પેટ્રોલ કાર અને ડીઝલ કાર માંથી કઈ કાર સૌથી વધારે શ્રેષ્ઠ છે?

0
1011
views

જો તમે કોઈ કાર ખરીદવા નો વિચારી રહ્યા હોય તો તમને આ બંને વચ્ચેનો અંતર શું છે તેના વિશે જાણકારી હોવી જોઈએ. જો તમને આના વિશે જાણકારી હોય તો તમે તમારા માટે સાચી અને સારી ગાડી લઈ શકો છો. જ્યારે પણ આપણે કાર ખરીદવા જઇએ છીએ તો આપણી પાસે પેટ્રોલ અને ડીઝલ ના બે મુખ્ય ઓપ્શન હોય છે અને ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિક કાર નો ઓપ્શન પણ મળે છે. પરંતુ ઇલેક્ટ્રિક કાર સાધારણ કારના સરખામણીમાં ખૂબ જ મોંઘી છે. મોંઘી હોવાના કારણે અનેક લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદી શકતા નથી.

એવામાં બજારમાં પેટ્રોલ અને ડીઝલ આ બે ઓપ્શન હોય છે આ બંન્નેમાં અંતર હોવાના કારણે ઘણા લોકો કન્ફ્યુઝ હોય છે અને તે નક્કી કરી નથી શકતા કે તે કઈ કાર લઇ શકે. આજે તમને એ બંને કારમાં રહેલા અમુક મુખ્ય અંતર જણાવીશું જેનાથી તમને તેને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. ડીઝલ કાર અને પેટ્રોલ કારમાં કઈ કાર વધારે સારી છે તણા વિશે તમને અહિયાં માહિતી મળી રહેશે.

કિંમતમાં અંતર

કોઈપણ કારનો ડીઝલ વેરિએન્ટ પેટ્રોલ થી મોંઘો હોય છે. જો તમે 10 લાખથી ઓછી કિંમતની કારને જોશો તો બંનેમાં તમને દોઢ લાખ રૂપિયા નું અંતર જોવા મળશે. ઉદાહરણ રીતે લોકપ્રિય કાર મારુતિ સુઝુકી સ્વીફ્ટ કાર લઇ લ્યો. મારુતિ સુઝુકી સ્વીફ્ટની એક્સ-શોરૂમની કિંમત 4.99 લાખ છે જ્યારે કે મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડીઝલ ની કિંમત 6.87 લાખ રૂપિયા છે.

પાવર

પેટ્રોલ કારની ખૂબ જ સારી પીકઅપ વાળી કાર માનવામાં આવે છે. જ્યારે તમે એક્સીલેટર પેન્ડલ દબાવો છો તો કાર એકદમ સ્પીડ પકડી લે છે. પરંતુ એક નિશ્ચિત rpms પછી કારની પાવર થોડી સ્લો થઈ જાય છે. હોર્સ પાવર તો સારું હોય છે પરંતુ તેમાં ટોર્ક ઓછું હોય છે. જ્યારે કે ડીઝલ કાર સામાન્ય રીતે ટર્બોચાર્જર ની સાથે આવે છે જે ટોર્કને વધારવામાં મદદ કરે છે.

માઇલેજ

જો માઇલેજની વાત કરીએ તો બંને કારમાં તમને એવરેજ એટલે કે માઇલેજ નો થોડોક અંતર જોવા મળશે. પેટ્રોલ કારની તૂલનામાં ડીઝલ કાર ખૂબ જ સારું હોય છે. ઉદાહરણ રીતે એક બાજુ મારુતિ સુઝુકી સ્વીફ્ટ પેટ્રોલ વેરીઅંટ 22 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે અહીં ત્યાં જ બીજી બાજુ મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડીઝલ વેરીઅંટ 28 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે.

સર્વિસ અને મેન્ટેનન્સની કિંમત

જો તમે કાર ખરીદવા જઈ રહ્યા હોય તો તમારે પેટ્રોલ અને ડીઝલ બંને કારણે સર્વિસ અને મેન્ટેનન્સ ની કિંમત બંને પર ધ્યાન આપવું જોઈએ. કેમકે કાર ખરીદતા પહેલા એક નિશ્ચિત સમય પછી તમારે કારણે સર્વિસ કરાવી પડે છે. એકબાજુ મારુતિ સુઝુકી સ્વીફ્ટ પેટ્રોલ વેરિએન્ટની સર્વિસ 2000 થી 6000 રૂપિયા સુધી થઈ જાય છે અને ત્યાં જ બીજી કાર મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડીઝલ વેરિએન્ટની સર્વિસ ની કિંમત 3.5 હજારથી 7.5 હજાર સુધી થાય છે.

મુસાફરીનું અંતર

હવે તમે જાણી ગયા હશો કે પેટ્રોલ અને ડીઝલમાં શું અંતર હોય છે. હવે તમારે એ પણ જાણવું જોઈએ કે કેટલા અંતર માટે કઈ કાર સારી રહેશે. તો કાર એક્સપર્ટનું માનવું છે કે લાંબા સફર માટે ડીઝલ કાર બેસ્ટ હોય છે જ્યારે કે ઓછા સફર માટે એટલે કે સિટીમાં ચલાવવા માટે પેટ્રોલ કાર સારી સાબિત થઇ છે.

તમને જણાવી દઈએ તો પેટ્રોલ કાર અને ડીઝલ કાર ની તુલનામાં ઓછા પાર્ટ્સ લાગે છે તે ઉપરાંત ડીઝલ ગાડીમાં અત્યધિક ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીને દૂર કરવા માટેના ઉપાય કરવામાં આવે છે જે ખૂબ જ મોંઘા હોય છે. તેની સાથે ડીઝલ ગાડી માં ઇગ્નીશન પ્રક્રિયા માટે કમ્પ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પેટ્રોલ કારમાં આવું કરવાની કોઈ જરૂર નથી આ કારણને લીધે પેટ્રોલ કાર ડીઝલ કાર થી સસ્તી હોય છે.

તો હવે તમે જાણી ગયા હશો કે ડીઝલ કાર અને પેટ્રોલ કારમાં કઈ સારી છે. અહીં તમને મુખ્ય જેનાથી તમને બંને વચ્ચેનું અંતર સરળતાથી સમજાઈ જશે અને એ પણ ખબર પડી જશે કે ડીઝલ કાર અને પેટ્રોલ કારમાં એકથી બે લાખ મોંઘી હોય છે. પરંતુ તેમાં સારી એવરેજ મળવાની સાથે તેની પાવર પેટ્રોલ કારની તૂલનામાં સારી હોય છે તે ઉપરાંત લાંબા સફર કરવા વાળા લોકો માટે ડીઝલ કાર બેસ્ટ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here