પુરુષ એટલે શું? તમારી બે મિનિટ કાઢીને જરૂરથી વાંચજો

0
5643
views

અત્યારના આ સમાજમાં સ્ત્રીઓ વિશે તો ઘણું બધું લખવામાં આવેલ છે પરંતુ પુરુષો વિષે ખૂબ જ ઓછા પ્રમાણમાં લખાયેલું છે. સ્ત્રીઓ વિશે લેખકોએ ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરી છે અને તેમના વિશે તો અસંખ્ય પુસ્તકો પણ લખવામાં આવેલ છે. પરંતુ બહુ જ ઓછા પ્રમાણમાં એવા પુસ્તકો છે જેમાં પુરુષો વિશે લખવામાં આવેલ હોય. પરંતુ જ્યારે કોઈ સ્ત્રી પુરુષ વિશે લખે છે ત્યારે તેના શબ્દો વાસ્તવિકતાની ખૂબ જ નજીક હોય છે.

પિતા, ભાઈ, પતિ વગેરેની જવાબદારી પુરૂષ ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે તેમ છતાં પણ તેની આ જવાબદારીઓને નોંધ બહુ ઓછી લેવામાં આવે છે. આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમોને એક સ્ત્રી લેખક દ્વારા લખવામાં આવેલા શબ્દોમાં પુરુષની લાગણીઓને પ્રસ્તુત કરીશું.

પુરુષ એટલે શું?

 • પુરુષ એટલે ટહુકા માટે ઝંખતુ વૃક્ષ.
 • પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરાયેલ એ કોમળ ફૂલ.
 • પુરુષ એટલે બાઈક માં ચાવી સાથે ઝૂલતું હૃદયના આકારનું કિચેઇન.
 • પુરુષ એટલે પથ્થર માં પણ પાંગરેલી કુપળ.
 • પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ પણ ધબકતું કોમલ હૃદય.
 • પુરુષ એટલે બંદુક નાં નાળચા માંથી છૂટતું મોરપીંછ.
 • પુરુષ એ નથી જે તમને દરરોજ ટીવી સિરિયલોમાં જોવા મળી આવે છે, પુરુષ તો એ છે જે રોજિંદા જીવનની ઘટમાળ માંથી મળી આવે છે.
 • પુરુષ જ્યારે પણ થાકેલો કે ઉદાસ હોય છે ત્યારે એમ જ કહે છે, “આજે મૂડ નથી, આજે મગજ ઠેકાણે નથી” પરંતુ એમ ક્યારેય પણ નથી કહેતો કે, “આજે મન બહુ જ ઉદાસ છે.”
 • સ્ત્રીને પોતાના જીવનની દરેક વાત શેર કરતો પુરુષ ક્યારેય પણ પોતાનું દુઃખ અને દર્દ શેર કરતો નથી.

 • સ્ત્રી પોતાના દુઃખમાં પુરુષ નાં ખભા પર માથું રાખીને રડીને મન હળવું કરી લે છે જ્યારે પુરુષ સ્ત્રીના ખોળામાં પોતાનું માથું છૂપાવી રડે છે.
 • સ્ત્રીઓને પોતાના પુરુષ ના શર્ટ ના બટન ટાંકવામાં જે રોમાંચનો અનુભવ થાય છે તેવી જ રીતે એ જ સમયે સ્ત્રીને પણ ગળે લગાડી લેવાનો રોમાંચ પણ પુરુષોને થતો હોય છે.
 • પુરુષ જ્યારે પોતાના હજાર કામોથી અને થાક થી ઘેરાયેલો હોય તેવા સમયે સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી ને જગાડે છે ત્યારે પુરુષનું સમગ્ર દિવસ ઉત્સાહિત રીતે પસાર થાય છે.
 • બુદ્ધિશાળી સ્ત્રી ના પ્રભાવ થી અંજાઈ જઈને પુરુષ તેના પ્રેમમાં આસાનીથી પડી જાય છે અને તેને જીતવા માટે જ જન્મેલો પુરુષ પણ તેની સામે હારી જાય છે. પરંતુ જ્યારે એ જ પ્રેમ એને છોડીને જતો રહે છે ત્યારે પુરુષ મૂળમાંથી ઉખડી જાય છે.
 • સ્ત્રી સાથે પ્રેમમાં પડેલો પુરુષ જ્યારે સમજણથી છૂટો પડે છે ત્યારે હંમેશ માટે એક સારો મિત્ર બની રહે છે, પરંતુ જ્યારે બેવફાઈ થી જોડાયેલો પુરુષ દુશ્મની પણ ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે.

 • જેવી રીતે સમર્પણ એ સ્ત્રીનો સ્વભાવ છે તેવી જ રીતે સ્વીકાર એ પુરુષ નો સ્વભાવ છે. પુરુષ જે સ્ત્રીને સમર્પિત થાય છે તેનો સાથે તે સાત જન્મ સુધી પણ છોડતો નથી.
 • હાલના સમયમાં સ્ત્રી નું રુદન ફેસબુક ની દીવાલો ને આવતું હોય છે પણ પુરુષ નુ રુદન તો તેના તકિયા ની કોર ને પણ ભીંજવતુ નથી.
 • એવું કહેવામાં આવે છે કે સ્ત્રીને ચાહતા રહો તેને સમજવાની જરૂર નથી પરંતુ પુરુષ ને સમજી લો તો તેને આપોઆપ ચાહવા લાગશો.

તમને અમારો આર્ટિકલ કેવું લાગ્યું તે અમને કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવશો તથા તમારા મિત્ર અને સંબંધીઓ ને જરૂર થી શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here