પોતાની માં માટે યોગ્ય જીવનસાથી શોધી રહી છે આ દિકરી, હોવી જોઈએ આ ખુબીઓ

0
247
views

તમે હંમેશાં જોયું અને સાંભળ્યું હશે કે મા-બાપ પોતાના બાળકો માટે જીવનસાથીની તલાશ કરે છે અને તેના માટે વિભિન્ન વ્યવહારિક વેબસાઈટનો સહારો પણ લે છે. પરંતુ તમને આજે એક એવી સ્ટોરી જણાવીશું કે જેમાં કંઈક જુદું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને તે પોસ્ટમાં કાનૂનની છાત્રા આસ્થા વર્મા ટ્વિટ કરી અને શેર કરી છે. લોકો આ પોસ્ટને વાંચે છે અને કોમેન્ટ પણ કરે છે. લોકો આ છાત્રાના વખાણ પણ ખુબ જ કરી રહ્યા છે.

આસ્થાના ટ્વિટર પ્રોફાઇલ પ્રમાણે આસ્થા કાનુનની છાત્રા છે. આસ્થાનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આસ્થાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ફોટો શેર કરી લખ્યું છે કે “મને મારી માં માટે એક ૫૦ વર્ષનાં હેન્ડસમ શખ્સની શોધ છે અને તે શાકાહારી હોવાની સાથે-સાથે મદ્યપાન પણ ના કરતો હોય અને સંપન્ન હોય.

આસ્થાની આ ટ્વિટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. તેને સાડા ત્રણ હજારથી વધુ લોકો પણ રીપ્લાય કરી ચૂક્યા છે. જ્યારે પાંચ હજારથી વધુ લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે અને ૨૦ હજારથી વધુ લોકો લાઈક કરી છે. સોશિયલ મીડિયા પર લોકો આસ્થાની ખુબ જ પ્રમાણમા વખાણ કરી રહ્યા છે. યોયો ફની સિંહ નામના એક ટ્વિટર હેન્ડલ એ લખ્યું છે કે, “તમને શુભકામના. તે વાસ્તવમાં ખૂબ જ ખૂબસૂરત છે અને મને આશા છે કે તમારી તલાશ પૂરી થઈ જશે.”

આસ્થા અનેક ટ્વીટ્સના પોતે જવાબ પણ આપી રહી છે. એક શખ્સ એ રાહુલ ગાંધીને ફોટો શેર કરી તો આસ્થા એ જવાબ આપ્યો કે, “તેમની સાથેના થાય હું પર્સનલી ઈનશ્યોર કરીશ.”

એક ટ્વિટર યુઝર્સે લખ્યુ કે, “પોતાના વિશે પણ જરાક વિચારો”. આ ટ્વીટનું જવાબ આપી અને આસ્થા એ લખ્યું કે, “હું તો એકદમ સેટ છું”. એક યૂઝરે લખ્યું કે તમે ખોટી વેબસાઈટ પર પોસ્ટ કરી રહ્યા છો. અહીં આ ફોટાના કાર્ય માટે અનેક વેબસાઈટ છે.” તેનો જવાબ આપતા આસ્થાએ કહ્યું કે, “મેં પ્રયત્ન કર્યા પરંતુ અસફળ રહી. હું વધારે સમય સુધી હસ્તક્ષેપ નથી કરતી. પરંતુ મેં વિચાર્યું કે તેની ખુશી માટે હું અહીં શોધ કરુ”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here