રેલ્વેનાં હવે આ નિયમનો ભંગ કર્યો તો તમને થઈ શકે છે જેલ, મોટાભાગના લોકો કરે છે આ ભુલ

0
148
views

રેલવે ના ઘણા નિયમ વિશે આપણને જાણકારી નથી હોતી. તેમાંનો જ એક નિયમ વિશે અમે તમને આજે જણાવીશું. જેના કારણે તમને રેલવે દ્વારા થતા દંડ થી બચી શકો. જો તમે થોડો સમય બચાવવા માટે રેલવે ના ફુટ ઓવર બ્રિજ નો ઉપયોગ નથી કરતા અને એક પ્લેટફોર્મ પર થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે તમે  રેલવે ટ્રેક ક્રોસ કરીને જાવ છો તો રેલવેના નવા નિયમ પ્રમાણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આવી રીતે જવામાં માણસને જીવનું જોખમ તો હોય જ છે પરંતુ હવે સરકાર ના નવા નિયમ માં પણ હવે લોકોને જોખમ વધી ગયું છે. જો તમે પ્લેટફોર્મ બદલવા માટે રેલવે ટ્રેક ક્રોસ કરો છો તો તમને જેલ થઈ શકે છે. સરકાર રેલવે અકસ્માતને રોકવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. દેશભરમાં સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ફુટ ઓવર બ્રિજ તેમજ રોડ અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કેમ કે લોકો પ્લેટફોર્મ બદલવા માટે રેલવે ટ્રેક ક્રોસ કરવાનું જોખમ ના લે. બીજી તરફ સરકાર દેશભરમાં અભિયાન દ્વારા રેલવે ટ્રેક ક્રોસ કરતા લોકોને પકડી શકે.

ઘણીવાર લોકો ટ્રેન આવે ત્યારે રેલવે ટ્રેક દ્વારા પ્લેટફોર્મ બદલતા નજરે ચડે છે. પરંતુ રેલવે ટ્રેક દ્વારા પ્લેટફોર્મ બદલવું ગેર કાનુની છે. રેલવે અધિનિયમ ૧૪૭ મુજબ રેલવે ટ્રેક દ્વારા પ્લેટફોર્મ બદલનાર વ્યક્તિને આ ગુનામાં પકડી શકાય છે. આવી રીતે રેલવે ટ્રેક દ્વારા પ્લેટફોર્મ બદલનાર વ્યક્તિને ૬ મહિના સુધીની જેલ ની સજા થઈ શકે છે. તેમજ ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

નોંધપાત્ર છે કે દેશભરમાં રેલવે અકસ્માતમાં ટ્રેક પસાર કરતી વખતે વધારે લોકોના મૃત્યુ થાય છે. તે માટે રેલવે તરફથી દેશભરમાં મોટા પ્રમાણમાં જાગરૂકતા અભિયાન ચલાવીને લોકોને પ્લેટફોર્મ બદલવા માટે રેલવે ટ્રેક નો ઉપયોગ ના કરવા માટે જણાવવામાં આવ્યું છે.

રેલવે સ્ટેશન પર ઘણીવાર લોકો  ટ્રેન મા જગ્યા રોકવા માટે પણ રેલવે ટ્રેક નો ઉપયોગ કરતા હોય છે અને ઘણા લોકો રેલવે ટ્રેક નો ઉપયોગ પ્લેટફોર્મ બદલવા માટે પણ કરે છે પરંતુ રેલવે ના નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ આવી રીતે રેલવે ટ્રેક પસાર કરતો જોવા મળશે તો તેને જેલ ની સજા થઈ શકે છે. સાથે ૧૦૦૦ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. રેલવે દ્વારા બનાવવામાં આવેલ ફુટ ઓવર બ્રિજ નો ઉપયોગ કરવા રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here