પુજા-પાઠ અને ધાર્મિક કાર્યોમાં શા માટે બાંધવામાં આવે છે નાડાછડી? શું છે તેનું મહત્વ

0
765
views

જ્યારે પણ આપણે કોઈ પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય કરીએ છીએ ત્યારે પંડિતજી ને હાથ ના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધતા જોયા હશે. આ રક્ષા સૂત્ર કેમ બાંધવામાં આવે છે અને તેનું પૌરાણિક મહત્વ શું છે? રક્ષા સૂત્ર બાંધવો એ વૈદિક પરંપરા નો હિસ્સો છે યજ્ઞ સમયે રક્ષાસૂત્ર બાંધવા નો પહેલાથી ચાલતું આવે છે જેની સંકલ્પ સૂત્ર કહેવામાં આવે છે.

નાડાછડી નું મહત્વ

ભગવાન વિષ્ણુએ રામ અવતારમાં અસુરોના રાજા બલીની અમરતા ના લીધે તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. ત્યારથી આ સંકલ્પ સૂત્રોને સૂત્રના રીતે બાંધવામાં આવ્યું. પોતાના પતિની રક્ષા માટે માતા લક્ષ્મીએ પણ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. ત્યારથી તેની રક્ષાબંધનનું પ્રતિક પણ માનવામાં આવે છે.

નાડાછડી બાંધવાનો મંત્ર

તમે જોયું હશે નાડાછડી ત્રણ કાચા દોરા થી બનેલી હોય છે. તેને ખાસ કરીને મહિલાના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં બાંધવામાં આવે છે. કાંડા પર ત્રણ રેખાઓ હોય છે જેને મણિબંધ કહે છે. આ ત્રણ રેખાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું પ્રતિક છે. આ રેખાઓ માં ત્રણ દેવીઓ શક્તિ, સરસ્વતી અને મા લક્ષ્મીનો વાસ હોય છે.

પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે અભિમંત્રિત કરીને રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે તો તે ત્રિદેવ અને ત્રિદેવી ઓને અર્પિત થઈ જાય છે. અને તેના દ્વારા ત્રિદેવ અને દેવીઓ આપણી રક્ષા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here