પ્રેમ એટલે શું? જો આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો આ આર્ટિક્લ જરૂરથી વાંચજો, તમારા બધા પ્રશ્નોનાં જવાબ મળી જશે

0
2056
views

આધુનિક સોશીયલ મીડિયાના આ જમાનામાં સમયની સાથે પ્રેમની વ્યાખ્યાઓ પણ બદલાઈ રહી છે. આજે લોકો લાગણીઓને અવગણીને ફિલ્મી પ્રેમ કરવા લાગ્યા છે, મતલબ કે ફિલ્મો માં કે ટીવી માં જે પ્રેમ વિશે બતાવવામાં આવી રહ્યું છે તેને જ પ્રેમ માની રહ્યા છે. પ્રેમ એક અનુભૂતિ છે, જે ફક્ત અનુભવી શકાય છે. ફિલ્મો કે સોશિયલ મીડિયામાં આવતી શાયરીઓ વાંચીને પ્રેમ નથી કરી શકાતો.

સોશીયલ મીડિયામાં આવી રહેલા શાયરીઓ અને અન્ય કોઈ વ્યક્તિએ શેયર કરેલ વિચારોને પોતાના જીવન સાથે સરખાવીને આપણે પ્રેમ કરવા લાગ્યા છીએ અને લાગણીઓને બાજુ પર મૂકી દીધી છે. તું રાતે મોડે સુધી શા માટે ઓનલાઈન હતો કે હતી? આ સવાલ સામાન્ય થઈ ગયો છે. સૌથી મોટી પરેશાની એ છે કે પ્રેમ માંથી વિશ્વાસ જતો રહ્યો છે.

પતિ પત્ની જેવા સંબંધમાં પણ વિશ્વાસ જેવું પણ હવે સોશીયલ મીડિયાને લીધે રહ્યું નથી. જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો ત્યારે તેની ખુશી જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. તેના અધિકારો પર તરાપ મારવી એ પ્રેમ નથી. દરેક પતિ પત્ની અથવા તો પોતાના પ્રિય પાત્ર માટે સોશીયલ મીડિયામાં તો ખૂબ જ સારી પોસ્ટ અથવા તો વિચારો રજૂ કરે છે, પરંતુ મોટા ભાગના કિસ્સા માં હકીકત તેનાથી સાવ જુદી જ હોય છે. તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો અથવા તો એકબીજાથી કેટલા નારાજ છો એ સોશીયલ મીડિયામાં દર્શાવવાની શું જરૂર છે?

ઘણા કિસ્સાઓમાં એવું પણ સાંભળવા મળે છે કે ફલાણા પતિ-પત્ની એકબીજા સાથે રહે છે, પણ દરેક વ્યક્તિનો સ્વભાવ અને સમજણ અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિની સમજણ એકસરખી નથી હોતી. કોઇની દેખાદેખી કરીને પ્રેમ ના કરી શકાય. જો અન્ય પતિ-પત્ની ને જોઈને તમે એવું ઇચ્છતા હોય કે તમારા પતિ કે પત્ની પણ તમારી સાથે એવી જ રીતે રહે તો એ શક્ય નથી.

તમારું પ્રિય પાત્ર હોય કે પછી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ હોય, જ્યાં સુધી તમે તેમની પાસેથી અપેક્ષા રાખશો તો દુ:ખી જ થવાના. પ્રેમ ક્યારેય દુ:ખ આપતો જ નથી, દુ:ખ તમે જાતે નક્કી કરેલી અપેક્ષાઓ જ આપે છે. આપણે જાતે જ મનમાં નક્કી કરી લઈએ છીએ કે મારૂ પ્રિય પાત્ર મારી સાથે આ રીતે રહેશે, પણ એ શક્ય જ નથી. તમે નક્કી કરેલું હોય એ રીતે એ કઈ રીતે રહી શકે? કારણ કે, એ ફક્ત તમારા વિચારો છે.

જો એકબીજાને સમજવા માંગતા હોય તો એકબીજા પાસેથી અપેક્ષાઓ ના રાખીને ફક્ત લાગણી અને સમજણથી સંબંધને વિકસાવો તો ક્યારેય પણ દુ:ખ નહીં થાય. આવું કરવાથી બંને વચ્ચેનાં પ્રેમમાં પણ વધારો થશે. ફિલ્મોમાં જોઈને પ્રેમ કરવાનું બંધ કરો, ફિલ્મોમાં બતાવે છે એ પ્રેમ હોતો જ નથી. આઇ લવ યુ કહેવાથી પ્રેમ છે એવું સાબિત નથી થતું, પરંતુ તમે એ શબ્દને કહ્યા વગર પણ કેટલો સાર્થક કરી બતાવો છો તેને પ્રેમ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here