પોતાનો જન્મદિવસ પણ નથી ઉજવતા અને આલ્કોહોલનું સેવન પણ નથી કરતાં, જાણો મુકેશ અંબાણીનાં જીવનની અંગત ૧૨ વાતો

0
465
views

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલીક મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. દરેક બિઝનેસમેન તેમને જ પોતાની પ્રેરણા માને છે. આખા દેશમાં તેમનો બિઝનેસ સૌથી વધારે સારી રીતે ચાલે છે. એવામાં તમે શું એ જાણવાની કોશિશ કરી કે પોતાના અંગત જીવનમાં મુકેશ અંબાણી કેવા વ્યક્તિ છે? આજે અમે તમને તેમની લાઈફ થી જોડાયેલી થોડીક રસપ્રદ વાતો લઈને આવ્યા છીએ.

 • મુકેશ અંબાણીનો જન્મ એક લોવર મિડલ કલાસ પરિવારમાં થયો હતો. તેઓ મુંબઈના ભૂલેશ્વરમાં ૨ બેડરૂમ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પોતાના યુવાનીના દિવસોમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટથી ટ્રાવેલ કરતા હતા. તેઓને પોકેટમની પણ ના બરાબર મળતી હતી.
 • એ તો બધા જાણે છે કે મુકેશ અંબાણી આઇપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલીક છે. જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે તેઓ સ્કૂલના દિવસોમાં હોકીમાં ખૂબ રસ ધરાવતા હતા. આ કારણે તેમનો જીવ ભણતરમાં પણ નહોતો લાગતો.

 • ભારતના મોટા બિઝનેસ મેન ગોદરેજ અને આનંદ મહિન્દ્રા સ્કૂલમાં મુકેશ અંબાણી સાથે જ ભણતા. આ બંને મુકેશના બેસ્ટ ફ્રેન્ડ હતા. કદાચ આ જ કારણ છે કે આ ત્રણેય આજે સારી સંગત અને વિચારને લીધે જ ભારતના મોટા બિઝનેસમેનની લિસ્ટમાં આવે છે.
 • મુકેશ અંબાણી પાસે આજે આખી દુનિયાનો પૈસો છે પણ હજી સુધી તેઓએ દારૂને હાથ પણ નથી લગાવ્યો, સાથે જ તેઓ શુદ્ધ શાકાહારી વ્યક્તિ છે. મુકેશ અંબાણીનું ફેવરિટ ભોજન દાળ, રોટલી અને ભાત છે.
 • મુકેશ કૈલીફોર્નિયાની સ્ટેઇન્ફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ કરી રહ્યા હતા. ૧૯૮૦માં તેઓએ પોતના પિતા ધીરુભાઈ અંબાણીની પોલિસ્ટર ફિલમેન્ટ યાર્નના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરવા એ કોર્સ છોડી દીધો હતો.

 • અંબાણીને કારનો ખુબ જ શોખ છે. સૂત્રોનું માનવામાં આવે તો તેમની પાસે કલેક્શનમાં કુલ ૧૬૮ કાર છે. તેમાં લાખો કરોડોની કિંમત વાળી BMW 760LI Mercedes-Maybach Benz S660 Guard, Aston Martin Rapide, Rolls Royce Phantom and Bentley Continental Flying Spur પણ છે.
 • સાઉથ મુંબઈમાં સ્થિત અંબાણી અન્ટિલા નામનું ઘર દુનિયાની સૌથી મોંઘી રેસિડેન્ટલ પ્રોપર્ટી છે. આ મકાન માં ૨૭ માળ છે અને ૬૦૦ લોકોનો સ્ટાફ છે.
 • મુકેશ ભારતના એક જ એવા બિઝનેસ મેન છે જેમની પાસે Z-કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ છે. તેઓ હંમેશા એક લો પ્રોફાઈલ મેન્ટેઇન કરીને જ રાખે છે. વધારે તેઓ સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જ જોવા મળે છે. તેઓને બ્રાન્ડેડ કપડાઓનો પણ કાંઈ ખાસ શોખ નથી.

 • મુકેશ અંબાણીને પોતાનો જન્મદિવસ ઉજવવાનો કાંઈ ખાસ શોખ નથી તેઓ એ પોતાનો ૫૦મો જન્મદિવસ પરિવારના દબાણમાં આવીને જ ઉજવ્યો હતો.
 • એશિયાના સૌથી આમિર માણસનો ટેગ મેળવવા વાળા મુકેશ અંબાણીના ઘરનું નામ “મુક્કુ” છે.
 • ૨૦૧૭ના રિપોર્ટ અનુસાર અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતના કુલ ટેક્સ રેવેન્યુ માં ૫% આપે છે. ૨૦૧૭માં તેમની કંપનીની કુલ કિંમત ૧૧૦ બિલિયન ડોલર હતી.
 • મુકેશ અંબાણી પાસે પોતાની ખુદની કસ્ટમાઝડ વૈનીટી વેન છે જેની કિંમત ૨૫ કરોડ છે.

તો તમને મુકેશ અંબાણીની ખાસિયત સૌથી વધારે ગમી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here