના અવાજને સ્ટેન્ડબાય મોડ પર સરલાના અવાજને કન્ટ્રોલ રૂમ માટે સેવ કરી રાખ્યો છે. સરલાએ કહ્યું કે અંગત કારણોસર તેણે ૧૨ વર્ષ પહેલા આ નોકરી છોડી દીધી હતી. હવે તે OHE વિભાગમાં કાર્યાલયના સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામ કરી રહયા છે. તેમને ઘણી ખુશી મળે છે જ્યારે લોકો તેના અવાજને તેમને જોયા વિના જ વખાણ કરે છે તેને રેલ્વે સ્ટેશન પર પોતાનો અવાજ સાંભળીને ખૂબ સારું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here