શું તમને ખબર છે અમેરિકા અને આ દેશમાં ચાલે છે ભગવાન રામનાં ફોટા વાળી નોટ? જાણો રસપ્રદ જાણકારી

0
281
views

ભગવાન રામ હિન્દુ ધર્મના પૂજનીય દેવતા છે અને તેઓએ માનવ જાતિમાં જન્મ લઈને અયોધ્યા ને વિશ્વમાં ખ્યાતિ અપાવી હતી. ભારતમાં હિન્દુ ધર્મની પ્રધાનતા છે, એટલા માટે અહીંયાની કરન્સીમાં મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી છે, તો વિદેશોની કરન્સીમાં ભગવાન રામનું નામ અને તેની તસવીર હોવી ખૂબ જ મોટી વાત છે. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકા સિવાય પણ આ દેશમાં ચાલી રહી છે રામ નામની કરન્સી? આ એક દિલચસ્પ જાણકારી છે જેને તમારે જરૂર થી જાણવી જોઈએ.

રામ નામની કરન્સી વાળી નોટ નેધરલેન્ડ અને અમેરિકામાં ઉપયોગ થઈ રહી છે, પરંતુ ખાસ વાત એ છે કે આ નોટોને ત્યાં અધિકારીક મુદ્રા નથી માનવામાં આવતી. તે એક ખાસ સર્કલની અંદર જ ચાલે છે અને આ બંને દેશોનું પ્રચલન છે તથા આ નોટો પર ભગવાન રામની તસ્વીર છપાયેલી છે.

અમેરિકાના એક રાજ્ય આયોવા ની એક સોસાયટીમાં રામ મુદ્રા ચલણમાં છે અને ત્યાં અમેરિકન ઇન્ડિયન જનજાતિ આયવેના લોકો જ રહે છે. અમેરિકાની આ સોસાયટીના લોકો મહર્ષિ મહેશ યોગી ને ખૂબ જ માને છે અને મહર્ષિ વૈદિક સિટીમાં રહેલા તેમના અનુયાયી કામોના બદલામાં આ મુદ્દાને લેવડદેવડ કરે છે. વર્ષ 2002માં “ધ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ” નામની એક સંસ્થાએ આ મુદ્રાને જાહેર કરેલ હતી અને તેઓએ તેને પોતાના સમર્થકોમાં વહેંચી દીધી હતી.

મહર્ષિ મહેશ યોગી છત્તીસગઢ રાજ્ય માં જન્મેલા હતા અને તેઓનું સાચું નામ મહેશ પ્રસાદ છે. તેઓએ ફિઝિક્સમાં ઉચ્ચ શિક્ષણ લીધા બાદ શંકરાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતી થી દીક્ષા લીધી અને ત્યારબાદ તેઓ હિંદુ ધર્મનો પ્રચાર કરવા માટે વિદેશ ગયા. ખાસ કરીને તેમનું ભાવાતિત ધ્યાન એટલે કે “Transcendental Meditation” વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

ત્યારબાદ યોગીની ખ્યાતિ ખૂબ જ વધતી ગઈ. મહર્ષિનો અંતિમ સમય એમ્સ્ટર્ડમની પાસે આવેલા એક નાના ગામમાં પસાર થયો હતો. ત્યાં સુધીમાં યોગ, ધ્યાન અને આયુર્વેદિક ઉપચારની તેમની પદ્ધતિ દુનિયાભરમાં લોકપ્રિય થવા લાગી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૨ થી રામ મુદ્રા ના લેવડદેવડની શરૂઆત થઈ અને વૈદિક સિટીના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અમેરિકી સિટી કાઉન્સિલ દ્વારા આ મુદ્રાનો સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ તેને લીગલ ટેન્ડરની સ્વીકૃતિ ના આપવામાં આવી. જોકે ૩૫ અમેરિકી રાજ્યોમાં રામ પર આધારિત બોન્ડ હજુ પણ ચાલી રહ્યા છે.

શું છે રામ મુદ્રાની કિંમત?

એક રામ મુદ્રાનો મૂલ્ય ૧૦ અમેરિકી ડોલર નક્કી કરવામાં આવેલ હતું અને આ આ પ્રકારની ત્રણ નોટોનું પણ મુદ્રણ થયેલ હતું. જે નોટ પર એક રામ, તેનું મૂલ્ય ૧૦ ડોલર, જેના પર બે, તેનું મૂલ્ય ૨૦ ડોલર અને જેના પર રામની ત્રણ તસવીર છાપવામાં આવેલી હોય તેની કિંમત ૩૦ અમેરિકી ડોલર બરાબર થાય છે. આશ્રમમાં સદસ્યો તેનો ઉપયોગ અરસ પરસ કરે છે અને આશ્રમની બહાર જવા પર રામ મુદ્રાના મૂલ્ય બરાબર ડોલર લઈ લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here